ટહુકો ફાઉન્ડેશન પ્રસ્તુત ‘સ્વર અક્ષર’ : નંદિતા ઠાકોર (Online Event)

ટહુકો ફાઉન્ડેશનની નવી શ્રેણી ‘સ્વર અક્ષર’ માં આપ સૌને અમારું ભાવ ભીનું આમંત્રણ છે.
દેશ વિદેશમાં વસતા કળાકારોને આપ સૌ સુધી લાવવાનો ખૂબ જ આનંદ છે.
આ નવીન શ્રેણીના પ્રથમ સોપાનમાં આપણાં આમંત્રિત કળાકાર છે; કવયિત્રી, સ્વરકાર અને ગાયિકા – નંદિતા ઠાકોર (Maryland, USA).
કાર્યક્રમની Zoom લિંક મેળવવા માટે અહીં ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવા વિનંતી :

Click Here for Link to Register at Eventbite

વાયરાની ડેલીએ -રસિક દવે ‘બેહદ’

સ્વરકાર :પિયુષ દવે,ભાર્ગવ ચાંગેલા
સ્વર:પિયુષ દવે

.

વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન,વાટ્યુ ને ભીંજવી છે આંખ્યથી..

નજર્યુંના પંખીઓ ઉડી ઉડી ને કહાન.મથુરાના મારગે જાતા,
છાના નિશ્વાસોને છાતીમાં પુરીને શમણાઓ રોજ નંદવાતા,
મનના વૃંદાવનને સળગાવી રાત ભર. દાઝયા કર્યું છે અમે આગથી…વાટ્યુ ને…

જમનાના નીર મારી પાંપણથી ચાલ્યાને,શૂળો થૈ ભોંકાણી રાત,
છાતીમાં ડૂમો ગોવર્ધન થૈ બેઠો ને, પારકી થઈ ગઈ છે જાત,
પવનના ઝોંકામાં વાંસળીના સૂર હવે,વાગ્યા કરે છે તમ યાદથી…વાટ્યુને…

ગાયોના બાળ હવે નાચતા નથી કે નથી ગોરજ ની સંધ્યા થાતી,
રાવ લઇ ગોપીઓ એ જાતી નથી કે નથી જશોદાજી મીઠું ખીજાતી,
ગોરસ ની મટકી રહે છે અકબંધ મારી, મારગ નથી બંધ તવ વાદથી….વાટ્યુ ને…

વાયરાની ડેલીએ બેસીને રોજ કહાન,વાટ્યુ ને ભીંજવી છે આંખ્યથી…વાટ્યુને…
-રસિક દવે ‘બેહદ’

જન્મકથા – રવિન્દ્રનાથ ટાગોર

અમે મહિનામાં એક દિવસ ફોનથી અને અત્યારે ઝૂમના માધ્યમથી મળીએ અને ઈ-ગોષ્ઠી કરીએ જેમાં અલગ અલગ કવિતાઓ ,વાર્તાઓ,ગીતો ની ચર્ચા થાય અને એકબીજા સાથે સાહિત્યની લ્હાણી થાય.ગયાં મહિનાની ઈ-ગોષ્ઠીમાં સુરેન્દ્ર ભીમાણીએ સુંદર કવિતાનું પઠન કર્યું.
એ કવિતા હતી રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય સંગ્રહ “શિશુ”માંથી લેવાયેલી રચના “જન્મકથા”.સુરેન્દ્રભાઈ બંગાળી શીખ્યા છે અને એમણે આ કવિતાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.બંગાળીમાં કવિતાનું નામ જન્મકથા(બોલાય જન્મોકોથા) જ છે .
અહીં મૂળ બંગાળીમાં પણ મુકું છું અને ગુજરાતી અનુવાદ અને સુરેન્દ્ર ભીમાણીના અવાજમાં થયેલું એનું પઠન પણ. ખુબ સુંદર ભાવ સાથે એમણે પઠન કર્યું છે.તમે પણ માણો.

জন্মকথা

খোকা মাকে শুধায় ডেকে–
“এলেম আমি কোথা থেকে,
কোন্খানে তুই কুড়িয়ে পেলি আমারে।’
মা শুনে কয় হেসে কেঁদে
খোকারে তার বুক বেঁধে–
“ইচ্ছা হয়ে ছিলি মনের মাঝারে।
ছিলি আমার পুতুল-খেলায়,
প্রভাতে শিবপূজার বেলায়
তোরে আমি ভেঙেছি আর গড়েছি।
তুই আমার ঠাকুরের সনে
ছিলি পূজার সিংহাসনে,
তাঁরি পূজায় তোমার পূজা করেছি।
আমার চিরকালের আশায়,
আমার সকল ভালোবাসায়,
আমার মায়ের দিদিমায়ের পরানে–
পুরানো এই মোদের ঘরে
গৃহদেবীর কোলের ‘পরে
কতকাল যে লুকিয়ে ছিলি কে জানে।
যৌবনেতে যখন হিয়া
উঠেছিল প্রস্ফুটিয়া,
তুই ছিলি সৌরভের মতো মিলায়ে,
আমার তরুণ অঙ্গে অঙ্গে
জড়িয়ে ছিলি সঙ্গে সঙ্গে
তোর লাবণ্য কোমলতা বিলায়ে।
সব দেবতার আদরের ধন
নিত্যকালের তুই পুরাতন,
তুই প্রভাতের আলোর সমবয়সী–
তুই জগতের স্বপ্ন হতে
এসেছিস আনন্দ-স্রোতে
নূতন হয়ে আমার বুকে বিলসি।
নির্নিমেষে তোমায় হেরে
তোর রহস্য বুঝি নে রে,
সবার ছিলি আমার হলি কেমনে।
ওই দেহে এই দেহ চুমি
মায়ের খোকা হয়ে তুমি
মধুর হেসে দেখা দিলে ভুবনে।
হারাই হারাই ভয়ে গো তাই
বুকে চেপে রাখতে যে চাই,
কেঁদে মরি একটু সরে দাঁড়ালে।
জানি না কোন্ মায়ায় ফেঁদে
বিশ্বের ধন রাখব বেঁধে
আমার এ ক্ষীণ বাহু দুটির আড়ালে।’

ગુજરાતી અનુવાદક અને પઠન: સુરેન્દ્ર ભીમાણી

.

જન્મકથા

(“ઓધવજી સન્દેશો કહેજો શ્યામને” ઢાળ)

બાળક માને પ્રશ્ન કરે, “મા કહે મને,
તેં મુજને ક્યાંથી આણ્યો, સાચું કહે.”

મા હસતી ને કહેતી “સાંભળ બેટડા,
કેમ કરી તું આવ્યો મારી પાસ જો.

મારી બચપણની રમતોમાં તું હતો,
શિવને મંદિરિયે પણ તારું સ્થાન જો.

પૂજાની ચીજોમાં હું જોતી તને,
દેવોમાં દીઠું મેં તારું રૂપ જો.

આશાના તંતુઓ બાંધ્યા મેં ઘણા,
પ્રેમ-ઉમઁગે ઝીણું વાણ વણાય જો.

મૂર્તિ દેવીની વર્ષોથી પૂજતી,
નક્કી એના ખોળે તું છુપ્યો જ જો.

યુવાનીની કૂંપળો જયાં ફૂટી દેહમાં,
એ કૂપળોની સૌરભમાં તું છવાયેલો.

લાવણયે શોભંતું તારું અંગ જે,
રહ્યું છવાઈ મારા અંગે અંગ જો.

જગ જેને સ્વપ્નોમાં નીરખી ઈચ્છતું,
આવ્યો મારે હ્ર્દયે આંનદસ્ત્રોત તું.

દેવોની આંખોની કીકી તું હતો,
પ્રભાત સમ સુંદર છે તારું અંગ જો.

જોઈ રહું તુજને, ના પામું ભેદ એ
તું સઘળાંનો હતો અને મારો થયો.

