ટહુકો શરૂ કર્યાના બસ થોડા જ દિવસોમાં ફક્ત શબ્દોમાં પ્રસ્તુત કરેલી આ સ્તુતિ – આજે રવિન નાયકના સ્વર-સ્વરાંકન સાથે ફરી એકવાર….
થોડા દિવસો પહેલા જ વડોદરાના ‘રે મ પ ની’ ગ્રુપની સી. ડી. – અંતરનો એક તાર (ભાવગીતો) જે Children’s University, Gujarat દ્રારા બહાર પાડવામાં આવી છે.
********
સ્વર-સ્વરાંકન : રવિન નાયક
********
Posted on June 25, 2006
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .
તૂંબડું મારું પડ્યું નકામું
કોઇ જુએ નહીં એના સામું;
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર
પછી મારી ધૂન જગાવું.
સુણજે આટલો આર્ત તણો પોકાર
બીજું હું કાંઇ ન માગું .
એકતારો મારો ગુંજશે મીઠું
દેખાશે વિશ્વ રહ્યું જે અદીઠું;
ગીતની રેલશે એક અખંડિત ધાર,
એમાં થઇ મસ્ત હું રાચું.
આપને તારા અંતરનો એક તાર
બીજું હું કાંઇ ન માગું
‘બાદરાયણ’ – ભાનુશંકર બા. વ્યાસ
As a student, I sing this poem in 1968, in our farewell function of SSC class, in S.& I C School, Jambusar. And all my teachers were very glad that I not sing a film song. Today, after 45 years, I am still remember that day. God bless every body.
Ravin, Very happy to know that “Re Ma Pa Ni” is still thriving and going strong!! Congratulations to you and the team… reminded of Gunjan days with Pareshbhai!!
સુંદર પ્રાર્થના છે.
ખુબ સુન્દર કાવ્ય અને સ્વર્. આભર્. આ સિડી ક્યાથિ મળૅ?
પ્રાર્થનામય ભક્તિ રચનાનો આનદ આનદ થઈ ગયો, આપનો આભાર્ શ્રી રવિન નયક્ને અભિનદન…………………
આ પ્રાર્થના અમે અમારી હોસ્ટેલ માં અઠવાડીયા માં એક વાર ગાતા હતા. ખુબ સરળ રાગ અને ભાવ સાથે. પણ ત્યારે
આ રચના કોણે કરી છે તે ખબર નહોતી. આજે કવિનુ નામ જાણી ને ઘણો આનન્દ થયો. આવી પ્રાર્થના સંભળાવતાં રહેજો.
ફુલવતિબેન શાહ
We still sing this prarthana everyday I think this was sung by Shree Babubhai Parmar from ALL INDIA RADIO MUMBAI before atleast more than 45/50 years ago ….or even earlier than that…
આ અમારા ઘરમાઁ કાયમ ગવાતી પ્રાર્થના કાવિ નુ નામ આજે જ જાણવા મળ્યુ.આભાર્.
આ ગીતનુ સ્વરાન્કન (રાગ મારુ બિહાગમા) સી એન વિધ્યાલયના ભાઇલાલભઇ શાહે કર્યુ છે.
કવિ ભાનુશન્કર વ્યાસ એજ બાદરાયન્ સુરેશ ભાય્….
નમ્ર વિનબ્તિ…જો કોઇ શ્રોતાને વિનિત્ભા કે જય્શ્રેીબેન ને
બાદરાયન નિ બિજિ કોઇ રચ્ના યાદ હોય તો જરુર્થિ જનવે.મન્વન્ત ભાય ને પન વિનન્તિ…કરુન્ચ્હુ આભાર્..વિર્મુચ્હુ..
બાદરયન નિ માત્ર એકજ રચના હોયજ નહિને!
શ્રેી ભનુ શન્કર વ્યસ નિ રચના નિ જાન મોને હતિ અને અમે આરચના અમે મુમ્બૈ રેદિઓ ખુબ આનન્દ્પર સમ્ભલ્તા આજે ઘના વર્શો પચ્હિ મન્યુ અને અમોને કન્થ્હ્સ્તચ્હે ખુબ મઝા આભાર્પદિ અમે રાગ થિ હજિ પન ગૈયેજ અવાર નવાર્ .ાભર્…
બાદરાયણનું નામ :”શ્રી ભાનુશંકર વ્યાસ”
અને ઉપનામ “કેડી”.શ્રીમાન સુરેશભાઈની જાણ
માટે….મંનવંત.
નમસ્તે જયશ્રી,
પ્રથમ બે પંક્તિઓ મેં વર્ષો પહેલાં ક્યાંક વાંચી હતી અને તુરંત કંઠસ્થ થઇ ગઇ હતી… આજે પ્રથમવાર આખી કવિતા વાંચવા મળી…. ખુબ જ સરસ છે.
ઘણો આભાર જયશ્રી…
સાચે જ સરસ કાવ્ય.
‘બાદરાયણ’ નું નામ શું હતું ? બહુ જ સુંદર કવિતા.
ખુબજ સરસ, અભિનન્દન.