પ્રભુએ બંધાવ્યું મારુ પારણું – મકરંદ દવે

ગઇકાલે સવારથી બસ આ ને આ જ ગીત યાદ આવ્યે જાય છે..! એક ખૂબ જ વ્હાલી સખીને ત્યાં ‘વ્હાલનો દરિયો’ આવ્યો..! અને આજે એની એક નાનકડી ઝલક જોવા મળી, તો એ ફોટા પરથી નજર ના હટે.. ખરેખર જાણે નભથી પધારેલી નાનીશી તારલી..!

તો મને થયું – એ જ ‘ખુશી’ માં – તમને પણ આ મઝાનું ગીત ફરી એકવાર સંભળાવી દઉં..! ગમશે ને? 🙂

————————

Posted on : March 8, 2009

આજે 8th March – International Women’s Day..! અને એક સ્ત્રીના અલગ-અલગ સ્વરૂપોમાં સૌથી વ્હાલું – અને દરેક સ્ત્રીના જીવનની પ્રથમ ભૂમિકા એટલે – દીકરી..!

આમ તો દીકરી વિષે સાહિત્યમાં – કવિતાઓમાં ઘણું લખાયું છે, લખાતું રહેશે… (કદાચ દીકરાઓ એટલા નસીબનાર નથી એ બાબતમાં !! 🙂 ) કન્યા વિદાયની વેદનાના પણ કેટલાય ગીતો/કવિતાઓ મેં સાંભળ્યા/વાંચ્યા છે..! પરંતુ – આજે સાંભળીએ મકરંદ દવેની કલમે લખાયેલું આ દીકરીની વધામણીનું ગીત..! ગમશે ને? Happy Women’s Day to everyone…!! 🙂

સ્વર : અમર ભટ્ટ, ગાર્ગી વોરા
સંગીત : અમર ભટ્ટ

.

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,
પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ,
અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ,
પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,
વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,
દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,
કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,
આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,
આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

– મકરંદ દવે

34 replies on “પ્રભુએ બંધાવ્યું મારુ પારણું – મકરંદ દવે”

 1. સુંદર રચના…

  • Mr.Jagdishkumar L Amin says:

   ૅWE ALL ARE VERY PLEASE TO HEAR YOURS WONDERFUL NICE SONG AND WE HOPE THAT YOU WILL CARRY ON TO P-LESE TO ALL IN THE FUTURE.

 2. JAYKANT JANI says:

  સુંદર રચના
  પારકા ઘરે રહી ને બાપ ની ચિન્તા કરે તે દિકરિ
  પોતને ઘરે રહી ને બાપ્ ની ચિન્તા વઘારે તે દિકરો
  જયકાન્ત જાની

 3. શ્રી મકરંદ દવેની કસાયેલી કલમમાંથી શબ્દો સરી પડ્યા…
  નભથી પધારી મારી તારલી રે લોલ…
  વિસ્મયતાથી ભરેલું કવિનું ભાવજગત જ્યારે કલમથી ઉઘડે ત્યારે આવી સુંદર કાવ્યરચના નિતરે…

  કવિએ અહિં દિકરા-દિકરીની સરખામણી કરી નથી તેથી તેની ચચૉ ટાળવી જોઈએ…
  બાકી તો આજ તારલી આજના સામાજિક પરિવતૅનના યુગમાં પિતાના અગ્નિસંસ્કાર કરવા સ્મશાન સુઘી જતી થઈ છે…અને દિકરાઓ (અને પુત્રવધુઓ) માતાપિતાને ઘરડાઘર માં મુકી આવી જલસા કરે છે..!!

 4. ashalata says:

  સુન્દર રચના

 5. manvant says:

  સર્જક અને સંગીત બન્ને ખૂબ જ ગમ્યાં .
  આભાર બહેના !

 6. darshana says:

  બહુ જ ગમ્યુ, આ સોન્ગ હુ મારિ દિકરિ ને હાલરડા મા ગાઈશ. આભાર આવા સરસ ગાયન માટૅ…

 7. BHARAT DAVE says:

  i am in usa and love this website..give me a feelings of back home and can go into gujarati sahityan’s mahasagar.
  IAM KEEN TO GET LYRICS OG GUJARATI KAVITA…

  MITHI MATHE BHAT ..THIS WAS OUR KAVITA IN A GUJARAT VIDYAPITH VANCHANMALA IN 5-6TH GRADE. AROUND 1955. I WAS IN NAVJIVAN PRESS TO GET THE PATHAMLA BUT UNFORTUNATELY IT’S NOT THERE.. IF JITUBHAI DESAI CAN REMEMBER DURING HIS SCHOOL IN VIDYAPITH.. HOW CAN WE GET THOSE BOOKS.. IF CAN BE HELPED..

 8. Hiten A Dalal says:

  I recommend this album, I put my professional engineers stamp on it. I cherished it. Must keep for all lovers of Gujarati Language and lover of music.

 9. I was extremely lucky to hear this song in Amarbhai’s great voice in Gandhinagar recently. I have only one daughter and I appreciate the poet and the composer/singer for this great gift to Gujarati language/music. Thank you Amarbhai for such great song selection, thank you Makrandbhai for fantastic poetry and thank you Jayshreebehn for making it available online to all of us.

  Tarsya Jano Khubaj Ashish Aape Chhe…Tahuka Kari Kari Ne…

  Regards.

 10. shivanimayank says:

  કવિએ દિકરી નુ બહુજ સુન્દર અને સચોટ વર્ણન કર્યું છે ….’ઝીણી જ્યોત’, ‘અદકા અજવાળા એની આંખમાં’, ‘ઉગમણૅ પ્હોર રતન આંખનું’ અને ‘આથમણી સાંજે અજવાસ’….ધન્ય છી દીકરીઓ….

 11. Himali says:

  કન્યા તો તેજની કટાર રે,
  Very True…Lovely Composition

 12. mukesh says:

  હ્રદય સ્પર્શી….

 13. જયેન્દ્ર ઠાકર says:

  ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,
  આથમણી સાંજે અજવાસ રે,
  અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

  મકરંદભાઈની આ રચના ઘણી મીઠડી છે. તેને સાભંળતા આજે વર્ષો પહેલાના બે દિકરીઓ ના જન્મ પ્રસંગો યાદ આવી ગયા!

 14. JAYESH RAJVIR says:

  thank you very much jayshreeji for such a beautiful song on a beauty of the world “girl”.

 15. Gajendra Choksi says:

  કેટલીક વાતો મોટાભાગના લોકાના અનુભવની ભલે સાચી હોય પણ એવાં પણ દિકરાઓ અને પુત્રવધુઓ હજુ પણ
  આ જમાનામાં છે જે મા-બાપની એટલી જ કાળજી લેતાં હોયછે જેને આવી વાતોથી આપણે અન્યાય કરી રહ્યા છીએ.

 16. jiten says:

  અરે બેન ..
  મને તો એમ કે તમારે ત્યા પારણુ બનધાયુ ..
  પણ રચના ખુબ સરસ છે..

 17. Anila Amin says:

  કવિશ્રી મકરન્દ દવેના કન્ઠમાથી દિકરીના ગીત રૂપે જાણે એક ટહુકો ગુન્જી ઉઠ્યોને એનાપડઘા ક્યય

  સુધી કાનમા રણકતા રહેશે એ કહેવુ મુશ્કેલ બની ગયુ. કોણ કહી શકૅ કે દિકરી પારકી થાપણ અથવા તો

  સાપનો ભારો છે.હુ તો એટલુ જરૂર કહીશકેજે માતાપિતાની આવી માન્યતાહોય એ હીન વિચારના અને બહુ

  કમનસીબ છે જે દિકરીનેસમજવામા થાપ ખાઈ ગયા છે.

  સાચેજ કવિશ્રીએ કહ્યુ તેમ દિકરી વેણીનુ અને આગણાનુ ફૂલ,પ્રસન્ગ પડે એ દુર્ગાનો અવતાર અને

  તેજનીકટાર્ , તેમજ માતાપિતાની આથમણી સાજનો અજ્વાસછે. બહુજ સરસ ગીત કન્ઠસ્થ કરવા લાયક.

 18. Fulvati Shah says:

  ખુબ સુન્દર શબ્દ રચના અને સ્વ્રર.
  આભર.

 19. ‘ટમટમતી તારલીઓ !’ વાંચો http://www.girishparikh.wordpress.com બ્લોગ પર.

 20. ખુબ ખુબ ધન્યવાદ્. આ કવિતા દરેક દિકરિના માતા પિતાના હૈયામા વાત્સલ્ય ભરિ ઉર્મિ
  પ્રગટાવે છે.

 21. જયશ્રી બેન અને અમિતભાઈ
  સન્ગીત સાથે સુન્દર કવીતા આપવા માટે અભિનન્દન

 22. Praful I. Desai says:

  I have three daughters and have always felt that I have “teen deviyaan” I was moved by the lyrics and composition and am eager to share with them. I may have to translate in English for them, but that will be a joy. Many thanks Jayshree.

  Also a few months ago you had a newer version of “Premal Jyoti taaro “, request you to reload.

 23. Maheshchandra Naik says:

  સરસ રચના,સરસ ગાયકી અને સરસ સ્વરાંકન આનંદ થઈ ગયો, આપનો આભાર…………………

 24. બહુજ સર્સ્સ રચના , આભાર ,

 25. vijayjoshi says:

  આનંદ થઈ ગયો, આપનો આભાર

 26. પુનઃ કાવ્યવાચન અને લેખન કર્યુઁ.
  ભાવોર્મિઓમાઁ ખૂબ તણાયો.આભાર !

 27. Daxa says:

  આજે મારેી દિકરેી નો જન્મ દિવસ હોઇ હુ આ ગેીત સાભડેી ધન્ય થઈ . દેીકરિ ખરે આપણેી પુનાઈ

 28. keshavlal thakar says:

  ખુબજ સરસ ગિત છ્હૅ

 29. જિતુભાઇ પટેલ says:

  સુંદર રચના અને સંગીત…ઘણો આભાર! અને આ નીચેનો મત જોઇને હસવુ થયુ.

  “પારકા ઘરે રહી ને બાપ ની ચિન્તા કરે તે દિકરી
  પોતને ઘરે રહી ને બાપની ચિન્તા વઘારે તે દિકરો
  જયકાન્ત જાની”

 30. Hari Mehta says:

  ખુબ સરસ..

 31. manubhai1981 says:

  અદકાઁ અજવાળાઁ એની આઁખમાઁ રે લોલ્….
  આભથી ઉઁચેરો એનો વાસ રે !……
  વાહ કવિ ! વાહ શબ્દો ને સર્જન ! આભાર !

 32. Hari Mehta says:

  મને આ ગિત ગમ્યુ.

 33. gita c kansara says:

  વાહ્..વાહ્….
  સ્વર સ્વરાકન સન્ગેીત ઉત્તમ્.દિકરેી વહાલનો દરિયો.તુલસેીનો ક્યારો.
  કવિ અને ગાયક સૌને ધન્યવાદ્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *