સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા – મેઘલતા મહેતા

આજે ૧૪ નવેમ્બર… એટલે કે બાળદીન… અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ..!! સ્વયમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! અને સૌ બાળમિત્રોને, અને આપણા સૌમાં રહેતા બાળકને પણ – બાળદીનની વધાઇઓ…!! તો આજે માણીએ આ મઝાનું બાળગીત – અને સાથે કવયિત્રી શ્રી – મેઘલતાબેનના અવાજમાં એ બાળગીતનું એવું જ મઝાનું પઢન..!!

સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા
મોર વગાડ વાજા, ને વહેંચાયા છે ખાજા

ખાજા ખાઇ ખિસકોલી, ખાઇ ને એ તો ડોલી
લઇ ને હાથમાં ઝોળી, આવી રીંછની ટોળી

રીંછ કહે તું નાચ, બંદરનું છે રાજ
જઇ પહોંચ્યો દરબાર, સુણોજી સરકાર

સિંહ ભરાયો રીસે, આપના ઉપર ખીજે
મારી સાથે આવો, સિંહને આપ ડરાવો

બંદરે માર્યો ઠેકડો, પૂંછડીનો કીધો એકડો
ડોલતો દીઠો ગજરાજ, બાજુમાં છે વનરાજ

બંદરે કીધું હૂક, સિંહે કીધું ચૂપ
સિંહની સાંભળી ગર્જના, બંદરના હાંજા ગડગડ્યા

સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા
મોર વગાડ વાજા, ને વહેંચાયા છે ખાજા

– મેઘલતા મહેતા

એક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા

સ્વર – રૂપકુમાર રાઠોડ
સંગીત – પંડિત શિવકુમાર શર્મા
આલ્બમ – સંગઠન

એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું, અમથું અમથું શરમાવવું.

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું અમથું ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું
વચ્ચે એક શમણાને, અમથું અમથું પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું,
વચ્ચે એક હૈયાનું, અમથું અમથું નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ’નું અમથું અમથું અટવાવવું…

– કમલેશ સોનાવાલા

આશિત-હેમાદેસાઇ ના ગરબા-દાંડિયા (Bay Area, California) – Nov 16, 2013

આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! થોડા વખતથી ટહુકો પર દરરોજ પોસ્ટ નથી મુકાતી, એની ક્ષમા ચાહું છું, આ નવા વર્ષે વધુ નિયમિત થવાનો પ્રયત્ન જરૂર કરશું.

આજે એક ખાસ સમાચાર – કેલિફોર્નિયા ક્રિકેટ અકેડેમીના લાભાર્થે અહીં અમારા બે-એરિયામાં આશિતભાઇ-હેમાબેનના ગરબા-દાંડિયાનો ખાસ પ્રોગ્રામ છે. ટિકિટ નીચેના ફ્લાયર પર ક્લિક કરશો તો મેળવી શકાશે.

અને હા, આશિતભાઇના સ્વરમાં રિધ્ધિ દે… સિધ્ધી દે.. સ્તુતિ સાંભળો – આ ફ્લાયરની નીચેના પ્લેયર પર ક્લિક કરી…

CCA_Navratri_2013

 

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !

.

साहिब मेरा एक है – संत कबीर

શબ્દો : સંત કબીર
સ્વર : આબિદા પરવીન
આલ્બમ : “કબીર by આબિદા”
રજૂઆત : ગુલઝાર
Commentary by Gulzar…

नशे इकहरे ही अच्छे होते हैं,
सब कह्ते हैं दोहरे नशे अच्छे नहीं
एक नशे पर दूसरा नशा न चढाओ
पर क्या है कि, एक कबीर उस पर आबिदा परवीन
सुर सरूर हो जाते हैं,
और सरूर देह कि मट्टी पार करके रूह मे समा जाता है

सोइ मेरा एक तो, और न दूजा कोये ।
जो साहिब दूजा कहे, दूजा कुल का होये ॥

कबीर तो दो कहने पे नाराज़ हो गये,
वो दूजा कुल का होये !

Abida starts singing…

साहिब मेरा एक है, दूजा कहा न जाय ।
दूजा साहिब जो कहूं, साहिब खडा रसाय ॥

माली आवत देख के, कलियां करें पुकार ।
फूल फूल चुन लिये, काल हमारी बार ॥

चाह गयी चिन्ता मिटी, मनवा बेपरवाह ।
जिनको कछु न चहिये, वो ही शाहनशाह ॥

एक प्रीत सूं जो मिले, तको मिलिये धाय ।
अन्तर राखे जो मिले, तासे मिले बलाय ॥

सब धरती कागद करूं, लेखन सब बनराय ।
सात समुंद्र कि मस करूं, गुरु गुन लिखा न जाय ॥

अब गुरु दिल मे देखया, गावण को कछु नाहि ।
कबीरा जब हम गांव के, तब जाना गुरु नाहि ॥

मैं लागा उस एक से, एक भया सब माहि ।
सब मेरा मैं सबन का, तेहा दूसरा नाहि ॥

जा मरने से जग डरे, मेरे मन आनन्द ।
तब मरहू कब पाहूं, पूरण परमानन्द ॥

सब बन तो चन्दन नहीं, सूर्य है का दल नाहि ।
सब समुंद्र मोती नहीं, यूं सौ भूं जग माहि ॥

जब हम जग में पग धरयो, सब हसें हम रोये ।
कबीरा अब ऐसी कर चलो, पाछे हंसीं न होये ॥

औ-गुण किये तो बहु किये, करत न मानी हार ।
भांवें बन्दा बख्शे, भांवें गर्दन माहि ॥

साधु भूख भांव का, धन का भूखा नाहि ।
धन का भूखा जो फिरे, सो तो साधू नाहि ॥

कबीरा ते नर अन्ध हैं, गुरु को कहते और ।
हरि रूठे गुरु ठौर है, गुरु रूठे नहीं ठौर ॥

करता था तो क्यों रहा, अब काहे पछताय ।
बोवे पेड बबूल का, आम कहां से खाय ॥

साहिब सूं सब होत है, बन्दे ते कछु नाहि ।
राइ से परबत करे, परबत राइ मांहि ॥

ज्यूं तिल मांही तेल है, ज्यूं चकमक में आग ।
तेरा सांई तुझमें बसे, जाग सके तो जाग ॥

– संत कबीर

(શબ્દો માટે આભાર : Dazed and Confused)

માનવીના રે જીવન ! – મનસુખલાલ ઝવેરી

માનવીના રે જીવન !
ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.

એક આંખે આંસુની ધારા,
બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે
ચીતરાયું ચિતરામણ.

એક અંધારાથી આવવું; બીજા
અંધારામાં જઈ સમાવું;
બિચમાં બાંધી આંખે પાટા
ઓશિયાળી અથડામણ.

આવ્યો આવ્યો જ્યાં થાય, ઘડીમાં
જાય કરેથી મર્મ સરી ત્યાં;
ભલભલા માંહી ભૂલા પડે ત્યાં;
કારમાં કેવાં કામણ ?

ઘડી અષાઢ ને ઘડીક ફાગણ,
એક સનાતન શ્રાવણ.
માનવીના રે જીવન !

– મનસુખલાલ ઝવેરી

(આભાર – રીડગુજરાતી.કોમ)

 

અલવિદા હિમાંશુભાઈ! We will miss you…

આપણા યુવાન કવિ હિમાંશુભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. ગુજરાતી કાવ્યજગતમાં મોટાભાગના લોકો એમની કેન્સર સાથેની લડતથી વાકેફ જ હતા. હજુ પણ મન માનવા તૈયાર નથી કે હવે એમનો ઇમેઇલ નહી આવે… એમની સાથે વાત નહી થાય..

એમની આ ગઝલ સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરીએ…

ચલ, ક્ષિતિજની પાર ચાલી જોઈયે,
કોઈ તો સીમા વટાવી જોઈયે…

જેની આડે તું કદી દીસે નહિં
એ બધા પહેરણ ફગાવી જોઈયે

મૌનને જેની કને વાચા મળે
એ હ્રદયમાં ઘર બનાવી જોઈયે

દોસ્તીતો બેઉની ઓળખ હતી
યારને આજે મનાવી જોઈયે

કાલ છે એની, જ્યાં તારી આજ છે
એક છે ગુલશન…, સજાવી જોઈયે

આવશે જીવન, અને ચાલી જશે
એક-બે યાદો બનાવી જોઈયે

– હિમાંશુ ભટ્ટ

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ – અનિલ ચાવડા

કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.

કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ.

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.

ડાળે ડાળે શુભ સંદેશા,
ઋતુઓ સઘળી ટપાલ થઈ ગઈ.

ઝાકળની જયાં વાત કરી ત્યાં,
સૂરજ સાથે બબાલ થઈ ગઈ.

– અનિલ ચાવડા

( આભાર – કવિની વેબસાઇટ :  anilchavda.com)

‘મન્ના ડે’ ને શ્રધ્ધાંજલી

હિન્દી ફિલ્મોના Legendary ગાયક – મન્ના ડે – હવે આપણી વચ્ચે નથી. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી આપણા સૌ તરફથી. આમ તો એમણે ગાયેલા ૪૦૦૦ થી વધુ હિન્દી ગીતોમાં એટલા બધા જાણીતા અને ગમતા ગીતો છે કે એનું તો કલાકો ચાલે એટલું લાંબુ playlist થાય. અને કોઇક દિવસ એ પણ લઇ આવીશ. આજે સાંભળીએ એમનો કંઠ મેળવીને અમર થયેલા આ ચુનંદા ગુજરાતી ગીતો!!

mAnnA de

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

  1. રામદેવપીર નો હેલો….
  2. આ આદિ-અંતની સંતાકુકડી.. – અવિનાશ વ્યાસ
  3. ચરર ચરર મારું ચકડોળ ચાલે – અવિનાશ વ્યાસ
  4. ગુરુ ચરણોની હું રજકણ છું – કાંતિ અશોક
  5. જાગને જાદવા… – નરસિંહ મહેતા 
  6. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… – રમેશ ગુપ્તા
  7. લાગી રે લગન – રાજેન્દ્ર શાહ
  8. હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. – અવિનાશ વ્યાસ
  9. પંખીઓએ કલશોર કર્યો – નીનુ મઝુમદાર
  10. રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ – મરીઝ
  11. સમરું સાંજ સવેરા… – રવિરામ 
  12. જીવનનો માર્ગ – ‘બેફામ’
  13. વૈષ્ણવજન – નરસિંહ મહેતા
  14. ઝટ જાઓ, ચંદનહાર લાવો… – ચીમનલાલ ભીખાભાઈ જોશી

પ્રણયભીની યાદો – હેમંત પુણેકર

કાવ્ય પઠન – હેમંત પુણેકર

પ્રણયભીની યાદો લહર થઈ ગઈ છે
અગન અન્ય સૌ બેઅસર થઈ ગઈ છે

વિરહનો તણાવ આ સમય પર પણ આવ્યો
કે એકેક પળ એક પ્રહર થઈ ગઈ છે

મિલન આપણું ક્યાં છૂપું રહી શકે છે?
હવા પણ હવે ગુપ્તચર થઈ ગઈ છે

મને જોઈને ફૂલ જેવું હસો છો
તો મારીયે વૃત્તિ ભ્રમર થઈ ગઈ છે

કવન ક્યાં છે? આ તો પ્રણયઊર્મિઓ છે
અનાયાસ જે માપસર થઈ ગઈ છે

કોઈ દાદ આપે ન આપે ગઝલને
તમે સ્મિત આપ્યું, કદર થઈ ગઈ છે

– હેમંત પુણેકર

છંદવિધાનઃ લગાગા લગાગા લગાગા લગાગા
માપસર –> છંદમાં હોવું
કવન –> કાવ્ય

******
(આભાર – હેમકાવ્યો)

ઋણાનુબંધ : આશિત – હેમા દેસાઇ પ્રસ્તુતિ (15 Nov, 2013 – Bay Area, CA)

Ashit-Hema Desai are bringing a unique Gujarati Music Program to the Bay Area – ઋણાનુબંધ !!

  • DATE : Friday, November 15 at 7:00 PM
  • PLACE :1198 Kottinger Dr, Pleasanton, CA 94566

rnb 001

Please reserve your seats by sending check in the name of ‘Darshana Shukla’ at the following address:

1198 Kottinger Dr, Pleasanton, CA 94566
Ticket Price: $25 per person (including dinner)

For More Information, Contact:

Darshana Bhuta Shukla: drbhuta@hotmail.com
Narendra Shukla : juneha13@gmail.com
Phone No. : 925-426-1366