ગઝલ પઠન : આદિલ મન્સૂરી
સૂર્યની આંખોથી છલકાતી ગઝલ,
ચાંદની સર્વત્ર પથરાતી ગઝલ.
લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ.
ક્ષણમાં સિદ્ધિનાં શીખર પર જઈ ચડે,
એજ સદીઓથી ઉવેખાતી ગઝલ.
સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.
મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.
કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.
વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.
મૂક થઈ જોયા જ કરવાનું હવે,
શબ્દ વચ્ચેથી સરી જાતી ગઝલ.
વહી જતી પત્થર ઉપરથી વહી જતી,
કાળજે પાણીનાં કોરાતી ગઝલ.
જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.
જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ.
– આદિલ મન્સૂરી
WHAT AN EXCELLENT GAZAL ABOUT THE GAZAL !
સુન્દર ગઝલ !!! શબ્દોની રચના દાદ માગી લે છે.
“વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકૂ પડે,
એક બિંદુમાં મસમાતિ ગઝલ… ..”
આભાર!!!
કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.
excellent…hats off….bov j mast rite varna karyu 6….
“GAZAl” nu “GAZAL” ma…..
કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ.
વાહ, અત્યંત સુંદર રચના.
બહોત ખુબ…!
વાહ આદિલભાઈ! ગઝલકારો તો ઘણા છે મગર “આદિલસાહબકી તો બાત હી અલગ હૈ!”
આદિલભાઈના સ્વમુખે એમના પ્રાણ સમી ગઝલ વિશેની ગઝલનું પઠન સાંભળતાં રૂંવાડાં ખડાં થઈ ગયાં!
જયશ્રીબહેન, તમારો જેટલો આભાર માનું એ ઓછો છે.
જણાવવાની રજા લઉં છું કે ગુજરાત ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થનાર મારા પુસ્તક “આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો અને એમના વિશે રસમય વાંચન’માં આદિલભાઈની આ ગઝલના ત્રણ શેરો વિશે લખાણ છે જે આપને જરૂર ગમશે.
વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.
જ્યારે ‘આદિલ’ શ્વાસ પણ ડૂબી જતો,
ત્યારે રોમે રોમ સંભળાતી ગઝલ.
જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ.
–ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
શ્વાસ બઁધ થયા પછી પણ આજે આદિલને
સાઁભળવા મળ્યાનો આનઁદ થયો.આદિલજી !
આજ રીતે તમે જીવઁત હોવાનો અહેસાસ તો
જરૂર કરાવતા રહેજો !અમે તમને માણીશુઁ
આભાર બહેના !
સુન્દર ભાવવાહી ગઝલ નુ આ વર્ણન વ્યોમ થી બિન્દુ સુધી વિસ્તરે,વાહ આદીલ સાહેબ,
આભાર જયશ્રીબેન.
બન્સીલાલ ધ્રુવ.
..મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.
કોણ કોને કેમ ક્યારે કેટલી,
કઈરીતે કેટલી સમજાતી ગઝલ…
..લીલી પીળી વાદળી રાતી ગઝલ,
છેવટે તો શ્વેત થઈ જાતી ગઝલ..
સુન્દર ગઝલ..
નરી સચ્ચાઈ આદિલની ગઝલોમા સહજ મળી આવે! જેમકે…
૧ સુક્ષ્મત્તમ થી સુક્ષ્મત્તમથી સુક્ષ્મત્તમ,
કે નરી આંખે ન દેખાતી ગઝલ.
૨ મૌન વચ્ચે, મૌન વચ્ચે બૂમ થઈ,
મનનાં ઉંડાણોમાં પડઘાતી ગઝલ.
૩ વિસ્તરે તો વ્યોમ પણ ટૂંકું પડે,
એક બિંદુમાં સમેટાતી ગઝલ.
અને,
૪ જીહાં ‘આદિલ’ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતી ગઝલ.