હું એટલે કે આંસુ, સપના, આશ, મ્રૂગજળ, પ્યાસ ને એવું બધું,
આ જિંદગાની ધારણા, અટકળ્ ઊછીના શ્વાસ ને એવું બધું,
ડરતો નથી હું તારી આવી વાતથી મેં આયનાને કહી દીધું ,
કાયમ બતાવ્યા શું કરે પોતાની મારી લાશ ને એવું બધું,
છે એક જાહેરાત આ અખબારમાં કે ફ્લેટ ના જંગલ મહી,
ખોવાઈ ગ્યું છે ઊડતું પંખી અને આકાશ ને એવું બધું,
આજે કે જ્યારે આંખને અંધારની આદત પડી છે માંડ માંડ,
ત્યારે તું સામે લઈને આવે ચાંદની અજવાસ ને એવું બધું,
મ્હેંદી ભરેલા હાથ, થાપા કંકુના ડેલી ઊપર હું જોઊ ત્યાં,
આજે હજુ‘યે યાદ આવે એક ચહેરો ખાસ ને એવું બધું,










