તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

શોભિત દેસાઇ આ ગીતની શરૂઆતમાં જ કહે છે એમ – ખોટું લગાડવાનો પણ એક અલગ જ મહિમા, એક અલગ જ મઝા છે. ખરેખર તો કોઇને ખોટું લાગશે એ ખબર હોવા છતાં ‘એમાં હું શું કરું’ કરીને ખસી જવાની મઝા એટલા માટે છે કે કોઇને ખોટું લાગે તો જ તો એમને મનાવવાનો લ્હાવો મળે ને? અને ખોટું લગાડનાર પણ કોઇ મનાવશેની આશા સાથે જ રીસાતા હોય છે. ખબર જ હોય કે કોઇ નથી મનાવવાનું, તો કોઇ ખોટું લગાડે ખરું?

લયસ્તરો પર ઘણા વખત પહેલા વાંચલું ત્યારથી ઘણું જ ગમી ગયેલું ગીત.. અને હમણા થોડા વખત પહેલા એ સંગીત સાથે જડી ગયું..

અને આ સ્વરાંકન અને ધ્વનિત જોષીનો સ્વર એટલો ગમી ગયો કે સવારથી (એટલે કે છેલ્લા ૩ કલાકથી) આ ને આ જ ગીત સાંભળી રહી છું. તમને ગમે કે ન ગમે તો એમાં હું શું કરું? મને ગમ્યુ એ વહેંચવાની ટેવ… 🙂

જોતજોતામાં બસ એ રિસાઇ ગઇ, પણ દૂરના જઇ શકી મારાથી એ
ફેરવી તો લીધું મોઢુ છણકો કરી, પીઠથી પીઠ તો પણ અઢેલી હતી

– શોભિત દેસાઇ
( આ ગઝલ પંકજ ઉધાસના સ્વરમાં અહીં સાંભળી શકો છો )

સ્વર- સ્વરાંકન : ધ્વનિત જોષી

(મને આછકલું અડવાની ટેવ….   Photo from Flickr)

* * * * * * *

This text will be replaced

તને ખોટું જો લાગે તો હું શું કરું?
મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
તને ભીનું ન લાગે તો હું શું કરું?
મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
મને ઊછળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
તારે કહેવી હો હા ને તોય તું શું કરે
તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

Love it? Share it?
error

39 replies on “તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા”

 1. Kamlesh says:

  તારે કહેવી હો હા ને તોય તું શું કરે
  તને ના રે ના કરવાની ટેવ……….સરસ રચના

 2. જય પટેલ says:

  મને તો તમારી મનાવવાની ટેવ ગમી
  પણ હું તો મારી કુટેવોનો બંધાણી
  તમને ગમે કે ના ગમે….હું શું કરૂ….?

  વાહ..આજનું ચુલબુલું ગીત ગમ્યું.
  આભાર.

 3. સરસ ગીત..સ્રરસ સ્વરાંકન

 4. sapana says:

  સરસ ગીત.
  સપના

 5. Maheshchandra Naik says:

  સરસ ગીત, ” તને ખોટુ લાગે તો હું શું કરુ? ” સરળ શબ્દોમા કવિશ્રી પ્રેમિકાને કહેવા જેવુ બધુ કહી દે એ વાત બહુ ગમી જાય એવી છે…..

 6. કેતન રૈયાણી says:

  બહુ જ મજા પડી…

 7. M.D.Gandhi, U.S.A. says:

  “અલ્લડ હવા”ની જેમ નવી ટાઈપનું આ અલ્લડ-બહુ બોલકું સરસ ગીત છે. મજા આવી ગઈ.

 8. Pinki says:

  મસ્ત ગીત… !!

 9. Lalit Mistry says:

  મને કોરુંકટ રડવાની ટેવ

  સરસ ગીત …..
  ગઇ કાલે રીસાઈ ગયેલી મારી પ્રેમીકા ને મનાવવા માટે સરસ કામ આવ્યુ.

  ધન્યવાદ જયશ્રીબેન……

 10. Govind Maru says:

  સરસ ગીત.
  મઝા આવી..

 11. રમેશ પંચાલ says:

  જયશ્ર્્ેીબહેન
  ખુબજ સરસ રચના મુકવા બદલ આભાર.

 12. સુંદર ગીત… હળવો હળવો લય અને એવું જ મધુરું સંગીત… મજાની ગાયકી..

 13. સરસ હળવાશ ભર્યું ગીત અને ગાયન.

 14. indravadan vyas says:

  સરસ કાવ્ય.આ ખાસ ગમ્યુ.હિતેન આનંદપરાને અભિનંદન.

  હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
  અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
  તારે કહેવી હો હા ને તોય તું શું કરે
  તને ના રે ના કરવાની ટેવ.

 15. paresh trivedi says:

  બહુ મસ્ત ગીત છે

 16. Rajesh Vyas says:

  Wow Jayshree !!!

  Its just excellant and outstanding !!!! Khotu lagadi ne khasi javani maza j kayink aur chhe !! Gr8 !!

  Regards
  RAJESH VYAS
  CHENNAI

 17. P Shah says:

  સુંદર ગીત !

 18. chintan maniar says:

  વાહ વાહ..
  હિતેન આનંદપરા ને ખુબ ખુબ અભિનંદન હ્દયની વાત આટલી સરળતા થી લખી અને આવિ સરસ મજાની રચના માટે…
  ખરેખર આ site પર કવિતાઓ વાંચવાની બહુ મજા પડી જાય છે… ઘર થી આઘા હોવા નો અહેસાસ નથી થતો..

 19. keshavlal says:

  very good songs

 20. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ says:

  ડ્રાયક્લીનીંગ ઈસ્ત્રીટાઈટ કપડા પહેરાવીને બહાર વરસાદમાં મોકલીને હિતેનભાઈને આનંદ આવતો લાગે છે.ચાલો,કવિ છે એટલે ચલાવી લઈએ.
  બાકી રચના બહુ મજાની હોં!

 21. ખૂબ જ મજાનું નખરાળું ગીત… ધ્રુવપંક્તિ જ એટલી સરળ અને મજાની થઈ છે કે… વાહ… હિતેનભાઈને ખાસમખાસ અભિનંદન આપ્યે જ છૂટકો..

 22. અને કમ્પોઝિશન માટે, ધ્વનિતને પણ…!

 23. daulatsinh gadhvi says:

  મને ખુબ ગમ્યુ…અભિનન્દન્…

 24. Ratnesh Joshji says:

  what an admirable and romantic song……….Can i get Hiten Anandpara’s contact no……………

 25. Douce Shukla says:

  વાહ્ બહુ સરસ ગિત છે! શુ ગાયુ છે!! મઝા આવિ ગયિ. ઇત ઇસ હારદ તુ રાઇત ગુજ્ર્ર્ર્ર્રાતિ ઇન ઇન્ગ્લિસ કેી બોર્દ
  વાહ ધવનિત ભાઇ!!!
  લિ. દુસ

 26. તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
  મને ઊછળતા દરિયાની ટેવ.

  બોલો?

  • DIPSINH VALA says:

   સાહેબની દરિયાદીલી પર પ્રેમીકાને બધાથી અલાયદુ , એકલુ સિમીત રહેવુ છે..

 27. Tejal says:

  આ ગેીત સાભનવા નેી મજા જ કાઇ જદેી છે

 28. Kinnar says:

  what a song!!! classic…

 29. salil says:

  maree vahali ne vnchavu…..tena shabdo hoy tevo anubhv thayo

 30. Bijal says:

  mind bloying

 31. leena bhatt says:

  હિતેનભાઇ ખોટુ તો મને પણ બહુ જ લાગે હો! પણ આવુ કોઇ ગાઇ દે તો તો ….. ઓહો!…..

 32. ritu says:

  “હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
  અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
  તારે કહેવી હો હા ને તોય તું શું કરે
  તને ના રે ના કરવાની ટેવ.”

  આ રચના સાંભળી તો ખોટું લગાડવાનુ મન થઇ ગયુ ..

 33. Ashish Hande says:

  આછકલું નો મતલબ શુ થાય્? Please any one know , den please post. Thanks in advance.. 🙂

 34. Douce says:

  It means ‘THODU’ Ii is indeed a beautiful composition.

 35. dipti says:

  ખૂબ જ મજાનું નખરાળું ગીત…

  રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
  ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?

  સરસ…

 36. virah says:

  Very nice……………….

 37. સતિષ મહેતા says:

  ખૂબ ખૂબ સુંદર કવિતા મન મસ્ત હુઆ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *