સ્વર – સોલી કાપડિયા
સ્વરાંકન – દક્ષેશ ધ્રુવ
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
આસપાસ દર્પણનો આભાસી તડકો,
તું સૂરજ ના હોવાની ધારણા
લાગણીનું રણમાં ચણાતું મકાન
પારદર્શકતા સગપણનાં બારણાં
પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
– વીરુ પુરોહિત
I love Gujarati poem ..superb collection.
સુન્દર ગેીત્. મજા આવેી.
i can not read gujarati so pl help me
સોલીભાઈએ પણ વિરુભાઈની કલમને સરસ ન્યાય આપ્યો છે. બને તો અમર ભટ્ટ ના સ્વરે ગવાયેલુ આ ગીત પણ શ્રોતાઓ માટે રજુ કરજો.
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ
પાંગળાં આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં
વાદળાં…
પડઘાતી દૂરતા નેવાંની ધારમાં,
ને ધોધમાર રોજ કોઈ વરસે..
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે.. સંબંધોના રહસ્યો…
પહેલી કડી સિવાય આગળ સાંભળી શકાતું નથી…
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા
એકાદી આંગળીને બંસી બનાવી
કોઈ ફૂંકો તો ગોકુળ સળવળશે…
કે મને પાણીની જેમ કોઈ સ્પર્શે
વાહ વાહ !!! નામ વગર નેી લાગનેીનેી વાત યાદ કરાવે ચ્હે એક ફિલ્મ ગેીત્-“પ્યાર કો પ્યાર હિ રહ્નને દો કોઇ નામ ના દો”
સુન્દર બહુસુન્દર્.
સુંદર !!
બહુ સરસ… રોજરોજ આંખ્યુંમાં ઈચ્છાનું પક્ષીઓ
મળવાનું આભ લઈ આવતાં
આપણા સંબંધ સખી એવા કહેવાય,
જાણે શીર્ષક વિનાની કોઈ વારતા….
બહુ સરસ…
Good composition with velvet voice of Soli Kapadia.