સખી! મારો સાહ્યબો સૂતો – વિનોદ જોષી

મારા સાહ્યબાનું આ ખૂબ જ ગમતું ગીત –

ત્રણ વર્ષ પહેલા – નવેમ્બર ૧૭, ૨૦૧૦ ના દિવસે ટહુકો પર પહેલીવાર પ્રસ્તુત કરેલું અમરભાઇનું સ્વરાંકન ગાર્ગી વોરાના અવાજમાં..!! આજે એ જ ગીત – કવિ શ્રી વિનોદ જોષીના સ્વર અને એમના જ સ્વરાંકન સાથે ટહુકો પર ફરી એકવાર… !!!

*********************************

Posted on November 17, 2010 :

સ્વર : ગાર્ગી વ્હોરા
સંગીત : અમર ભટ્ટ
આલ્બમ : શબ્દનો સ્વરાભિષેક

ટહુકો ફોંઉન્ડેશન પ્રસ્તુત “સંવેદનાનની સુરાવલી” કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના અવાજમાં ગવાયેલ ગીત :

સખી! મારો સાહ્યબો સૂતો ફળીયે ઢાળી ઢોલિયો
હું તો મેડીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં……

એક તો માઝમ રાતની રજાઇ
ધબકારે ધબકારે મારા પંડથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાંથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાહ્યબો સૂનો એટલો કોના જેટલો
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં……

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઇ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાહ્યબો લાવ્યો અમથો કેવો કમખો
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં…..

– વિનોદ જોષી

24 replies on “સખી! મારો સાહ્યબો સૂતો – વિનોદ જોષી”

  1. ગીત શું કહેવા માંગે છે? સ્ત્રીના મનોભાવને રજુ કરતું દેખાય છે. પણ સમજાતુ નથી

  2. શબ્દોના સ્વામી શ્રી વિનોદ જોશી નું આ ગીત એવુંતો ફાકડું બન્યું કે જ્યારે તેમના કંઠે થી ગવાય ત્યારે શબ્દોનો રુઆબ અનોખો બની રહે

  3. ખુબ સરસ ગીત…..ઉત્તમ રચના….વાહ વિનોદભાઈ…અને ગાર્ગી નો સ્વર્…કદાચ ગાર્ગી દ્વારા ગવાયેલ શ્રેષ્ઠ ગીત…

  4. Dr. Vinodbhai joshi,Shri Amarbhai Bhatt and Sushri Gargiben..Trio have Enamoured me……….!!!!!!!!!

    Be Blessed !!!!

    Upendraroy Nanavati

  5. ખુબ સુન્દર રચના .મન્ત્રમુગ્ધ સ્વર,મઝા આવી.સૌને અભિનન્દન્.

  6. ગીત નાં શબ્દો ની ગુંથણી,અને ગાર્ગી બેન નો સ્વર ગીતના ભાવ ને પૂરતો ન્યાય આપે છે, રવીવાર ની સવાર સુધરી ગઈ ! આખો દિવસ શબ્દ અને સૂર મન માં અને કાનમાં ગુંજ્યા કરશે . વિનોદભાઈ એ પણ ગીતનાં ભાવ ને પૂરતો ન્યાય આપ્યો છે, હવે વખાણજ કરવા હોય તો,ગીત ના સ્વરકાર, સંગિત, અને સ્વર આપનાર નાં તો કરવાજ જોઈએ, અને આભાર ? આભાર તો જયશીબેનનો માનવોજ પડે! આવા ભાવ વાહી ગીતો આપતાજ રહો!

  7. અદભુત …. ગાર્ગી વોરાની ગાયકી અને સ્વરનિયોજન… અમરભાઈનું અમર કમ્પોઝિશન. અને ગાર્ગીબેન જ આ ગીત સંપૂર્ણ રીતે ગાઈ શકે . બાકી ઘણા ગાયિકાઓ એ ગાયું છે પણ કમ્પોઝિશનને પૂરો ન્યાય નથી આપી શક્યા.

  8. ગેીત અને ગાન મધુરાઁ લાગ્યાઁ.ગાર્ગીબહેનાને
    ખાસ અભિનઁદન !અમર,જયશ્રી,અમિત સાથે.

  9. One Of The FINEST composition i have ever heard.It is MASTERPIECE.I have heard this beautiful song so many times and throughly mesmerized by the sheer beauty of words,Singer,Music Director and overall impect.ABSOLUTLY SUPERB AND BEAUTIFUL.

  10. ખૂબ જ સુંદર રચના,સંગીત,અને સુમધુર અવાજ.સ્ત્રી સહજ મનોભાવને રજૂ કરતુ આ ગીત ખૂબ જ ગમ્યું.
    આભાર વિનોદભાઈ.

  11. કોના વખાણ કરૂ ?
    રચના, શબ્દૉ, સ્વર,સંગીત..રજૂઆત…ખરેખર ઉપર મુજબ…JAADU ..JAADU…ઝાકમઝૉળ….

  12. This is THE example of KAVY SANGEET where composer knows the flow of the poem..it is out and out Amar’s love for poetry that has created the JAADU…Meter of the song is very challenging..and he has given full justice to it..Poet must be very happy for this..!

  13. ખુબ સરસ્ મઝા આવેી ગઇ. સુન્દર શબ્દો ને મધુર સ્વર નો સાથ અને સાજિન્દાના સાથે સરસ સ્વર રચના. આભાર્.

  14. પ્રિય જયશ્રી,
    ખુબ જ મઝાનું ગીત્.
    ચિકાગો માં વિનોદભાઈ ના ઘેરા અવાજમાં સાંભળેલું આ ગીત તે યાદ આવી ગયૂં
    મમ્મી

  15. ઉત્તમ રચના….વાહ વિનોદભાઈ…અને ગાર્ગી નો સ્વર્…કદાચ ગાર્ગી દ્વારા ગવાયેલ શ્રેષ્ઠ ગીત…thnx Jayshreeben…please keep it up…

  16. જયશ્રીબેન એક બે શબ્દો સુધારવાની જરુર છે.
    ૦૧.શબ્દનો સ્વારાભિષેક=શવ્દનો સ્વરાભિષેક
    ૦૨.હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર ફેરવા દોડી જાઉં……=હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પેરવા દોડી જાઉં……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *