ધ્રુવ ગીત ચેનલ ઉપર નવું ગીત માણો!
સ્વર : જનમેજય વૈદ્ય
.
બાર બાય બાર જેવી બાથરૂમો હોય ને પચ્ચી બાય ચોવીના ઓરડા
એવી મોટી મહેલાતુંને ટક્કર મારે તે મારા ચાર પાંચ નળિયાના ખોરડાં
ખોરડાંને આડ નહીં ફરતે દિવાલ નહીં નજરૂંની આડે નહીં જાળીયું
તક્તીમાં નામ જેવી ખોટી જંજાળ નહીં ચોપ્પન દિશામાં એની બારિયું
બંધન ગણો તો પણે આંબલીના ઝાડ હેઠ છોકરાએ ટાંગેલા દોરડા
ઘરમાં બેસું ને તોય સૂરજની શાખ દઇ ચાંદરણા તાળી લઇ જાય છે
કેમનું જીવાય કેવી રીતે મરાય એવી વાયરાઓ વાતો કહી જાય છે
એકવાર ફફડે છે હોઠ અને ગહેકે છે ભીંતે ચીતરેલ બધા મોરલા
-ધ્રુવ ભટ્ટ
સૌજન્ય:નીલા ટેલી ફિલ્મ્સ અને ધ્રુવગીત
Very warm large hearted song and extremely well sung. Thanks.
ખૂબ જ સુંદર રચના અને શબ્દો ની ગૂંથણી. વાહ મજા આવી ગ ઇ.
અત્યંત સુંદર રચના