મારી વેણીમાં ચાર ચાર ફૂલ – અવિનાશ વ્યાસ

સ્વર : હેમા દેસાઇ

raat rani

.....જાણે પેલું રાતરાણી ફૂલ !

.

મારી વેણીમાં ચાર ચાર ફૂલ,
અંબોડલે સોહે, સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,
જાણે મારા સસરાજી શોભતા
જાણે પેલું મોગરાંનું ફૂલ
એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો
ગંભીરને સૌમાં અતુલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

બીજું ફૂલ,
જાણે મારા સાસુજી આકરા
જાણે પેલું સૂર્યુમુખી ફૂલ
સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા
સાંજ સુધી કાઢતું એ ભૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ત્રીજું ફૂલ
જાણે મારી નણંદ પેલી નાનકી
જાણે પેલું ચંપાનું ફૂલ
જ્યારે જુઓ ત્યારે ફૂલ્યું ને ફાલ્યું
મસ્તીમાં રહેતું મશગૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

ચોથું ફૂલ
જાણે મારા હૈયાના હારનું
જાણે પેલું રાતરાણી ફૂલ
દિવસેના બોલે એ મોટાના માનમાં
રાતડીએ બોલે બૂલબૂલ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

33 replies on “મારી વેણીમાં ચાર ચાર ફૂલ – અવિનાશ વ્યાસ”

 1. neetakotecha says:

  kurban jaishree ben

 2. harshad jangla says:

  રાતડી એ બોલે બુલબુલ….
  જૂનું તે સોનું
  આભાર

 3. પંચમ શુક્લ says:

  દિવસે ના બોલે એ મોટાના માનમાં
  રાતડીએ બોલે બૂલબૂલ

  Ends with the punchline!
  Nice falk song.

 4. Wah wah jayshreeben, tame nahi mano aa geet mane ketlu pasand chhe ….mari pase aa geet hatu but some how I lost it, and I have found it here…..thank you very very much….. 🙂

 5. sujata says:

  sambandho nu gyaan gammat sathe pirsayu che ….bahuj maja aavi…….

 6. SV says:

  thanks for the lyrics and audio. enjoyed.

 7. HARSHVADAN MEHTA says:

  અદભુત્ !!! , સન્યુક્ત કુટુમ્બ નુ કેટલુ અદભુત નીરુપણ છે ?
  આવા દીવસો પાછા આવશે ?
  god bless u jayashreeben.

 8. Parvin Shah says:

  સુંદર લોકગીત એક નવા સ્વરમાં! ખરેખર,
  આ ચાર ફૂલની મહેંકથી જીવન ગુલશન બની જાય!
  આભાર.

 9. Hansa says:

  Great website and great song selection.

  I am looking for Ganesh Puja bhajans and wedding songs.

  Thank you, Hansa

 10. Dhananjay Shah says:

  મારા ધારવા પ્રમાને આ ગેીત શ્રિ અવિનાશ વ્યાસ નુ ચ્હે.

 11. jyoti says:

  For a long time I wanted to listen to the whole song. You have made my day. thank you.

 12. HEENA says:

  MIND BLOWING VERY GOOD SITE THANKS.

 13. rajan patel says:

  this song is having problem.

 14. Kirtikumar says:

  જયશ્રિબેન્ આ ગિ ત સમ્ભલાતુ નથિ

 15. Jayshree says:

  Corrected.
  Thank you…

 16. Jitu Rathod says:

  Very nice.Its a nostalgia of typical Gujarati joint family which once was a full of love and undrestanding.But somehow I could not listen to the last stanza of this nice song.Thanks jayashree once again

 17. Amit Panchal says:

  A best Song I listen ever.

 18. BANSI says:

  WOOOOOOOW
  ITS TOO GOOOOOOOOOOOD. I LIKE IT SOO MUCH.GOOD YOUR COLLECTION IS VERY NICE. KEEP IT UP

 19. Hitesh Mehta says:

  prem ni pribhasa… kutumb bhavana.. shabdo ma chalkai che.. wah.. ratdi bole ramjam…

 20. Shaifa Hirani says:

  Thank you so much, I have sent this to my mum who is in US and i m sure she will enjoy it. Thank you once again.

 21. falguni says:

  there is a mistake-gambhir ne sahu ma chatur-not atul

 22. falguni says:

  second mistake-jyare juo tyare fulyu ne falyu-not khilyu ne falyu

 23. જાણે મારા હૈયાના હારનું
  જાણે પેલું રાતરાણી ફૂલ
  દિવસેના બોલે એ મોટાના માનમાં
  રાતડીએ બોલે બૂલબૂલ
  મારી વેણીમાં ચાર ચાર ફૂલ…

  કોઇ શબ્દો નથી…………..ફક્ત સાભડો………..

 24. હંસા દવેના અવાજમા આ ગીત સાંભળ્વુ હોય તો અહીયા મળ્શે. http://krutesh.blogspot.com/2010/02/blog-post_7061.html

 25. આ ગિત મેઁ ઘણા લાઁબા સમય બાદ સાઁભય્રુઁ. આભાર. આ ખુબજ સુઁદર ગિત સાઁભરિને આનઁદ થયો. શબ્દો પણ સારા હતા અને હેમાબહેનના અવાજમાઁ હોય ઍટલે સોનામાઁ સુગઁધ ભળિ.
  જયશ્રિબહેન થેન્ક્યુ વેરિ મચ.

 26. usha says:

  ઘણી જ સુંદરચનાનુ લયબદ્ધતા સાથે સંગીતે મઢ્યું વેણીનું ફૂલ માણવાની મઝા આવી.

 27. Jayanti Chavda says:

  very old and song and the charm is still as old as gold

 28. daksha says:

  શુ સરસ ભાવ અનેતાલ સન્ગિત્!!સહુ મા એક્ નમ્બર પ્રિયતમને જાય્.સાભલ્યા જ કરિએ એવુ થાય્…..અદભુત્….અદભુત્…. દિલને ટ્ચ થાય તેવિ ભાશા …..આભાર …ખુબ ખુબ આભાર

 29. Kankshit says:

  શુ ફિલ્મ નુ ગિત છે?

 30. હેમાબેન ,આવુ સન્ગિત ,સુન્દેર્,અતિ સુન્દેર્,ભગ્વાન તમ્ને શક્તિ આપ એજ પ્રાથના

 31. tia says:

  અતી સુન્દર રજુઆત, અદભૂત શબ્દ રચના અને મનમોહક સ્વર,હેમા દેસાઈ ને ઈશ્વરે મજાનો કંઠ​ આપ્યો છે. જયશ્રી બહેન આવી મજાની રજુઆત બદલ તમે પણ જશના હકદાર બનો છો. ખૂબ​-ખૂબ આભાર

 32. Ashok Sumad says:

  Wow what a site this is. Fantastic. Keep it up.
  Hats off.

 33. pratima says:

  સુન્દર ગીત. ભુતકાળ યાદ આવી ગયો. આભર જયશ્રેીબેન્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *