ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) - રમેશ પારેખ

મોરપિચ્છ પર પહેલા ફક્ત શબ્દો સાથે રજુ થયેલું ગીત, સ્વર - સંગીત સાથે ફરી એકવાર.

—————————

કોઇને ‘ oh no… not again…!! ‘ એમ કહેવાનું મન થાય, એવી રીતે આજ કલ મોરપિચ્છ અને ટહુકા પર સરખા લાગતા, કે પછી એક સાંભળતા બીજું યાદ આવે એવા ગીતો મુકુ છું. આજે પણ કંઇક એવું જ… રમેશ પારેખનું આ ગીત તો ઘણાં એ સાંભળ્યું જ હશે. સોલી કાપડિયાના ‘તારી આંખનો અફીણી’ આલ્બમમાં પણ એ ખૂબ જ સુંદર રીતે સ્વર અને સંગીતબધ્ધ કરાયું છે.

‘ હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !’ અને ‘ તમે માછલી માગો ને અમે દરિયો દઇએ’ … બોલો, છે ને એક સાંભળો અને બીજું યાદ આવે એવા ગીતો ?

સ્વર : વિભા દેસાઇ

This text will be replaced

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

એક વર્ષ પહેલા : Site Guide

32 comments to સાંવરિયો રે મારો સાંવરિયો (વ્હાલબાવરીનું ગીત) - રમેશ પારેખ

  1. વિવેક
    October 21st, 2006 at 12:17 pm

    તમારો સમાનદર્શી કાવ્યોનો અભ્યાસ દાદ માંગી લે તેવો છે… અભિનંદન…

  2. Urmi Saagar
    October 21st, 2006 at 6:49 pm

    કાલે જ અહીં દિવાળીનાં પર્વ નિમિત્તે યોજાયેલાં કાર્યક્રમમાં વિભાબેન દેસાઇનાં કંઠે આ ગીત સાંભળવું ખૂબ જ ગમ્યું !!!!

  3. JANANTIK
    January 26th, 2007 at 11:44 am

    થેક્સ દોસ્ત , તારી મસ્ત સાઈટ માટે.

  4. harshad jangla
    May 16th, 2007 at 4:58 pm

    ફરી ફરી સાંભળવો ગમે એવો સ્વર

  5. Shah Pravin
    May 16th, 2007 at 7:43 pm

    ‘ oh no… not again…!! ‘
    Sure, we will not say!
    A lovely poem!
    Today you have celebrated Ramesh Parekh’s Day!
    Lot of thanks.

  6. ઇન્દ્રવદન મિસ્ત્રી
    May 16th, 2007 at 7:52 pm

    આજથી શરુ થતા અધિક માસ - પુરુષોત્તમ માસ - માં ટહુકોના મુલાકાતીઓને અપેક્ષાથી કૈક અધિક આપવાનું જયશ્રીએ નક્કી કર્યું લાગે છે.

    સાંવરિયો રે મારો સાંવરિયો
    હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

    ખરેખર એક સુંદર રચના, અને એટલોજ સુંદર વિભા દેસાઇનો સ્વર.

    ઇન્દ્રવદન મિસ્ત્રી

  7. વિવેક
    May 17th, 2007 at 12:57 am

    ક્યારેક પુનરાવર્તનનો પણ અદકેરો આનંદ આવે છે…. આભાર…

  8. Shah Pravin
    May 17th, 2007 at 3:05 am

    વર્ષો પહેલા કાલિન્દી પરીખે લીધેલી રમેશ પારેખની મુલાકાત અહીં આપું છું–
    નામ- રમેશ પારેખ
    પિતાનું નામ- મોહનલાલ ઝવેરભાઇ પારેખ
    માતાનું નામ-નર્મદાબેન
    પત્નીનું નામ-રસીલા
    સંતાનોના નામ-નેહા(પુત્રી), નીરજ(પુત્ર)
    પ્રિય લેખકોના નામ- હું કૃતિનિષ્ઠ ભાવક છું. વાંચું છું એમાંથી જે ક્ષણે જે કૃતિ ગમી જાય તે સર્જક મારો પ્રિય લેખક બની જાય છે, એટલે મારા આ વિધાનનો એવો પણ અર્થ થઇ શકે કે બધા સર્જકો ગમે છે. સારું લખે તે પ્રિય જન છે.
    શોખ- સાહિત્ય, સંગીત, ચિત્રકલા અને એવા ઘણા બધા શોખ, જે આનંદનો અનુભવ કરાવે. પણ હવે કેટલીક અંગત મર્યાદાને લઇ બધી જ પ્રવૃત્તિઓમાં યોગ્ય સમય ફાળવી શકતો નથી.
    ઇશ્વર અંગેની માન્યતા- ઇશ્વર હોવો જ જોઇએ એવી ર્દઢ પ્રતીતિ છે. નહીંતર આ માણસ જાતની વૃત્તિઓને નિયંત્રિત કરે છે કોણ? પરંતુ ઇશ્વર છે જ - એવી પ્રતીતિ થવી બાકી છે; પરંતુ હું આ બાબતમાં positive છું - મેં એકપક્ષી સ્વીકાર કરી લીધૉ છે કે ઇશ્વર છે. હવે ઇશ્વરનું કામ છે કે એણે પોતાના હોવાની પ્રતીતિ મને કરાવવી!
    પ્રેરણામૂર્તિ- મૂર્તિ શબ્દ પોતે જ ચેતનાનો અભાવ સૂચવે છે. જીવતોજાગતો પ્રત્યેક માણસ પ્રેરણાસ્ત્રોત છે. સાહિત્યને જીવનસમગ્રનું પ્રતિબિંબ માનીએ તો જીવન સમગ્ર કોઇ એકમાં જ સમાઇ જતું નથી. આ બહુરત્ના વસુંધરાને પંચેન્દ્રિયપૂર્વક જેટલું સ્પર્શાય, સમજાય તેટલું ગ્રહણ થાય, આપણી શક્તિમર્યાદા અનુસાર એ સર્જનની પ્રેરણા બને છે. આવી મારી સમજણ છે.
    ***

  9. વિવેક
    May 17th, 2007 at 4:42 am

    આભાર, પ્રવીણભાઈ!

    ટહુકો.કોમ પર છેલ્લી પાંચ પોસ્ટ ર.પાની છે…. આજે ર.પા.ની પ્રથમ શ્રદ્ધાંજલિ છે… ર.પા.ને સુંદર શબ્દો અને સુમધુર સ્વરો વડે યાદ કરાવવા બદલ આભાર…

  10. Himanshu Zaveri
    May 17th, 2007 at 5:02 am

    ઘણી સરસ રચના, અને તેવુ જ સરસ રીતે ગવાયેલ ગીત. thanks for repost it.

  11. Girish
    May 17th, 2007 at 12:09 pm

    Second stanza…

    “Koi puchhe ke ghar taru kevadu”

    Last stanza…

    “Mara valamji nu”"

  12. s.vyas
    May 17th, 2007 at 3:33 pm

    Thanks, Jayshree. How could we say “not again” when we ourselves choose to read and listen to so many of our favorite creations on your ‘tahuko’, again and again?! Thanks also to Pravinbhai, for posting the interview.

  13. gargi
    May 17th, 2007 at 10:28 pm

    Thank u so much Jayshree.enjoyed like anything .as soon as i recd ur mail .i started listening this song .and must hv listen this 4 atleast 15 times by now.heard this song in Aarti Munshi voice but today first time heard in vibha desai voice .liked it
    thank u so much once again.tahuko channel for me is like drinking tea when u want energy .as i donot drink tea i log on to tahuko.

  14. jigar
    May 17th, 2007 at 11:17 pm

    શાહ પ્રવિનભાઈ રમેશભાઇ નો ઇનટરવ્યુ ગમ્યો.

  15. Kaushik
    May 18th, 2007 at 1:11 am

    best “geet” of tahuko….. posting first time….
    Impressed with site….Congrats……
    Thanks a lot !

  16. Zalak Vyas
    May 18th, 2007 at 9:15 am

    આપનો ખુબ-ખુબ આભાર.

    shanidbest17@gmail.com

  17. MONALI
    May 18th, 2007 at 10:28 am

    great… thanks for this song…

  18. s.vyas
    May 20th, 2007 at 6:15 am

    આજે ‘લયસ્તરો’માં વિવેકભાઈએ લખેલો, રમેશભાઈ પારેખનો ઉચિત ચારિત્ર્યલેખ વાંચ્યો. આભાર, વિવેક્ભાઈ.

  19. Radhika
    May 22nd, 2007 at 12:38 pm

    તમારો ખુબ ખુબ આભર … યાદ રાખિ ને ગિત મોકલવ્યુ તે માતે..
    i cant express my feelings in words.. but thx a lot..

  20. jay
    September 12th, 2007 at 8:57 pm

    hi ..this is jay from canada….my honor n regrads to all of u….saavaryo re maro savariyo…simply heart touching n completly dedicated voice…
    real great..thks for launching these type of songs in our mouther toungue.
    jai shree krishna
    jay

  21. chaitali
    November 21st, 2007 at 11:46 pm

    thaks a llllllllllllllllllllllllot ….
    i m dying to here this song….
    and i find this…
    very nice site…. thanks again.

  22. DAXA
    March 19th, 2008 at 1:51 am

    Hello Jayshreeben

    I would like to listen this song with lyrics if it is posible. Song is “lal rang na laheraniya ne mathe lili choli, hal ne bhabhladi sange range ramiye holi….
    I don’t know if it is movie song or not I don’t have detais. Thank you
    daxa

  23. Swati
    March 31st, 2008 at 10:25 pm

    શબ્દો નથેી કે કેવુ લાગ્યુ આ ગેીત , તે વર્નવવા માતે…. અદ્ભુત્.. ખુબ જ સરસ ગેીત …દેીલ બાગ બાગ થઈ ગયુ

  24. Drs.Mehta.
    April 14th, 2008 at 10:45 am

    Thanks Jayshree,
    We miss Ramesh Parekh.
    Hansa and Nagin.

  25. Amit N. Trivedi
    June 20th, 2008 at 7:22 pm

    For the benefit of some who would like to know the history of this song:
    originally this song was written by “ર.પા.” for a Gujarati film (my memory fails me. was it “Kashi no dikro”? I don’t recollect)
    આ ગીત અડધી રાત્રે,
    અમદાવાદ નાં ગીતમંદીર બસ સ્ટેડ ઉપર,
    બસ ની ટીકીટ પાછળ,
    લખાયેલું;
    The playback in the origian film song was given by ASHA BHONSLE. Never got to hear that track. Any one has got that version???
    Some day wish to hear that version too.
    - અમિત ન. ત્રિવેદી

  26. dipali
    August 11th, 2008 at 4:21 pm

    I am very much thankful to site for a lovely song.But it’s not audible..can u do something??

  27. khagen
    May 24th, 2009 at 6:41 pm

    ખુબ જ સરસ… અતિ સુ્ન્દર..

  28. Hetal
    July 21st, 2009 at 12:00 pm

    ખુબ જ સરસ સબ્દો અદભુત
    આખો મા આસુ આવિ ગયા

  29. vipul purohit
    August 12th, 2009 at 12:59 pm

    સુન્દર.

  30. અમે એવા છઇએ - સુરેશ દલાલ. | ટહુકો.કોમ
    October 1st, 2009 at 6:20 am

    [...] રમેશ પારેખનું પેલુ ખૂબ જાણીતું “વ્હાલબાવરીનું ગીત - હું તો ખોબો માગું … ” યાદ ન આવે એવું બને [...]

  31. vimal
    November 24th, 2009 at 8:11 pm

    જ્યારે પન સાન્ભરો એક નવો એહસાસ

  32. vimal
    November 24th, 2009 at 8:14 pm

    મારિ પાસે આ સોન્ગ ૬ અને હુ રોજ એક્વાર સામ્ભ્રુ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>