એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

26મી જાન્યુઆરી ના દિવસે શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે 26મી એપ્રિલના દિવસે ફરી એકવાર – સુર અને સંગીત સાથે..

સ્વર ઃ આશિત – હેમા દેસાઇ
સંગીત ઃ ક્ષેમુ દિવેટિયા

This text will be replaced

એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
… એક સથવારો …

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ઝમકારો એક ક્ષણનો
… એક સથવારો …

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
… એક સથવારો …

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો
… એક સથવારો …

12 thoughts on “એક સથવારો સગપણનો – વેણીભાઇ પુરોહિત

 1. kamal

  my daddy want to listen one bhajan,,,

  hari tu gaadu maaru kyaa lai jaash….

  anybody can send me winamp or mp3 file??

  Reply
 2. Happy 4 U !!

  એક સથવારો સગપણનો
  મારગ મજીયારો બે જણનો

  સગપણના સથવારા માટે હાર્દિક અભિનંદન સખી…!
  મારગ હંમેશા મજીયારો જ બની રહે એવી અંતરની મબલખ શુભેચ્છાઓ…!

  ખબર છે તમને અમથું અમથું લાગે છે કેમ વ્હાલું… ;-)

  Reply
 3. pragnaju

  વેણીભાઇ,આશિત,હેમા અને ક્ષેમુ દીવેટિયા જેવા તેમના ક્ષેત્રનાં ટોચના હોય -મધુરું મધુરું ગીત માણ્યું.
  એક સથવારો સગપણનો
  મારગ મજીયારો બે જણનો
  … એક સથવારો …આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં યાદ આવી ગઈ બારમી મે ૧૯૫૫

  Reply
 4. Pingback: ઊર્મિનો સાગર » વાહ વાહ રામજી, જોડી ક્યા બનાઈ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>