સંગીત : દિપક અંજારીઆ
સ્વર : દિપક અંજારીઆ, પરાગ અંજારીઆ, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા
.
જય જય બોલો આનંદે અંબે માતની રે
અંબે માતની રે બહુચર માતની રે
ચાંચર ચોકની રે
ગબ્બર ગોખની રે..
પાવાગઢમાં છે મહાકાળી
શંખલપૂરમાં બહુચર વાળી
આરાસુરની રાણી અંબે માતની રે
ગોખમાં ગબ્બરમાં હિંચકા ખાયે
ભક્તોને એ દર્શન આપે
શોભે સિંહની સવારી અંબે માતની રે
રાચે નાચે તાળી પાડે
ગરબા ગાયે સખી સંગાથે
સખીઓ ઝીલે તાળી અંબે માતની રે
ખણખણ ખંજરી વાગે
ઘમઘમ ઘમઘમ ઘૂઘરી વાજે
સઘળે પ્રસરે જ્યોતિ અંબે માતની રે
બહુ મજા ન આવિ.વચે વચે પુરુશ સ્વર બેસુરો થૈ જતો લાગે ચ્હે
બહુ જ સુંદર સંગીત. ધન્યવાદ. સાંભળીને દીલ ખુશ થઈ ગયું.