આ પહેલા ફક્ત શબ્દો સાથે મૂકેલું આ ગીત – આજે સ્વરાંકન સાથે ફરી એકવાર…!
_____________
સ્વરાંકન: સુભાષ દેસાઈ
સંગીત નિયોજન: વિક્ર્મ પાટીલ
સ્વર: રાવી મોરે
આલ્બમ: ક્યાંક સપનામાં
તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
———————-
સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ (સંગીતબધ્ધ)
સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
પ્રિતિના અવસરિયે સરવાની વાત છે – આ ગીત ટહુકો પર મુકવ વિનંતી.
supr dupr mega lyk…OMG…કમાલ ..ધમાલ…બેમિસાલ…સાહ્યબો મારો ગુલાબનો છોડ છે….સાહ્યબો મારો સાવરિયોં ….મજા આવી ગઈ…!!!
આજે ફરીથી આ ગેીત સઁભળાયુઁ.કોડ પૂરા થયા.મજા આવી ગઇ. આભાર !
વાહ ! એક નવો અંદાજ ! ને શબ્દો ભાવ ના સુંદર વાહક ! વિરહ ની ઝીણી વેદનાનું – ફરિયાદ વગર – સ્રાવ સરળ શબ્દો માં બયાન ! કાબિલે તારીફ !
ખુબ જ સરસ
khub sunder geet vagadyaj karu.thanks for sharing.
સરસ સુંવાળું ગીત. એમા સાહ્યબાને છોડ કહેવા છતાં એક પણ કાંટાળો શબ્દ ગુંથાયો નથી. એટલે જ ગુલાબની પાંખડીઓ સમુ સોહામણું લાગે છે.
આભાર.
ગેીત્તના બધા શબ્દો ખૂબ સરસ છે. આભાર
વાચ્યુઁ પણ સઁભળાયુઁ નહીઁ.
આ ગઈ કાલ ને ભુલવિ દેવા આવ્યુ, ના નવિન વાતો ને નવોજ અનદાજ …….બિજુ કઓઇયે ન જોઇયે મિત્રો ……….આભાર ……..ને પન્નાબેન ને અભનદન ………………………
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.થોડી મોડેથી નજર પડી પણ મજા આવી ગઈ…
[…] સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ) સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક […]
STREE NI AARPAR JAVANI JID MA BHUL KARI GAYO,
HU TEMA MAN,MAGAJ ANE HRIDAY MATHI NIKDI GAYO.
hata e bahu pardarshi, etle hu ekrup bani gayo,
bhulai gayu astitva ane hu bhram bani rahi gayo.
લોકગીતની ઢબમાં લખાયેલું પણ ગુલાબની પાંખડીઓ સમું તાજું-કૂણું ગીત… થોડી મોડેથી નજર પડી પણ મજા આવી ગઈ…
પન્નાબહેનના આ ગીતને પણ
અભિનઁદવુ જ પડે તેમ છે.હુઁ તેઓનો વાચક છુઁ .
સાહ્યબો મારો ગુલાબનો””રઘુનાથ બ્રહ્મભટ્ટ અને કૈલાસ પંડિત જેવી ઘડાયલી કલમે લખાયલા શબ્દો કરતાં નવા જ અંદાઝમા
લખાયલૂં પન્ના નાયકનું ગીત મઝાનું છે—તેને પણ સ્વરબધ્ધ કરીએ તો?
તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.
વાહ્