ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો
ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો
– મનોજ ખંડેરિયા
શબ્દ જ્ઞાનનુ પ્રતિક અને અંધાર અજ્ઞાન નો. વિરોધાભાસ ઉભો કરી ને કવિ એક આગવી છટા થી શબ્દમન્ડળ ઉભુ કરયુ છે! રાજ્શ્રી ત્રિવેદી
આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો I like it.Sunder.
thoduk maaru.
શબ્દ આપે છે દિલાસો. શબ્દ દોરે છે દિશાઓ.
એજ શબ્દ તોડે મરડે ચીંધે ગુમનામ દિશાઓ.
શબ્દ વેદ, શબ્દ ગીતા, શબ્દ દ્રૌપદી મર્મ બાણો.
શબ્દ જ્ઞાન, શબ્દ પ્રજ્ઞા, શબ્દ નિમિત્ત સર્વનાશો.
શબ્દ છલના, શબ્દ શ્રુગાલ, શબ્દ સાવજ મુખવટો.
શબ્દ છે ઠાલા ઠાલા પડઘા, શબ્દ છે આત્મપ્રપંચો.
શબ્દ કાગા, શબ્દ ઘૂવડ શબ્દ કોકિલ, શબ્દ મયૂરો.
શબ્દ જનગણ અભિવ્યક્તિ, શબ્દ જનમનનાં દર્પણો.
શબ્દ હઝલ, શબ્દ ગઝલ, શબ્દ છે કાવ્ય ગુલદસ્તો.
શબ્દ ભરી મહેફિલ શોભે હાર લાખેણો નવસેરો.
વિઠ્ઠલ તલાટી.
શ્રી વિઠ્ઠલભાઈ ખુબ સુન્દર લખો છો..તમારા કાવ્ય ગુલદસ્તા માંથી રજુ કરેલ આ રચના ઘણી સરસ છે લખતા રેહજો ને રજુ પણ કરતા રહો એજ આશા…!!
અભાનાવસ્થામાં જે થોડીક ગઝલોના કારણે મારામાં ગઝલના સંસ્કાર રેડાયા એમાંની આ એક… મનોજ ખંડેરિયાની કેટલીક ગઝલો મારા માટે બોધિવૃક્ષ સમી હતી… એ જમાનામાં આ ગઝલનો એટલો પ્રભાવ હતો કે આવી જ એક ગઝલ પણ મેં લખી નાંખી હતી…
..જૂના દિવસો યાદ આવી ગયા…
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા…!
મનોજ ખંડેરિયાની અમર ગઝલોમાંની એક ગઝલનો આ પહેલો શેર…..અને આજે આ ગઝલ…!!! ખુબ ગમી ગઈ આ કડી..
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો….!
ખુબજ સરસ ગઝલ છે.
વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો
ઉપરોક્ત પન્કતિ કવિ ના હ્રદય નિ વ્યથા ખુબજ સરસ રિતે વ્યક્ત કરે છે. જય્શ્રી બહેન આપ્નો ખુબ ખુબ આભાર્
બકુલ શાહ્