ચુંબન વ્હાલપનું તારે ગાલે ધરું,
જાણું તું તો કૃપા-પ્રસાદી દેવની.

અળગો ના મૂકતી હું તુજને એ ભયે,
ઘડીક દૂર થાતાંમાં તું ખોવાય જો.

ઈશ્વર જો આપે બળ મુજને એટલું,
ક્ષીણ ભુજામાં મારી તું સંતાય જો.
-રવિન્દ્રનાથ ટાગોર

વનમાં વાગી વસંતની વાંસળી -જયંત પાઠક

સ્વર : શ્રી જયદેવ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક

.

વનમાં વાગી વસંતની વાંસળી રે
મનમાં જાગી મળવાની આશ.
એકવાર આવીને કહાન ગોકુળમાં રે

સુના સુના કાલંદરીના કાંઠડા રે
કુંજમાં મુંગા કોયલ ને મોર
એકવાર આવોને કહાન ગોકુળમાં રે

કડીઓ વનની ઝૂરે વિયોગમાં રે
ઝૂરે ગોપી ને ગાયોનાં વૃંદ
એકવાર આવીને કહાન ગોકુળમાં રે

પ્રેમનાં કાચ તે તાંતણે બાંધિયા રે
તોડતાં હૈયું તુટે સત ખંડે
એકવાર આવોને કહાન ગોકુળમાં રે

રાસની રાતો રૂડી વહી જાય છે રે
નયણે નીત રે શ્રાવણ નેવ
એકવાર અવોને કહાન ગોકુળમાં રે

રોતી રાધાની લુછવા આંખડી રે
એકવાર આવો છબીલા છેલ
એકવાર આવોને કહાન ગોકુળમાં રે
– જયંત પાઠક

હરિ હરિ નિત્ય નામ સુમરણા – બ્રહ્માનંદ

ગાયક : ડો. પ્રભાતદેવ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક

.

હરિ હરિ હરિ નિત્ય નામ સુમરણા
ભવ સાગ૨ જલપાર ઉતરણાં

બિન હરિ સુમરે કોઈન ઉગરે,
પુનઃ પુનઃ પાજે જીવન મરણાં
જોજન ધ્યાવે પરંમપદ પાવે,
સુંદર વદન મનોહર ચરણા.

પલ મેં સારે પાપ નિવારે,
સકલ મનોરથ પૂરણ કરણા.
બ્રહમાનંદ દયાકે સાગર,
ભકત જનો કે સંબ દુ:ખ હરણા.
-બ્રહ્માનંદ

વર્ષો પછી તોરણ તૂટેલાં – મુકેશ માલવણકર

ગાયક : ગિરિરાજ ભોજક
સ્વરાંકન : જયદેવ ભોજક

.

વર્ષો પછી તોરણ તૂટેલાં એમણે જોયાં હશે
પત્ર વાંચીને પછી તો ખુબ એ રોયાં હશે

એટલે ફૂલો હવે ઝાઝું અહીં જીવતા નથી
એમણે તો આંગણમાં ઝાકળ વડે ધોયા હશે.

એક પરપોટો લીધો પકડી ઉતાવળમાં અને
લાખ દરિયાં હાથમાંથી એમણે ખોયાં હશે.

એ રડે છે રોજ મધરાતે હવે શાને અહીં
દૂરથી દીવા પરાયા ગામમાં જોયા હશે.

જિંદગી આખી ભલે નફરત કરી મુકેશથી
જોઈ રૂપાળી લાશને એ હવે મોહ્યાં હશે
-મુકેશ માલવણકર

તેરે દિદાર કે લિયે – બ્રહ્માનંદ

સ્વર : શ્રી જયદેવ ભોજક
સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
તાલ : દાદરા

.

