કવિ : હર્ષદ ચંદરાણા
સંગીત-સ્વર: આશિત દેસાઈ
સહેજ અટકું ને પછી અંજળ લખું,
રોજ તારું નામ લઈ મૃગજળ લખું.
આ નદી દરિયો સરોવર વીરડો
શબ્દની આગળ બધું નિર્જળ લખું.
સાવ પીળું જીર્ણ છું હું પાંદડું,
આજ હુંય નીવ પર ઝાકળ લખું.
આજ ઘરને કોઈ દરવાજો નથી,
આગમનની યાદીમાં અટકળ લખું.
રાહ તારાં પત્રની જોયા પછી,
થાય કે મારા ઉપર કાગળ લખું.
***

