હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ – દયારામ

આ મઝાનું પદ mp3 file અને શબ્દો લખી ટહુકોના ભાવકો માટે મોકલવા બદલ શ્રી લલિતભાઇનો ખૂબ ખૂબ આભાર.

રચના : દયારામ
સ્વર : કૌમુદી મુનશી
સંગીત : નાનજી ભાઇ મિસ્ત્રી

સ્વર : ડો.દર્શના ઝાલા
સંગીત : અમિત ઠક્કર
રસ દર્શન : વિનોદ જોશી
આલબમ : અંતરનાં અજવાળાં

હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ

હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે
વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે
કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે
કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે … હું શું જાણુ

એકલડી દેખે ત્યાં પાવ રે લાગે
રંક થઇ કાંઇ કાંઇ મારી પાસે માંગે
જ્યાં જ્યાં જ્યાંથી જાણે ત્યાંથી આડો આવી ઝુકે
દયાનો પ્રીતમ મારો કેડો નવ મુકે … હું શું જાણુ

10 replies on “હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ – દયારામ”

  1. ઉત્તમ ગીત અને સંગીત.ખુબ જ રોમાંચ થયો આ ગીત વર્ષો બાદ સાંભળવાથી.મારું ખુબ જ પ્રિય આ પદ,અને આ જ કમ્પોઝીશન,અને આ જ અવાજમાં હું શોધતી હતી જે તમારા દ્વારા મને મળ્યું જેનો હું ખુબ જ આભાર માનું છું. અને એક વિનંતી પણ કરું કે “મોગરાની માળ મારી મોગરાની માળ,બેનીએ ગૂંથેલ મારી મોગરાની માળ” ગીત જો મને આપી શકો તો ભગવાન મળ્યા જેટલો આનંદ થશે.જો કે મને એના કવિ કે ગાયક યાદ નથી.પણ કદાચ કૌમુદીબહેન કે વીણા મહેતા નું હોય..એ સમય નું જ છે.

  2. ખુબ જ ભાવવાહિ ગીત લલિત ભાઇ ખુબ ખુબ આભાર્.સુદર રચના સાભળવા મળી.

  3. મારે આત્મા થવું છે બસ હવે મારે આ દેહ ની જંજાળ માં થી મુક્ત થવું છે.
    આ આત્મા પણ આ પાંજરા માં થી મુક્તિ માગે છે.પળ પળ આ દેહ મુક્તિ જંખે છે.
    બસ હવે તો હરી ના ચરણે જ વિસામો લેવો છે.દિવસ રાત બસ હવે તો એનુજ સ્મરણ.
    હવે તો ભાંગો પ્રભુ આ ભવ ની ભવાટવી.તમને પણ તડપાવામાં ખુબ મજા પડે.
    છેવટે જો ના લઇ જવો હોય તો એક તો વચન આપો,સદૈવ તમારું સ્મરણ રહે.

  4. બહુ લામ્બા સમય પછી ગીત સાંભળ્યુ. મઝા આવી ગયી. લગભગ ૨૫ વષૅ પહેલા મુ.કૌમુદીબેન ની સાવ સામે બેસીને આ લ્હાવો મળ્યો હતો !! શું અવાજ છે શું રણકો છે !
    Can’t thank you enough…

  5. Dayaram nee rachana ane Koumudiben no avaaj.bahu j saras.temanee pase thee aa geet eak program ma same besee ne sambhalyu chhe.te yaad aavee gayu.thanks Jayashriben..

  6. ઘણા સમય બાદ આ મધુર ગીત સામ્ભ્ળવા મળ્યૂ. આભાર.

  7. વાહ કૌમુદીબહેના ! રસિયાનુઁ રસિક ગેીત
    તમે સઁભળાવ્યુઁ તે બદલ આભાર !મજા આવી.

  8. મોહે પનઘટ પે નન્દલાલ છેડ ગયો રે મોહે પનઘટ પે
    હો મોરી નાજુક ક્લૈયા મરોડ ગયો રે… મોરી નાજુક ક્લૈયા મરોડ ગયો રે
    મોહે પનઘટ પે …મધુબાલાનુ ગીત યાદ આવી ગયું…પુઠે પુઠે આવતો કાનો યાદ આવ્યો ને ઘણી ગમી ગયેલી વ્હાલાની વાત…
    હું જાઉં જળ ભરવા ત્યાં પુઠે પુઠે આવે વગર બોલાવ્યો મારુ બેડલુ ચડાવે…
    કહ્યુ ને તરછોડુ તોયે રીસ ન લાવે કાંઇ કાઇં મિષે ઘેર આવી બોલાવે…
    હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ…

  9. દયારામ પર આટઆટલી ક્રુપા હોય જ. હરિના લાડકા ભક્ત દયારામ. નરસિંહ મહેતાએ પણ ગાયું છે, “પ્રિત કરે તેની પૂંઠ ન મેલે એવો રસિયો શામળયો….”
    નયનરમ્ય મનગમ્ય રચના. આભાર

  10. these gives pleasure & as i remember , sent from US. Good effort 2 share interest in Guj poems/ songs. Thanks again.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *