મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! ( જન્મ – August, 17, 1896 :અવસાન – March 9, 1947 ). અને સાંભળીયે આ સુંદરગીત..!

સાથે આજે તમારા માટે એક કામ લઇને આવી છું. મકરંદ દવે એ ઝવેરચંદ મેઘાણી માટે લખેલું કાવ્ય ‘મેઘાણીને’ – શોધી આપશો?

સ્વર : શ્યામલ – સૌમિલ – આરતી મુન્શી
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

This text will be replaced

મોરલા હો ! મુંને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ :
ખોવાયેલી વાદળીને હું
છેલ્લી વાર સાદ પાડી લઉં.

ઇંન્દ્રધનુષ ! તારા રંગ-ધોધોમાંથી
એક માગું લીલું બુન્દ :
સાંભરતાંને આંકવા કાજે
પીંછી મારી બોળવા દેજે !

મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
ખેંચવા દે એક તાર :
બેસાડીને સૂર બાકીના
પાછી સોંપી દૈશ હું વીણા.

ઘોર સિંધુ ! તારા વીંજણાનું નાનું
આપજે એક કલ્લોક :
હૈયું એક નીંદવિહોણું –
ભાલે એને વાયરો ઢોળું.

રાતરાણી ! તારા ઝાકઝમાળાનું
મારે નથી કાંઇ કામ :
ગાઢ અંધકાર – પછેડા
ઓઢાડી દે ઊંઘની વેળા.

14 thoughts on “મોરલા હો ! મુંને થોડી ઘડી… – રવિન્દ્રનાથ ટાગોર (અનુ. ઝવેરચંદ મેઘાણી)

 1. Harsukh Doshi

  Respected Jayshreeben,
  You must have books in your library, viz: ” Brahat Kavya samruddhi” by Suresh Dalal and “Ami Spandan” by Late Pravinchandra Dave. I hope you may get this song from that book. Moreover there are so many other Songs ,Bhajans ete. of renowned poets,but those are in writings.This is for your kind information
  Yours,
  Harsukh Doshi.

  Reply
 2. zindadil

  ગુજરાતિ સાહિત્ય ને ટહુકો ડોટ કોમ નિ ભેટ આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

  Reply
 3. Rupal

  WOW, Jayshreeben,
  I have no words to express my happiness.Thank you very much.This song is my very favorite one.I used to listen this when I was at my parents home.I have lots of memories with this song.Thanks a lot again.I think it was sung by Munshi family (again they are also my favorite people)in 2006 or 2007 Kavya Samaroh by Samanvay….The first, CD first song.BUT It is defferent feeling when you listen to it on my favorite TAHUKO.ટહુકો ઝિન્દાબાદ…I mean it.
  It is also written by my very FAVORITE one, Shri Ravindranath Tagore.So everything is favorite my here.The song,the writer,the singer,and Jayshreeben too.
  This song is very કર્ણપ્રિય.And the wordings !!!! ખોવાયેલી વાદળી ને હું છેલ્લી વાર સાદ પાડી લઊ……સાંભરતાંને આંકવા કાજે પીંછીં મારી બોળવા દેજે…!!!!
  As I said no words to express the inner feelings.Exellant !!!!! That is all I can say.

  Reply
 4. Ruju

  Thank you so much for posting this song ! This is my the most favorite song… I am searching a CD for this song. Would you please let me know where do i find it? I really want this song.

  Thanks again !!!

  Reply
 5. S B Lakhnotra

  સુન્દર ગીત ,
  સુન્દર અનુવઆદ
  અને સુન્દર અવાજ્ ક્ન્તટ્

  Reply
 6. krishna

  અદભુત ગીત છે..એકદમ ગીતમય થઈ જવાંય તદ્દન તેવુ..

  Reply
 7. Bhailal Solanki , Vadodara

  રવિન્દ્રનાથ ટાગોર અને ઝવેરચન્દ મેઘાણી માટે ઘણા અહોભાવની લાગણી થઈ આવી.

  Reply
 8. Asha

  મેઘમાલા ! તારા લાખ તારોમાંથી
  ખેંચવા દે એક તાર :
  બેસાડીને સૂર બાકીના
  પાછી સોંપી દૈશ હું વીણા…

  Sundar…

  Reply
 9. Rayshi gada

  અદભુત રચના અદભુત અનુવાદ બન્ને મહાન સાહિત્યકારો , કવિ ,જ એક બીજાને આટલો સુન્દર ન્યાય આપી શકે બ્ન્ને મહાપુ
  મજા પડી ગઈ
  રાયશીભાઈ ગડા મુંબઈ

  Reply
 10. falguni bhatt

  સ્વરસેતુ ના કાર્યક્રમ મા આ ગીત સામ્ભળ્યુ હતુ ખુબ જ ગમ્યુ હતુ પણ અહિ કાયમ સામ્ભળવા મળશે એ વાત નો આનન્દ છે

  Reply
 11. gita c kansara

  સ્વર સ્વરાકન લય આહાહા….
  કયા શબ્દોમા વખાન કરેીએ…
  મુન્શેીનો ત્રિવેનેી સન્ગમ તહુકામા અવિરત વહેતો રાખજો.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *