સ્વર : ભુપીન્દર
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સહેજ મ્હોરી ઉઠ્યાં ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
————————–
તમારે પણ જો કંઇક ધારવું હોય અને એના પર કંઇક લખવુ હોય તો સહિયારુ સર્જન પર આમંત્રણ છે. સાથે સાથે વાંચો એક સંકલિત, સાંજ અને જગદીશ જોષી.




February 26th, 2007 at 5:13 pm
Wonderful! Thank you!!
એમની જીવન-ઝાંખી વિષે માહિતિ મળે તો જરૂર જણાવશો. આભાર.
February 26th, 2007 at 5:48 pm
ધારો કે, પુસ્તકાલય હોત, થોડી ચોપડીઓ હોત,
વંચાતે થોડી રચનાઓ એટલાથી,
પણ જયશ્રી ના હોત, આ ઇનટરનેટ ના હોત,
તો આવી બધી સુંદર રચનાઓ નું શું?
આભાર જયશ્રી અમને આટલી સરસ સરસ રચનાઓ વાંચવાનો લહાવો આપવા બદલ.
February 26th, 2007 at 9:45 pm
જગદીશ જોષીના શબ્દો અને તેમાં ભુપીન્દરનો સ્વર, સોનામાં સુગંધ.
ફરી ફરી સાંભળવી ગમે તેવી રચના.
February 26th, 2007 at 9:54 pm
you made my evening jaishree…
I heard this poem whn i was in india…n today after few years….it felt like deja vu…..
If you think..u cant love…still Jagdish Joshi sir advises every lover to ask him/her self to think before they fell in…
Thanks,
Paresh
February 27th, 2007 at 3:52 am
વાહ. હમનાજ ભુપિન્દેરને સમન્વયમા સામ્ભલ્યા. અદભુત રચના, તેવોજ કર્નપ્રિય અવાજ.
વિક્ર્મ ભટટ
February 27th, 2007 at 5:32 am
સુંદર…
February 27th, 2007 at 9:32 am
મઝા પડી ગઈ
આભાર જયશ્રી.
February 27th, 2007 at 10:33 am
મારુઁ પ્રિય…
February 28th, 2007 at 4:04 am
એક જ દિવસમાં તેમના જીવન અંગેની વિગત મોકલું છું - સારસ્વત માટે !
March 7th, 2007 at 11:04 pm
[...] # સાંભળો : આપણે હવે મળવું નથી : એક હતી સર્વકાલીન વાર્તા : ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી [...]
July 25th, 2007 at 1:51 am
બહુ સરસ દોસ્તો. આવિ બધિ સુન્દર રચનાઓ વાચિ ને ખરેખર મને ગુજરતિ હોવનો ગર્વ થાય.
February 18th, 2009 at 10:32 am
To Jayshreeben
Thanks for the song but dear there is one another request also that just now one programme of gujarati sugam sangit is going on in Ahmedabad. Can u pls relay that programme on our tahuko website because everybody cannot go to Ahmedabad. So if possible then pls do it. Thanks once again
NIdhi
May 7th, 2009 at 7:35 am
પ્રિય જયશ્રી,
બે દિવસ પહેલા જ આ website વિશે જા્ણ્યુ.. હુ કેટલી ખુશ થઈ એ વર્ણવવુ અઘરુ છે…..
મઝા પડી ગઈ
આભાર જયશ્રી….
May 10th, 2009 at 7:18 am
પ્રિય જયશ્રી,
“બળબળતી” કે “વળવળતી” ?? હસ્તરેખાની વાત નથી ?? I am not sure… just asking…
નેહા
August 21st, 2009 at 10:01 am
Perhaps Ajit Sheth’s excellent composition, from an album from Bhartiya Sangeet Bhavan Trust, Mumbai? I believe they also had a light/sound (audio-visual) show based on this album. Thank you for posting this song. How about posting some of the songs sung by Hariharan from the same album - Saraki jaaye pal, Tame re tilak raaja raam na, etc.
November 9th, 2009 at 9:45 pm
શુ કહેવુ? આ ધારોકેનેી વર્તા નુ. આમે તો ખોબો ભરેીને રોઈ લિધુ.
February 26th, 2010 at 7:45 pm
મારુ સર્વકાલિન પ્રિય…..
ધારવુ અને હોવુ…..That’s the other name of life …
February 27th, 2010 at 12:58 pm
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઇતું’તું?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઇતું’તું?
May 23rd, 2010 at 5:18 pm
હ્રદયની વ્યથાને શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે. આ કવિતા એ વ્યથાને વ્યક્ત કરે છે.