નવેમ્બરની ૩૦ તારીખે ભવન્સમાં ‘સ્વરકાર શ્રી દક્ષેશ ધ્રુવના ગીતો’ નો કાર્યક્રમ થયો – એનું ઇન્ટરનેટ પર ‘live streaming’ – એટલે કે ‘સીધું પ્રસારણ’ થયું હતું .
અને એ જ કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલ એક આજે તમારા માટે અહિં… શબ્દો અને સ્વરાંકન સાથે…!! ૨૬મી નવેમ્બર સ્વરકાર શ્રી દક્ષેશભાઇનો જન્મદિવસ – અને ૨૭મી નવેમ્બર કવિ શ્રી રમેશ પારેખનો..!! એટલે એ બહાને પણ ટહુકો પર એમને યાદ કરી એમને શ્રધ્ધાંજલી આપીએ..!!
*****
સ્વર – સમૂહગાન
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
ગામ ચોમાસા હેઠ ભીંજાતું હોય એવા વરસાદના ટાણે
તમને તમે ગમવા માંડ્યા હો તે બીજું કોઈ ન જાણે!
ફૂગ્ગો ફૂલે એમ ઝીણું ખાબોચિયું ફૂલે જોતજોતામાં, જોતજોતામાં ફૂટે.
શેરીએ બૂમો પાડતા રેલા નીસરે એને આંબવા નદી છબિયુંમાંથી છૂટે;
ટીપાં, છાંટા, ચૂવા, વાંછટ, ધાર, ધધૂડા, ધોરિયા, ધોધંધોધા આખા ગામનું ગજું નાણે!
જળની હેબત વાધરી જેવા મનને થાપો મારતી કેવી ગારમાટીના કૂબે,
તમને તમે કેટલું ગમ્યા, કેમ ગમ્યા-એ કોયડાસોતું છિછરું માથું ડૂબે;
જળના આવા ઘોંચપરોણા સાંભળે, જુએ, સમજે, સહે જીવ એે પ્હેલાં દરિયો તેગું તાણે!
– રમેશ પારેખ
સરસ!
સલામ રમેશ પારેખ ! સલામ દક્ષેશ ધ્રુવ !
શ્ર પુરૉશૉતમ ઉપ્ધય ના ગીતૉ નૉ પ્રોગ્રામ on new.livestream.com on 21st dec. link
http://new.livestream.com/accounts/6116578/soorottampurushottam
કવિ શ્રેી રજેન્દ્ર શાહ ની જન્મ શતબ્દિ કપડવન્જ ગામે dec-20-21 & 22 ના ઉજવાઈ રહિ છે.
The detail we will send by email
How to attached file in this replay, we don’t know, so we had send the email to write2us@tahuko.com
વારે વારે સમ્ભળવાનુ મન થાય એવૂ સુન્દર ગીત
સુન્દર રચના,