સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ

‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે…. ‘ ગીતના મૂળ રચયિતા, અને ગુજરાતી રંગભૂમિના ગીતો દ્વારા ગુજરાતી પ્રજાને પોતાના શબ્દોનું ઘેલું લગાડનાર ‘રસકવિ’ રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ… આપણા સર્વે તરફથી એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.

‘સાહ્યબો મારો ગુલાબનો છોડ’ આ જ પ્રથમ પંક્તિ તરીકે વાપરીને બીજા પણ કેટલાક ગીતો લખાયા છે…

સાહ્યબો… મારો ગુલાબનો છોડ… – કૈલાસ પંડિત (સંગીતબધ્ધ)
સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક (સંગીતબધ્ધ)

કવિ વિશે વધુ રસપ્રદ વાતો ભવિષ્યમાં કોઇકવાર ફરી માંડીશું. આજે એમના વિષે – અન્ય કવિઓના શબ્દોમાં….

********

એક રઘુનાથ આવ્યા ને એમણે ગાયું : ‘નાગરવેલીઓ રોપાવ તારા રાજ મહેલોમાં’ ને હજારો ગુર્જર નારીઓએ એને ઝીલી લીધું.
– મહાકવિ નાનાલાલ

********

રસકવિ રઘુનાથભાઇનો સ્નેહ મારી જેમ ઘણા માણસો પામ્યા હશે. એમની આંખમાં અમી ઊભરાતું હોય. ગુજરાતી ભાવગીતોને સમૃધ્ધ આપણી એ કલાકારે.
– ઉમાશંકર જોષી

********

કવિના શરૂઆતના ત્રણ નાટકો, ત્રણેય સફળતા પામ્યાં. આ ખ્યાતિ કોઇપણ ઊગતા લેખકને અભિમાન આપે એવી છે. સદભાગ્યે કવિને અભિમાન તો ન આવ્યું, પણ નાટકો કવિતાપ્રધાન હતાં એટલે જીવનને કવિતાપ્રધાન કરી મુક્યું.
– પ્રભુલાલ દયારામ દ્વિવેદી

********

રસકવિ રઘુનાથનું અર્પણ ગુજરાતી રંગભૂમિનું કાયમનું સંભારણું છે. કવિ ! તમે રંગભૂમિને અતોનાત પ્રેમ કર્યો છે. તમારો આ પ્રેમ અમારી પેઢીને વારસામાં મળ્યો.
– હરીન્દ્ર દવે.

********

કવિ રઘુનાથને ‘રસકવિ’નું બિરૂદ મળ્યું છે. આ નાટ્યલેખકે એકે નાટક ના લ્ખ્યું હોત અને ફક્ત ગીતો લખ્યાં હોત તો એમાંથી એવડો કાવ્યસંગ્રહ જરૂર થાત કે જેથી એ પોતાનું સ્થાન આપમેળે કોઇપણ પ્રતિષ્ઠિત કવિસંમેલનમાં પ્રાપ્ત કરી શકત.
– ચંદ્રવદન ચી. મહેતા

********

અને હા… જુલાઇ ૧૧, ૨૦૦૬ ના દિવસે ટહુકો પર ફક્ત શબ્દો સાથે મુકેલું આ ગીત… આજે આશિત-હેમા દેસાઇના યુગલસ્વરમાં ફરી એકવાર…

.

સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની,
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.

આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી,
કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી.

રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ :
ઓઢણી ઓઢી ઉમંગની.

– રઘુનાથ બ્રહ્મભટ્ટ
( જન્મ : ડિસેમ્બર 13, 1892 ; અવસાન : જુલાઇ 11, 1983 )

41 replies on “સાહ્યબો મારો ગુલાબનો છોડ – રઘુનાથ બ્રહ્મભટ્ટ”

  1. extremely good ,you honor Raskvi shri Raghunath Brahmbhattji Nadiadi ,I fill very grat. many peoples know hide history, he was grat kavishri and natyakar from saxar bhmi of nadiad. My praam .

  2. હું ભૂલતો ન હૂઊ તો ઓરિજિનલ ગીત નાટ્ય અભિનય સામ્રાગ્નૈ મોતિબાઈનુંગયેલુ છે. ભુલ હોય તો સાચુ કોનુ ગયેલુ છે કૃપા કરી જણાવશો.
    જયસિંહ ભક્તા

  3. ધબકાર મુંબઈ દ્વારા દિ. ૧૭મી જુલાઈ ૨૦૧૬ના રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટને શબ્દાંજલી આપવામાં આવશે. આ પ્રસંગે કવિશ્રીના પૌત્રો, ડૉ. રાજશેખર બ્રહ્મભટ્ટ અને કવિ રાજેન બ્રહ્મભટ્ટ પધારશે અને કવિશ્રીના ગીતો ગાશે. સૌ મિત્રોને પધારવા નિમંત્રણ છે. વધુ વિગત માટે +૯૧ ૯૩૨૦૦૩૩૭૨૨ પર સંપર્ક કરવો.

  4. રસકવિને અને અહીં એમના વિશે દુર્લભ માહિતી પીરસનાર સર્વ રસીકોને દંડવત્ પ્રણામ ! ગુજરાતી હોવાનું ગર્વ અનુભવાય !

  5. […] પણ અવિરત આગળ વધી રહી છે. અને આ વર્ષોમાં ‘સાહ્યબો મારો ગુલાબનો છોડ‘ થી લઇને ‘પ્રિય પપ્પા હવે તો તમારા […]

  6. Lovely poem and great singing.This song takes you back also to INT’s famous play by the same name..memories of Pravin Joshi-Sarita-Arvind Joshi-Sharad Smart-D.S.Mehta rush through like it was yesterday! Tehi Na Divaso Gatah!!!

  7. વાહ, શું સોંગ છે!!!!!!! મેં આ સોંગ એકવાર રેડિયો પર સાંભળ્યું હતું, ત્યારથી મને ફરી સાંભળવાની ઈચ્છા હતી!!! થેંક યુ!!!! 🙂

  8. To All Rasikjan,
    Last night we could watch this song being performed superbly… in the complete spirit of desi natak samaj by Smt.Maheshwariji…She also inacted Meetha Lagya Ujagara..I would like to know more about Maheshariji…
    I congratulate her through this platform
    Thanks, Jayshree, what a coincidence..I heard this song on your website and in a few days could see live performance….

  9. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ્ના રંગભૂમીના ખુબ જાણીતા ગીતો નુ એક સુંદર આલ્બમ “વંસ મોર” ઘણા વખત પહેલા સાંભળેલુ. કદાચ આ ગીત પણ એ આલ્બમમાં જ હતુ. આમ તો બધા ગીતો ગમેલા પણ અમુક ગીતો યાદ રહી ગયા છે જે ફરી-ફરીને સાંભળવાનુ મન થાય. જેટલી યાદ આવે એટલી માહિતી રજૂ કરુ છુ.

    1) નાગરવેલીઓ રોપાવ… (ગાયિકા : અનુરાધા પોડવાલ)
    2) સાર આ સંસારમાં ન જોયો…(નાટક: બુદ્ધદેવ, ગાયક: આનંદકુમાર સી.)
    3) મીઠી મીઠી તે સખી વ્રજની આ વાટલડી…(ગાયિકા : અનુરાધા પોડવાલ)

    આ ત્રણેય મારા પ્રિય ગીતો છે. બદનસીબે એ સીડી હું વતનમાં ભુલી આવ્યો છુ. જો તમારી પાસે હોય તો રજૂ કરવા વિનંતી.

  10. I received this email and i jumped on it! I have visited ‘Tahuko’ quite often, but did not want to miss this opportunity to listen to Resp. Raskavi’s beautiful kruti! One feels like listening over and over! Still always refreshing! I know famous Trinity, but this Trinity (Triputi – Raskavi, Desai and Jayshree) did ‘kamaal’! Hats off to everyone! Thanks to all! Pl. keep this ‘parab’ always open, where gujarati kavita/sahitya thirsty people can come and quench their thirst! Pl. keep it up!
    Raskavi will be remembered forever! He will always stay alive in the hearts of people and esp. lovers (of every kind!). We always will remember him, esp. special day like this one when we are celebrating his ‘Janma Jayanti’. This was a very nice way to pay tribute to a great kavi like Raskavi! I always wonder when i hear or read his poems/geeto/kruti that what type of superb heart (and maybe mind!) he must have to create such krutis! He must be always in a form of eternal bliss! I have no doubt that when he was alive, he must be always very close to God!
    (I wished i could write this comments in Gujarati, but i could not (i tried the Gujarati keyboard, bit hard!)) Thanks!

  11. Dear Jaysheeben,

    This website is absolutely fantastic. I love to visit it. Most days in week I visit this website. I really like that song ” Saibo maro gulab no chhod” by Raghunath Brambhatt. I love to listen it repeating 10- 12 times. Its amazing. khub saras. carry on giving us such a nice songs so all gujaratis can enjoy and know more about our great gujarati literature and music. Thank you !!!

    sheetal odedra

  12. ‘રસકવિ’ના જન્મદિન નિમિત્તે દીલથી યાદ.
    જુનુ ગીત કેટલું મધુર છે.

  13. અતિ સુન્દર રચના.અદભુત.પ્રસ્તુત કરવા બદલ આભાર.

  14. Raaskavi (dadaji) lived for 91 Years. He had lost his father at very young age and hence burden of running the household did not permit him to complete schooling. At the age of sixteen, his drama ‘Buddhadev” was a smash hit in the Mumbai Drama Theatre. He never looked back thereafter.

    He used his thick ink-fountain-pen, for 75 years to serve Gujarati-bhasha through numerous Kavita, Natak, Navalika and lekh in Gujarati news-papers and magazines like Akhand-anand and Navnit to name a few.

    His creations are proud possession and heritage of every Gujarati. His centenary was celebrated in Birla Matushri Sabhagrah in Mumbai in 1996. A cassette titled “Once More” was released to comemorate the occasion. This cassette is a collection of songs including Hashya-raas, Pranay-raas, Vairagya-raas, Virah-raas etc.

    Words for appreciation for hosts of webs like Tahuko, who keep the Gujarati literature lively. Please keep up the good spirit

    Pradip

  15. અમને નવી નવી રચનાઓ અને કવિશ્રીઓનો પરીચય કરાવવા બદલ આપનો આભાર……….સરસ ગીત અને સરસ ગાયકી…..

    • Thanks I have Budhdev Natak in Tween 78 rpm records in 8 parts.It is written composed by Pradip Desai.The record Era is around 1930.It is most likely written by Sri Raghunath or he may be amajor Actor in Drama.

  16. Bhai Wah…… Bahu Divse Junu Geet Sambhalva Maaliu…. Thanks to everyone … Writer (Brahmbhatt), Singer (Desai) and person who uploaded the song (Jayshree)….

  17. આ ખુબ સુંદર ક્રુતિ ,આજે સાભળવાનિ માજા આવી.
    આપનો આભાર.

    રંજન શાહ

  18. રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ રચિત શ્રૃંગાર રસની રચનાઓમાં મારી સૌથી પ્રિય રચના

    સાંભરે પ્રથમ મિલનની રાત…..

    પ્રથમ મિલનની રાત્રીના મનભાવક ભાવો વ્યકત કરતી નાયિકા કહે છે…

    ના ના કરતાં
    રસથી નીતરતાં
    હૈયાં ધીમે દબાતાં

    લજ્જાની પાળો તૂટી ત્યાં
    રસ સાગર છલકાતાં
    શીખવે સજન
    નવીન કોઈ વાત

    સાંભરે પ્રથમ મિલનની રાત

    પૌરવી દેસાઈના સ્વરમાં કેદ થયેલું આ પણય ગીત વારંવાર સાંભળવું ગમે તેવું છે.
    શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ ની અન્ય શ્રૃગાર રચનાઓ પણ તેટલી જ અદભુત છે.

    ધન્ય ધન્ય ધરા ગૂર્જર.

  19. Dear Jayshree,
    visiting the site after a few days, and again, “Sahybo Gulab no Chhod…”Everytime, I get more & more hooked by by your fantastic work.
    All the best wishes.
    taralika

  20. જયશ્રીબેન,
    રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ્નો બાયો-ડેટા તમારે પ્રસિધ્ધ કરવો હોય તો મને તમારી ઇ મેઇલ આઈ ડી મોક્લો તો સ્કેન કરી મોકલું.

  21. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ્ના પૉત્ર રાજેન બ્રહ્મભટ્ટ પણ કવિ છે,રાજેનભાઈએ રસકવિનો બાયો ડેટા મને મોકલ્યો છે. જયશ્રીબેનને ઇ મેઇલ કરીશ.

  22. I spend six months each year at D D University in Nadiad. I always feel happy to remember that a great poet, Raskavi Raghunath Brahmbhatt lived in this town. He wrote the famous song Mohe Panghat pe Nandlal Chhed gayo re for the movie Mugle Azam. It was discovered by chance that he was the original writer and not Shakil Badayuni who wrote other songs of this movie.

    My thanks to Jayshree and Tahuko.com for bringing out these gewels of Goujarati songs and poetry of the years gone by!

    Dinesh O. Shah, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, D.D. University, Nadiad, Gujarat, India

  23. AA kavi no biodata chhe/ some one asked this.. but I am glad to inform you that He was a Diggaj of GujaratiKavitva.. and he was from Nadiad, a saxar nagari…..do you remember …mohe panghat pe nandlal chhed gayo re….an old famous song… Raskavi Raghunath Brahmbhattji wrote this and there was a big history behind this..

  24. સુંદર કૃતિ છે. અમે અમારી વેબસાઇટ પર થોડા દિવસો પહેલા જ આ કૃતિ મુકી હતી.

  25. સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
    ઓઢણી ઓઢી ઉમંગની ! આ ગીત એના
    મૂળ અવાજમાં સાંભળવા મળી શકે ? મારી
    ઘણા વખતની શોધ અને તરસનો અંત !
    જયશ્રીબહેનને ખાસ ધન્યવાદ આપવા પડે જ !
    આ ગીત જૂના નાટકમાં ગવાયેલું છે,તે જાણ માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *