સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા – તુષાર શુક્લ

ગઇકાલે આપણા વ્હાલા કવિ ‘તુષાર શુક્લ’નો જન્મદિવ (Sept 29th), તો આજે આ એમની કલમે લખાયેલો ગરબો સાંભળતા એમને જન્મદિવસની શુભેચ્છાઓ પણ આપીએ ને ?

Happy Birthday તુષારભાઇ.. તમારા ગીતોએ કેટલાય ગુજરાતીઓને – ગુજરાતી ગીત સાંભળતા – ગણગણતા કર્યા છે.. એના માટે અમારા બધા તરફથી ખૂબ ખૂબ આભાર.. અને શુભેચ્છાઓ..! 🙂

[ Correction : તુષારભાઇનો જન્મદિવસ ૨૯ જુન છે – એટલે હું એક દિવસ નહીં, ૩ મહિના અને એક દિવસ મોડી પડી. 🙂 ]

સ્વર : પિયુષ દવે
સંગીત : ડો. ભરત પટેલ

.

સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા,
આવ્યા રે ચાંચરના ચોકમાં
માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં

માટીનું કોડિયું આ દિપક થઇ જાય
જ્યારે જગમગતી જ્યોતે સોહાય
દીવે થી દીવે જ્યાં પ્રગટી ઉઠે ને
ત્યાં તો અંધારા આઘા ઠેલાય

માડી આવો ને હૈયાના ગોખમાં
સોળે શરણાર સજી…

તાળી ને ચપટી લઇ, માથે માંડવણી લઇ
ગરબે ઘૂમે છે આજ ગોરીઓ
ગેબ તણો ગરબો આ ઘૂમ ઘૂમ ઘૂમતો
એ અંબા જગદંબા એ કોરીઓ

પેર્યો નવલખ તારાનો હાર ડોકમાં
સોળે શણગાર સજી…

12 replies on “સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા – તુષાર શુક્લ”

  1. piyush dave is realy a trained voice singer,,,,,,, there are lots of imotions in his voice,,,,,, we want to listen more songs of piyush dave. plzzzzzzzzzz…. thanks………

  2. આવ મજાના સુન્દર અવાજ નુ એક જ ગિત કેમ ? પિયુશ દવે ના અવાજ મા વધુ ગિતો સામ્ભળવા ચાહિયે………

  3. ઊર્મિએ ૨૯મી સપ્ટેમ્બરે તુષારભાઇનો જન્મદિવસ ઉજવ્યો તો મને થયું કે હું શું કરવા રહી જાઉં, એટલે મેં ૩૦મી એ એમને Belated Happy Birthday કર્યું – ટહુકો પર… પણ સવારે ખબર પડી કે આ તો આપણે ૩ મહિના મોડા પડ્યા.

    ચલો કંઇ નહિં – એ બહાને તુષારભાઇને ફરી એકવાર યાદ કર્યા, એમની વાતો અને કવિતા વાંચી – એ માટે તો બધા નફામાં જ છે ને..

  4. મઝાના શબ્દો અને મધુરા સ્વરમાટે અભિનંદન
    વર્ષગાંઠમાં કાંઈ ગાંઠ પડી ગઈ હોવાથી દહેશત ફેલાઈ ગઈ છે!

  5. માડી, ઉતર્યો અજવાસ ચૌદલોકમાં
    માડી આવો ને હૈયાના ગોખમાં
    માટીનું કોડિયું આ દિપક થઇ જાય
    જ્યારે જગમગતી જ્યોતે સોહાય.
    સુંદર શરુઆત નવલિ નવરાત્રિ નિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *