છઠ્ઠી વર્ષગાંઠ Special: ગમતા ગીતો

૧૨મી જુન ૨૦૧૨ એ ટહુકો.કોમની છટી વર્ષગાંઠ ગઈ. ખૂબ બધી શુભેચ્છાઓ અને અભિનંદન આવ્યા. આમારા તરફથી ટહુકો.કોમ ના બધા ચાહકોનો આભાર..!

થોડી મોડી મોડી તો યે – આ છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરીએ..! ટહુકોની ઉજવણીમાં દર વર્ષની જેમ જ – આ વર્ષે પણ થોડા ગમતા ગીતો/ગઝલો/ભજનો એવું બધું….! એમ નહીં કહું કે આ શ્રેષ્ઠ ગીતો છે – પણ આ એવા ગીતો છે કે જે આજે બીજા ગીતો કરતા પહેલા યાદ આવ્યા છે..! … થોડી એવી રચનાઓ જે વારંવાર સાંભળવી – મમળાવવી ગમે છે – અને સાથે ફરી એકવાર વહેંચવી પણ ગમે છે..!!

આશા છે – કે આવનાર વર્ષોમાં પણ આપ સૌનો એટલો જ પ્રેમ-સાથ-સહકાર મળતો રહે – અને ટહુકો આમ જ ટહુકતો રહે..!!

આ મોરપીંછનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો ‘જયશ્રી-અમિત’ના ગમતા ગીતો..  Hours of our favorite music without interruption..!! 🙂

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


૦૧ સખી! મારો સાયબો સૂતો – વિનોદ જોષી

૦૨ તમારા સમ – મુકુલ ચોક્સી

૦૩ કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – ડૉ. વિવેક મનહર ટેલર

૦૪ અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

૦૫ મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી – અનિલ જોશી

૦૬ આ નભ ઝૂક્યું તે કાનજી – પ્રિયકાંત મણિયાર

૦૭ એના ટહુકા સંભળાય તને સહિયર ? – હિતેન આનંદપરા

૦૮ સાંવરિયો રે મારો સાંવરિયો – રમેશ પારેખ

૦૯ એક હતી સર્વકાલીન વાર્તા – જગદીશ જોષી

૧૦ ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી

૧૧ ઘેલી વસંત આવી રે… – નીનુ મઝુમદાર

૧૨ Say Sorry, My Son! Say Sorry… – રઈશ મનીઆર

૧૩ મોરલા હો ! મુંને થોડી ઘડી – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

૧૪ વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન… – સુરેશ દલાલ

૧૫ એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ

૧૬ વાંસલડી ડૉટ કૉમ – કૃષ્ણ દવે

૧૭ જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

૧૮ તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

૧૯ એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

૨૦ પ્રભુએ બંધાવ્યું મારુ પારણું – મકરંદ દવે

૨૧ સાત સૂરોના સરનામે… – અંકિત ત્રિવેદી

૨૨ ના, ના, નહીં આવું, મેળે નહીં આવું… – હરીન્દ્ર દવે

૨૩ કહું છું જવાનીને, પાછી વળી જા ……. – અવિનાશ વ્યાસ

૨૪ મારી વેણીમાં ચાર ચાર ફૂલ – અવિનાશ વ્યાસ

૨૫ પંખીડાને આ પીંજરુ – અવિનાશ વ્યાસ

14 replies on “છઠ્ઠી વર્ષગાંઠ Special: ગમતા ગીતો”

 1. Dinesh Pandya says:

  વર્ષગાંઠની આવી ગમતીલા ગીતોની ગમતીલાં શબ્દ-સૂરની ઉજવણી કરવા બદલ
  આભાર અને અભિનંદન

  દિનેશ પંડ્યા

 2. Fulvati Shah says:

  જયશ્રિબેન,
  અભિનન્દન.
  ફુલવતિ શાહ.

 3. mahesh dalal says:

  ખુબ આભર મન્પસન્દ ગિતો રજુ કર્વા બદલ્

 4. rakesh says:

  તમે મુકેલા બધા ગીતો બહુ સરસ

 5. suketu says:

  Dear Both

  Thousand congratulations for me. Tum Jio HazarO sal, sal ke din ho pacchas Hazzar. Best wishes once again on completion sixth Birthday.

 6. yogesh pandya says:

  congrats on this occasion –it is very difficult to get now a days gujju poems -literature and day by day even gujju ppl are just speaking hindi/marathi in mumbai so this is only medium to console our self –extremely thankful as I took my high school medium in gujarati and i was scoring 85/100 which was record –and i love gujarati –English is a language for trading and can not satisfy heart/mind —-lot of thanks

 7. Maheshchandra Naik says:

  ગમતા ગીતોની રમઝટ માણવાની મઝા આવી ગઈ, આભાર, શ્રી જયશ્રીબેન્……………

 8. vimala says:

  ગમતીલા ગીતોની સુરાવલીઓ રેલાવીને રસતરબોળ કરવા બદલ આભાર.

 9. kamlesh, toronto says:

  ઝાકમઝૉળ્….મઝા મઝા આવી

 10. Niranjan Shastri says:

  ખુબ ખુબ અભિનનદન્ ગુજરાતિ ગિતો જે નહિ પન ગુજરાતિ ભાશા ને જિવતિ અને જાગતિ રાખવા , યાત્રા મા સહભાગિ રાખવા રુનિ – યાત્રા આવિરત ગતિશિલ રહે તે પ્રાર્થના- નિરન્જન શાસ્ત્રિ

 11. Ullas Oza says:

  બધા જ ગીતો ઍટલા સરસ છે કે ઘડી ઘડી સાંભળવાનુ મન થયા કરે.
  ગુજરાત અને ગુજરાતીનુ ગૌરવ સાચવવા બદલ આભાર.
  આજે ૬ વર્ષ પૂરા કર્યા – ખૂબ ખૂબ અભિનંદન.
  વર્ષો સુધી આવી પ્રવૃત્તિ કર્યા કરો તેવી પ્રભુને પ્રાર્થના.
  ઉલ્લાસ ઓઝા

 12. meghbindu says:

  વ્રરસાદી ગીતોએ અમ્ને ભિન્જ્વી દિધા
  -મેઘ્ બિન્દુ

 13. vihar majmudar vadodara says:

  ગુજરાતી ભાષાને જીવંત રાખવા સાથે તેને વિશ્વફલક પર મુકી,લાખો ગુજરાતીઓની ચાહના મેળવનારા ટહુકાને ખુબ ખુબ અભિનન્દન !

  ચિન્મયી અને વિહાર મજમુદાર ,વડોદરા

 14. rita jhaveri says:

  thanks jayshreeben,
  all the songs are perfect for listning again & again.
  when I hear about “DAGLO” programme in BAY AREA ETC.& what you contribute is amazing & we appreciate how you help us stay in touch with gujarati poems etc.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *