લયસ્તરો ‘યાદગાર ગુજરાતી ગઝલો’ ની શ્રેણીની શરૂઆત ધવલભાઇએ આ જ ગઝલથી કરી હતી..! અને એમની વાત પણ સાચી – સવાસો વર્ષ પહેલા લખાયેલી આ ગઝલની પ્રથમ પંક્તિ તો કહેવત જ બની ગઇ છે. તો માણીએ આ ગઝલના આજે પણ એટલા જ પ્રસ્તુત શબ્દો – મઝાના સ્વર-સ્વરાંકન સાથે!
સ્વર – સંગીત : ??
ગણ્યું જે પ્યારું પ્યારાએ....
ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!
દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!
કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!
જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!
રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!
રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!
કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!
અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!
અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.
લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.
વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.
રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !
ગોધૂલિ સમયે તમે સ્નાન કરીને
ગૃહસ્થીના કંકાસ અને શોરબકોરથી દૂર
ભાગવતનો સ્વકંઠે પાઠ કરવા બેસી જાઓ છો.
અને તમારો અવાજ સંભળાય છે –
‘સાંભળે છે ? ક્યાં ચાલી ગઇ?
અહીં આવી ને બેસ અને સાંભળ’
પણ હું તો ચૂલા પાસે ખોડાયેલી ,
તમારું જમવાનુ બનાવી રહી છુ,
સેંકડો વણઉટક્યાં વાસણો, થાળી વાટકા
મારી પ્રતિક્ષામાં છે.
અને સેંકડો નાનામોટા કામ,
જે મારે કાલે કરવા પડશે.
મારા મેશ ખરડાયેલા હાથોથી
હું પણ ફેરવું છું
એક વિરાટ ભાગવતનાં પાનાં
છેલ્લા શ્વાસ સુધી
પૂરું ન થનારુ એક ભાગવત છે
જેને હું સ્વેચ્છાથી વાંચતી જ જાઉ છું.
અને જે –
તમે ક્યારેય આવીને નથી સાંભળતા.
આજે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 115મી જન્મજયંતિ – તો એમને ફરી એકવાર વંદન કરી શ્રધ્ધાંજલી આપી સાંભળીએ એમણે આપેલા અમૂલ્ય ગીતોના ખજાનાની એક ઝાંખી..!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.