આજે ૧૪ નવેમ્બર… એટલે કે બાળદીન… અને વ્હાલા સ્વયમનો જન્મદિવસ પણ..!! સ્વયમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! અને સૌ બાળમિત્રોને, અને આપણા સૌમાં રહેતા બાળકને પણ – બાળદીનની વધાઇઓ…!! તો આજે માણીએ આ મઝાનું બાળગીત – અને સાથે કવયિત્રી શ્રી – મેઘલતાબેનના અવાજમાં એ બાળગીતનું એવું જ મઝાનું પઢન..!!
સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા
મોર વગાડ વાજા, ને વહેંચાયા છે ખાજા
ખાજા ખાઇ ખિસકોલી, ખાઇ ને એ તો ડોલી
લઇ ને હાથમાં ઝોળી, આવી રીંછની ટોળી
રીંછ કહે તું નાચ, બંદરનું છે રાજ
જઇ પહોંચ્યો દરબાર, સુણોજી સરકાર
સિંહ ભરાયો રીસે, આપના ઉપર ખીજે
મારી સાથે આવો, સિંહને આપ ડરાવો
બંદરે માર્યો ઠેકડો, પૂંછડીનો કીધો એકડો
ડોલતો દીઠો ગજરાજ, બાજુમાં છે વનરાજ
બંદરે કીધું હૂક, સિંહે કીધું ચૂપ
સિંહની સાંભળી ગર્જના, બંદરના હાંજા ગડગડ્યા
સાંભળો સમાચાર તાજા, બંદર બન્યો છે રાજા
મોર વગાડ વાજા, ને વહેંચાયા છે ખાજા
– મેઘલતા મહેતા
સ્નેહી મેઘલતાબેન,
આપનું કાવ્ય -બાળગીત વાંચી અને આપના અવાજમાં સાંભળીને આનંદ થયો. ઘણું સુંદર કાવ્ય — અભિનંદન
પદ્માબેન અને કનુભાઈ શાહ
આર્રે વાહ વાહ્…..બે રિતે મઝા આવિ ગયિ. એક તો એ કે સુન્દર બાલ્ગેીત સામ્ભલ્વા મલ્યઉ અને બિજુ એ કે મેઘ્લતાબેન નો તહુકો કઐ કેત્લા વખતે સામ્ભલ્વા મલ્યો. ખરેખર આનન્દ થૈ ગયો. -રવિન અને સૌ,વદોદરા.
Janmadin mubarakho Svayam ,saras bal geet.
બન્દર ભલે બન્યો રાજા, પન સિન્હનિ ગર્જના સમ્ભલિ ને એના હાન્જા ગદ્ગદ્ય …તો રાજ કોનુ:-)
Thank you for the delightful poem which brings back pleasant childhood memories:-)
Happy Children’s Day to all.
બહુ મજાનિ કવિતા છ્હે
સરસ બાળગીત…………….
ઘનાસમય બાદ એક મઝાનિ કવિતા માનવા મલિ.
ગુજરાતિમા તાઈપ કર્વુ એત્લે પુચ્યા વગર પાર્સિ બનવિ દે.
બાલ દિન ચે એત્લે ચાલે.
બન્દર બન્યો છે રાજા, આ સબ્દોનો સમુદ્ર છે, આજા.
બાલક થૈઇ ને વાચિયે નહિતો હાડ્કા રહે નહિ સાઝા.
સુન્દર બાલગીત.