જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

ટહુકો શરૂ કર્યાના થોડા જ દિવસોમાં મૂકેલું આ ગીત મારું ઘણું ગમતું ગીત..! હરીન્દ્ર દવેના શબ્દો, અને એમાં પરેશ ભટ્ટનું સ્વરાંકન..

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

મઝાની વાત એ છે કે આ રેકોર્ડિંગમાં પરેશભાઇના સ્વર-સંગીત સાથે એમણે ગીત વિષે પણ વચ્ચે વાતો કરી છે, કવિતાની થોડી વધુ નજીક જવામાં એમની વાતો જરૂર મદદ કરશે.

This text will be replaced


—————————-
Posted on : June 30, 2006
સ્વર : પ્રણવ મહેતા

સંગીત : પરેશ ભટ્ટ

smoky

This text will be replaced

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

(કવિ પરિચય)

29 thoughts on “જાણીબૂઝીને – હરીન્દ્ર દવે

  1. Suresh

    વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
    ચાલતી દીવાલ થકી ઇંટો ?
    ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
    કોરો રહે સ્મરણોનો વીંટો ?

    સરસ કાવ્ય. પુ.ઉ.ના કંઠે સાંભળ્યું હતું.
    ઉપરની કડીઓનો અર્થ બરાબર સમજાયો નહીં.

    Reply
  2. Anonymous

    vaayra thi nadiya ne………smarano no vinto..

    aa panktio mari pase noti. mein aa kavya murabbi shri shahbuddin rathod ni cassette ma sambhdelu!!
    aaje aakhu kaavya sambhdi ne anand thayo.
    khoob khoob abhar

    Reply
  3. Urmi Saagar

    Hi Jayshree, I have always read this kavita many times but I heard it for the first time. It’s very good to actually hear it singing…

    Thanks for sharing…

    Reply
  4. Himanshu Zaveri

    Actualy read this one on ઊર્મીસાગરની વેબસાઇટ સહિયારુ સર્જન. and at the end read on comment by you jayshree, for that you had this one on your website. really nice written and sung too. thanks for sharing. actually that website i find from you, from the link on તુષાર શુકલની રચના ‘ મોસમનું ખાલી નામ છે ‘ .

    Reply
  5. Japan K Pathak

    When I was learning singing from Shri Saumil Munshi, he taught me this song as a second lesson. Today listening to this song, I emotionaly miss him and my vocal bethak morning lessons at his home. He used to focus on purity of each curve and shape of a word in the song.

    Reply
  6. Rakesh

    આ ગીતનુ composition સ્વ.પરેશ ભટ્ટનુ છે.આ બાબતનો tahuko.com મા ઉલ્લેખ નથી થયો તે નવાઇની વાત છે.

    Reply
  7. Jayshree Post author

    આભાર રાકેશભાઇ. પોસ્ટમાં જરૂરી સુધારો કરી લીધો છે.

    Reply
  8. Kiran

    ઓલ ટાઈમ ફેવરેટ
    પેહલી વાર વાંચતાજ યાદ રહી ગયી હતઈ

    Reply
  9. Patel Shivali

    Pehli vakhat aa song Gujarat Samachar ma Vaanchi hati. Aant ma lekhake bahu saras vvakay lakhyu hatu,
    મને પાલવ નું english પુછ મા અહીં તો આંસું પણ ટીસ્યુ થી લુછાય છે.

    Reply
  10. Maheshchandra Naik

    શ્રી હરીન્દ્ર દવેની ગુજરાતી સાહિત્યમા કોઈ સરખામણીની શક્યતા જ નથી, એમના ગજાના સાહિત્યકાર કે પત્રકાર બહુ ઓછા છે, ગીતની ભાવવાહી સ્વરાન્કન અને ગાયકી માટે અભિનદન…

    Reply
  11. M.D.Gandhi, U.S.A.

    “દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
    આપણી વચાળે જરી પ્રેમ છે ?”

    “જરૂર પ્રેમ છે!”

    મારું બહુ ગમતું સરસ ગીત છે.

    Reply
  12. radha joisher

    તમરો ખુબ ખુબ આભાર ….આપ્નિ પાસે મન મદે ત્યા મેદો રે મનવા ગિત હોય તો મુકવા વિનન્તિ

    Reply
  13. Rishit Jhaveri

    ગુજરાતી સુગમ સંગીતનું એક અનમોલ રત્ન નાની વયે આપણા સહુ થી અળગુ થઇ ગયુ તેનો અફસોસ સ્વ.પરેશ ભટ્ટ ના compositions સાંભળીને થાય. તેઓએ ૨૩-૨૪ વર્ષની ઉમરથી જ એવા compositions આપ્યા કે તેઓ ગુજરાતી સુગમ સંગીત ના દિગ્ગજ કલાકારો ની હરોળ મા બેસી શકે. એક્ composer તરીકે હુ ગુજરાતી સુગમ સંગીત મા કોઇ ને આદર્શ માનતો હોઉં તો તે સ્વ.પરેશ ભટ્ટ જ છે. આજે તેમની સ્મ્રુતિ મા સુરત મા કાનજીભાઇ દેસાઇ હોલ મા તેમના ગીતો નો program છે. તેમનો વિશાળ ચાહક વર્ગ ત્યાં આવે તો તેમને સાચી સંગીતમય શ્રધ્ધાંજલી આપી ગણાશે.

    જયશ્રી દીદી ને મારી એક ફરમાઇશ છે કે સ્વ.પરેશ ભટ્ટનુ composition “રાધાની લટણી” અને “માત ભવાની” પ્રાર્થના જે ૧૭ માત્રામા તેમના ધ્વારા compose થઇ છે તે તમારી પાસે હોય તો ચોક્કસ post કરજો. ગુજરાતી સુગમ સંગીત ના કોઇપણ ચાહક ને આ ગિતો સાંભળિ ને તેમને સલામ કરવાનુ મન થશે તેની હુ ખાતરી આપુ છુ.

    Reply
  14. vasant joshi

    Hellow Jayshree !
    feel very good to listen this composition. i m working with all india radio rajkot and paresh bhatt was (is) our family member.

    thanks !

    vasant

    Reply
  15. Rishit Jhaveri

    આ સુંદર ગીત ની બીજિ એક નવાઇ પમાડે તેવી ખાસિયત કહુ?? મને સ્વ્.પરેશ ભટ્ટ ના ખુબ જ નજીક ના મિત્ર અને અમારા સંબધી પાસેથી જાણવા મળી હતી.આ ગીતનુ composition તેમને પોતાના મિત્ર માટે યુવક મહોત્સવ મા રજુ કરવા માટે કર્યુ હતુ અને તે પણ યુવક મહોત્સવ શરૂ થવાના અડધો કલાક પહેલા ફક્ત ૧૦ મિનિટમા! અને આ ગીત ધ્વારા તેમના મિત્ર સમગ્ર યુવક મહોત્સવ મા પ્રથમ આવેલા. આવા હતા આપણા “અમર” પરેશ ભટ્ટ.

    Reply
  16. preetam lakhlani

    કવિ હરીન્દ્ર દવે ની આ ઉત્તમ કવિતા છે અને રહેશે,આ બાબત નો કોઈ બે મત નથી! જયા ડાળે લીલુ પાન જોયુ અને હરીન્દ્ર ભાઈ તમે યાદ આવીયા! ગીત ગઝલ ની કળા હ્ર્રીન્દ્ર ભાઈને હસ્તસિધ્ હતી…….

    Reply
  17. chintan

    આવા સુન્દર ગીત ને ગમે ત્યારે સામ્ભળો, ખરેખર પાન્ખ ફુટી જ નીકળે.
    આજ ગીત વડીલ શ્રી પુરુશોત્તમ ઉપાધ્યાય ના કન્ઠે સામ્ભળુ ચ્હુ રોજ.
    બહુ જ સુન્દર ચ્હે.

    Reply
  18. sanjay kakkad

    આ ગિત અન્ય ગાયકોના સ્વર્માન ઉપલબ્ધ ચ્હે કે કેમ ?

    Reply
  19. Jayesh Mehta

    ઋઇશિત ઝવેરિ, પરેશ ભટ ના પ્રોગ્રામ સુરત મા થયેલ તેના વિશે લખેલ ૧૪.૦૭.૦૯ તો એ પ્રોગ્રામ નુ રેકોર્દિન્ગ ક્યાય થિ મલે ખરુ ?? ટેલિફોન નુમ્બેર્ ૦૯૩૨૧૨૬૬૬૫૫ જયેશ મેહ્તા

    Reply
  20. Pingback: હરીન્દ્ર દવે, Harindra Dave « ગુજરાતી પ્રતિભા પરિચય

  21. Rekha shukla(Chicago)

    ખુબ સરસ કાવ્યરચના…મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
    ખોલીએ તો બોલવાનું બ્હાનું !કેવો છે પ્રેમ જેમા બધુ કેહવાય છે?

    Reply
  22. asha

    …વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
    ચાલતી દીવાલ થકી ઇંટો ?
    ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
    કોરો રહે સ્મરણોનો વીંટો ?

    દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
    આપણી વચાળે જરી પ્રેમ છે ?….

    Reply
  23. bharati bhatt

    khubaj sundar rachana ,sambadhoni madhurata ne sathe vivek chhe,sharamayani nazakat chhe,thoda shabdoma juna sambadhoni mithashnu je lavanya chhe teni koi upamaj na hoi shake.ek shabdama thodi samajna padi je”utavanu panu”.tya prass saro bese chhe pan lagyu ke tya shabdik ferfar hoyto kevu?
    mane koi prakarni favat chhej nahi etale kxama chahu chhu.

    Reply
  24. Ashish

    આટલા અબોલા પછી આવો સવાલ, કહો
    કેમ કરી ઊતરવું પાનું?
    મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
    ખોલીએ તો બોલવાનું બ્હાનું !

    This happens to me all the time!! :)

    Thanks for sharing this song.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>