તેરે દિદાર કે લિયે બંદા હૈરાન હૈ,
સુનતે નહી હો અરજ કયો દયા નિધાન હૈ

કાશી ગયા દુવારકા મથુરા મેં ફિર લિયા,
મિલા નહી મુજકો તેરા, અસલી મકાન હૈ

ફિરા તેરી તલાશ મેં જંગલ પહાડ મે,
દેખા નહિ તેરા કિસી, જગા નિશાન હૈ

પૂછા જો આલિમી સે તેરા દાસ કર પતા,
રહેતા હૈ તેરે પાસ યહ ઉનકા બયાન હૈ

કર મિહરકી નજર મુઝે અબ દરસ દિજીયે,
બ્રહમાનંદ તેરે ચરણ પે કુરબાન જાન હૈ
– બ્રહ્માનંદ

મારા નીરે ભરેલાં હરિ -મુકુંદ પારાશર્ય

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સંગીત,સ્વર – ડો.પ્રભાતદેવ ભોજક

.

મારા નીરે ભરેલાં હરિ તરસ્યાં નયન

આષાઢ ઉન્મુખ ચાતક પર,
સદય થયું નહિ સઘન ગગન

વ્યર્થ ગયું ધન જનમ જનમનું,
વિફલ ગયાં મારા સકલ કરણ

સ્વીકારો હરિ મંદિરિયે લો ,
પગથે રવડે મારા સહુ અરચન

આશા છે અનુભવ દો કેવળ,
અશરણનું હરિ, આપ શરણ.

સદય બનો હરિ તરસ છિપાવો ,
દરશન દો મુને લો ને ચરણ
-મુકુંદ પારાશર્ય

કવિશ્રી શોભિત દેસાઇ દ્વારા બે કવિને આદરાંજલી… કવિશ્રી જલાલુદ્દીન રૂમી અને મહાકવિશ્રી મિર્ઝા ગાલિબ


*Prog link*
https://youtu.be/aultO5Y4m1E

🌹 *આપણું આંગણું* 🌹
બ્લોગ આયોજિત
સ્વ. વિનુ મરચંટની સ્મૃતિને
સમર્પિત કાર્યક્રમ-૩

*કવિશ્રી શોભિત દેસાઇ દ્વારા*
બે કવિને આદરાંજલી…

કવિશ્રી જલાલુદ્દીન *રૂમી*
અને મહાકવિશ્રી મિર્ઝા *ગાલિબ*
(જન્મદિન 27 ડિસેમ્બર,
224મી જન્મજયંતી)

*YouTube Premier*
Date : *Sat 26 Dec*📍
🇺🇸 *USA*
Pacific: 8.30 am
Eastern: 11.30 am

🇮🇳 *India*: 10 PM રાતે

*કાર્યક્રમની અવધિ: સવા કલાક *

*Set Reminder* to get notification, when prog starts.

રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે -અબ્બાસઅલી તાઈ

સ્વરાંકન – શ્રી જયદેવ ભોજક
સંગીત – ડો.પ્રભાતદેવ ભોજક
સ્વર – પ્રભાતદેવ ભોજક અને નૂપુર મ્યુઝિક ક્લાસ. નડીઆદ

.

રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે
ગડગડ ગરજે વાદળ
આકાશી દરબારમાં ગુંજે છમ છમ છમ પાયલ પાયલ
રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે

ડોલે અવનિ સુગંધ સંગે
લીલી ચાદર ઓઢે
ઝીલમીલ ઝીલમીલ વહેતો વાયુ
સીમાડાને તોડી
ચમકી વીજળી તડાક દઈને
કરતી કોને ઘાયલ
આકાશી દરબારમાં ગુંજે છમ છમ છમ પાયલ પાયલ
રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે

ઝરમર બિંદુ વરસે એમાં, સિંધુના ઝબકારા
તરસ્યા મનની ઈચ્છાઓના, એમાં છે અણસારા
ચાલો ઝીલી લઈએ ખોબે આ આકાશી હલચલ
આકાશી દરબારમાં ગુંજે છમ છમ છમ પાયલ પાયલ
રીમઝીમ રીમઝીમ વર્ષા વરસે

-અબ્બાસઅલી તાઈ