ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા

લયસ્તરો ‘યાદગાર ગુજરાતી ગઝલો’ ની શ્રેણીની શરૂઆત ધવલભાઇએ આ જ ગઝલથી કરી હતી..! અને એમની વાત પણ સાચી – સવાસો વર્ષ પહેલા લખાયેલી આ ગઝલની પ્રથમ પંક્તિ તો કહેવત જ બની ગઇ છે. તો માણીએ આ ગઝલના આજે પણ એટલા જ પ્રસ્તુત શબ્દો – મઝાના સ્વર-સ્વરાંકન સાથે!

સ્વર – સંગીત : ??

ગણ્યું જે પ્યારું પ્યારાએ....

ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

દુનિયાની જૂઠી વાણી, વિષે જો દુ:ખ વાસે તો,
જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે!

કચેરી માંહીં કાજીનો, નથી હિસાબ કોડીનો.
જગત કાજી બનીને તું વહોરી ના પીડા લેજે!

જગતના કાચના યંત્રે, ખરી વસ્તુ નહીં ભાસે.
નસારા કે નઠારાની જરાયે સંગતે રહેજે!

રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે
ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

રહે ઉન્મત્ત આનંદે, ખરું એ સુખ માની લે.
પીએ તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી પીજે!

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે
પરાઇ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે!

અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે!

અહો શું પ્રેમમાં રાચે ? નહીં ત્યાં સત્ય પામે તું ?
અરે તું બેવફાઈથી ચડે નિંદા તણા નેજે.

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,
અરે એ કીમિયાની જો મઝા છે તે પછી કહેજે.

વફાઈ તો નથી આખી દુનિયામાં જરા દીઠી,
વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે.

રહી નિર્મોહી શાંતિથી, રહે એ સુખ મોટું છે
જગત બાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે !

પ્રભુના નામનાં પુષ્પો, પરોવી કાવ્યમાળા તું.
પ્રભુની પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દેજે !

કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ?
નિજાનંદે હંમેશાં બાલ મસ્તીમાં મઝા લેજે !

– બાલાશંકર કંથારીયા
(1858 – 1898)

(શબ્દો માટે આભાર – લયસ્તરો.કોમ)

35 replies on “ગુજારે જે શિરે તારે – બાલાશંકર કંથારીયા”

  1. Not only lovely poetry but also best prayer.It was very much loving to my father.I am sending this with love .

  2. Lovely poem & lovely prayers, words are coming from heart of poet.very very beautiful, one of the best favorite poem of my father it was on teeth of the tung.

  3. શાળામાં ભણતા ત્યારે આ રચના શિક્ષકે સમજાવેલી..હજુ પણ યાદ આવે છે.જિંદગીનું સત્ય સમજાવ્યું છે.

  4. વષોઁ પછી આ આખી રચના વાંચવા મળી. સ્કૂલ માં 7 કે 8 માં ધોરણમાં ભણતી ત્યારે તો આખી કંઠસ્થ હતી. અત્યારે પણ અળધી તો છે જ…મારી ગમતી કવિતાઓ માની એક…
    ખુબ સુંદર રચના.

  5. કવિની આ કૃતિ વારઁવાર ગણગણવી ગમે તેવી છે.
    ગુજરાતી સાહિત્યનુઁ ઘરેણુઁ આ ગેીત અમર છે અને
    સદાય મનોજગતમાઁ રમતુઁ રહેશે.આભાર સૌનો !

  6. I love this song,every day i sing this song from a book.But first time i heard from well known singer.Sir,how can i download.God bless you.

  7. for long time,I was looking for a gazal my late father used to sing.To day i got on tahuko. Iam very happy.
    thank you very much

  8. શેઠ ગો.તે.હાઈસ્કુલ મુમ્બઇ એ ભણલો
    હજજી પણ ત્યાજ જઈને બેઠા હોઈએ/રહિએ એવુ લાગે

    સુધીર

  9. ઉત્તમ્

    આતિ ઉતમ્

    નાના હતા ત્યરે આ કવ્ય ભ્ન્યો ચ્હુ. આજે સમ્ભલિ ને અતિ અનન્દ થયો.

    આખુ સમ્ભલવ મલ્સે વધરે ગમ્સે.

    આભર્.

  10. How nice to listen to these songs ! Some of which like ગુજારે જે શ્સિરે તારે…,I studies in my text in school.
    Great!
    yogen

  11. ભણાવતા પહેલા સદાશિવ માસ્તરે (શ્રી સદશિવ ભટ્ટ્ – વી.સી. હાઈસ્કૂલ, મોરબી) પ્રસ્તાવના માં કહ્યું હતું કે આ છે ગુજરાતી ભાષા ની પહેલી ગઝલ. બાળપણમાં ભણેલી આ રચનાની પ્રત્યેક પંક્તિ આજે સાઈઠ વર્ષે પણ યાદ. જાણે આગમની સુક્તિઓની સચોટ અભિવ્યક્તિ. તમારા જેવા ઝવેરી છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના આવા અણમોલ રત્નો ઝળહળતા રહેશે. ધન્યવાદ.

  12. Thank you for sending this excellent Ghazal to your readers. This widely acclaimed poem is considered by critiques as one of the four outstanding Ghazals of Gujarati literature. The other three being the following: (1)Manilal Nabhubhai Dwivedi’s ” kain lakho nirashama amar asha chhupai chhe” (2) Aapani Yaadi from Kalapi and (3)a Ghazal by Govardhanram Tripathi that I can not recollect at the moment.

    Thanks again.

    Rajesh Bhat.

  13. ખુબ જ આભાર જ્ય્શ્રેીબેન્,શાળા મા સાત્મ કે આથ્મા મા ભ્ણ્તા ત્યારે આ ક્િવ્તા વાચેિલ્.ત્યારિથ આટ્લા વર્શો પ્ચે આ વાચવા મ્િલ.ખુબ જ મન ખુશ થય ગ્યુ.કોય પન સન્જોગો મ આ કિવ્તા મન મા ગ્ણ્ગ્ણી લયે તો ખુબ જ મન હળ્વુ થય જાય ખુબ જ આભાર્

  14. શાળામા આ ક્રુતિ ભનેલ ત્યારે રાગ અને શબ્દો ગમતા પન શિક્શક યાદ કરવા આપતા તિયારે અઘરુ લાગતુ.પન “અરે ! પ્રારબ્ધ તો ઘેલું, રહે છે દૂર માંગે તો
    ન માગ્યે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે”,”ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
    ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે” જેવિ ઘનિ પન્ક્તિઅઓ બહુ ગમતિ. આજે ગઝલનઉ હાર્દ સમજાય તો થાય કે આભાર અમારેી શાલાનો કે સુન્દર વિચારોના બેીજ વાવ્યા ચ્હે તો આજે આબધુ સમજાય ચ્હે.યાદો તટાજેી કરાવવા બદલ આભાર બેન .

  15. Love it આ પહેલા પણ જ્યરે લયસ્તરો પર મુજકેલુ ત્યારે ખૂબ માણેલુ….

  16. શાળામાં સાતમા કે આઠમા ધોરણમા આ કવિતા પહેલી વાર વાંચી હતી ત્યારે ખુબ જ ગમી ગઇ હતી. આજે પણ એટલી જ શાષ્વત લાગે છે. વૈશ્ણવ જન તો તેને રે કહી એ….. જેવી જ ઉમદા વિચાર શૈલી પ્રસ્તુત કરતી આ કવિતા પણ જિવન જિવવાની એક સરળ ચાવી આપે છે.

  17. જીંદગીની કોઇપણ અવસ્થામાં સ્વસ્થ રાખતી આ ગઝલ યાદગાર તો છે જ, અમર પણ ખરી જ…

  18. આ કવિતા અભ્ય્સ્ક્રમ મધ્યએ હતિ ,ને , શિક્શક બહુ જ સરસ રિતે સમ્જવિ સક્યા આજ સુદ્ધિ યાદ ,ફરિ રજુ થતા બહુજ આન્દ્ન્દ પામ્યો …………………આભ્ભ્હર્…..ને …અભિનદન ……..નિત્ય સવારે આજ કવિતા ગાએને …..યાદ કરુ…………

  19. dear Editor….another gr8 gujarati geet gifted for a second consecutive day by my lovely daughter Sarangi and am amazed by listening such a superb WORDS….
    god bless all..jay shree krishna
    ever urs
    sanatbhai

    • વાહ આ ગઝલ ગમે તેટલાં વર્ષો પછી પણ એવી જ તરોતાજા લાગે છે. ઘણાં વર્ષો પછી પણ વાંચવા/ સાંભળવા ની ખુબ જ મજા આવી ગઈ. શેર કરવા માટે ખુબ ખુબ આભાર.

  20. આજ ના યુગ મા પણ ૨૦૦ વરસ પહેલ લખાયેલિ ગઝલ ઉપ્યોગિ લાગે તેવી …
    નડિયાદ ના આ કવિ ને કોટી કોટિ વન્દન્….

  21. મુજે ગમભી ઉનકા કબુલ હૈ કે ઉન્હી કી દી હુઇ ચિજ હૈ…
    ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે.
    ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે!

  22. રહેજે શાંતિ સંતોષે, સદાયે નિર્મળે ચિત્તે.
    દિલે જે દુ:ખ કે આનંદ કોઇને નહીં કહેજે!
    કવિતાની લાગેલી લત તે વર્ષો પછી તાજી થઈ ને યાદ આવ્યું આ કાવ્ય તે અહીં રજુ કરું છું…
    તુજ સુખની મેહફીલમાં સૌને નોતરજે,
    જમજે અશ્રુનો થાળ એકલો….
    તારા ગુલશનના ગુલ જે માગે તે દેજે,
    સેહજે સર્પોના દંશ એકલો…..
    દિલ દિલની વાતો દિલસોજીથી સુલાજે,
    સેહજે ઉરની વરાળ એકલો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *