માડી તારા મંદિરીયે ઘંટારવ થાય – અવિનાશ વ્યાસ

સ્વર : વિભા દેસાઇ અને વૃંદ
સ્વરકાર : ગૌરાંગ વ્યાસ

.

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

હે જગદંબા મા, તારે શરણે અમે કંકુ વિખાવ્યા
પગલા પાડો માં, અમે તારા ગરબા કોરાવ્યા
માડી તારા ઘુમ્મટમાં ઘંટારવ થાય…

જ્યાં જ્યાં ઘંટારવ, ત્યાં ત્યાં માડી તારા દર્શન
ઘંટારવમાં પૂજા ને ઘંટારવમાં અર્ચન
માડી તારી રગરગમાં ઘંટારવ થાય

જાગો માં.. જાગો માં..
જગભરમાં ઘંટારવ થાય..
ચારેકોર ચેતનની ચમ્મર ઢોળાય

માડી કેરા ઘુંઘટમાં ઘંટારવ થાય
વાગે નગારું ને ચમ્મર વિંઝાય

માડી તારા મંદિરીયે ઘંટારવ થાય…
ઘંટારવ થાય…
ઘંટારવ થાય…

17 replies on “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય – અવિનાશ વ્યાસ”

  1. vah!! gharama betha j rajkotnu Mai Mandir pratyaksh thai gayu.. ane sathe rakjotni j ‘Kankan’ sanstha.. aa garbo Kankanma Live Ghantarav sathe karvama aavyo hato.. ghano aabhar ahi share karva mate.. jara bhutkalna sukhad samsmaranoma dokiyu thai gayu.. 🙂

  2. ગુજરાતિમા કવિતા જોઇ અને સાબલિ એતલા માતે મજા પદિ ગઇ. Now I am unable to type in Gujarati font as I don’t have either knowledge or apt to express through this media of my computer keyboard. Anyhow I could manage to do this much by self style and understanding. Thanks a lot.
    I would be highly obliged if somebody can send me the script/ words of a poem ” BHABHINA BHAV MANE BHINJAVE RE LOL’ (

  3. RasBehari Desai and vibha desai, came to my brother’s residence dr.dinesh parmar,
    where they have sung so many songs, one such similar was Maadi Taru Kanku Kharyu ne suraj uugiyo…I am looking foro this
    song to hear on Tahuko. Please do so?
    RameshParmar from baroda….

  4. આ ગીત વિભાબેન સીવાય ન્યાય ન પામી શકે, ખરેખર અંબા મા નો સાક્શાત્કાર કરાવે છે.

  5. ખુબ ખુબ સુન્દર રચના અને વિભાબહેન નો આવાજ વાહ મજા આવિ સાભલવાનેી

  6. વાગે નગારું ને ચમ્મર વિઝાય

    ચમ્મર એટ્લે વિઝણો – દોરી ખેચવાથી માડી ને પવન આપવા માટે નુ સાધન

  7. Excellent… વિભાબેનનો સ્વર જાણે ઘંટારવ જેવો ગુંજે..!

  8. Lyricist – Avinash Vyas, Composition-Gaurang Vyas
    Vage nagara ne “chammer” vinzay
    tare “charane” ame kanku “bichavya”
    madi tari “rag rag” ma …
    sorry for not writing in Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *