51 ગૌરવવંતા ગુજરાતીઓમાં જયશ્રી ભક્તા અને ટહુકોને સ્થાન

ખુશ ખબર! ચિત્રલેખાએ એક ખાસ અંક બહાર પાડ્યો!
51 ગૌરવવંતા ગુજરાતીઓની શબ્દચિત્ર સાથેની વિશેષ પૂર્તિ જેમાં ટહુકો ફાઉન્ડેશન અને જયશ્રી ભક્તની વિશેષ નોંધ લેવાઈ.

તમારો પ્રેમ અને સહકાર આમ જ વરસાવ્યાં કરજો અને જયશ્રી ભક્તાએ શરુ કરેલી આ સફર હજુ આગળ વધે અને આપણું ગૌરવ પણ એવી શુભેચ્છા સહ,
લો વાંચો તમે પણ.

PDFમાં વાંચવા અહીં ક્લિક કરો

ટહુકો ફાઉન્ડેશન પ્રસ્તુત “સ્વર અક્ષર” શ્રેણી

ટહુકો ફાઉન્ડેશન એક નવી શ્રેણી “સ્વર અક્ષર” લઈને આવ્યું છે.તમે કદાચ આ કાર્યક્રમો ઝૂમના માધ્યમથી કે ટહુકો ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપર માણ્યાં પણ હશે.

આ શ્રેણીનો મુખ્ય હેતુ છે દેશ વિદેશમાં વસતાં કળાકારોને જાણવાનો અને એમની કલાને માણવાનો! ગમતાંનો ગ્લોબલ ગુલાલ!!

અત્યાર સુધીમાં ત્રણ કળાકારો આપણી સાથે જોડાયાં અને સુંદર કાર્યક્રમો આપ્યાં.

આ ત્રણેવ કાર્યક્રમનું અમે રેકોર્ડિંગ કર્યું છે જે ટહુકો ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપર ઉપલબ્ધ છે.

સ્વર અક્ષર : 1 – નંદિતા ઠાકોર

સ્વર અક્ષર : 2 – વિજય ભટ્ટ

સ્વર અક્ષર : 3 – ડો.વિજલ પટેલ

તમારા પ્રતિભાવો અમને આપવાનું ચૂકતા નહિ.
હવે પછી આવનારા કાર્યક્રમની માહિતી તમે ટહુકો ફેસબુક પેજ ઉપરથી મેળવી શકશો.

આભાર.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે – ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા
સ્વરાંકન : આશિત દેસાઈ

.

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

મને મમ્મી લાગે વહાલી

સ્વર:કવિતા ચોક્સી

.

મને મમ્મી લાગે વહાલી હું તો ભાષા બોલું કાલી
મને પપ્પા લાગે વ્હાલાં એ તો મારી પાછળ ઘેલાં

વાતે વાતે મમ્મી વઢે તોય લાગે ખાટી મીઠી
પપ્પા પાડે ચીસો મોટી તોય ગમે દોસ્તી એની

મારા મમ્મી પપ્પાનો હું લાડકવાયો દીકરો
ઘડપણની લાકડી કાયમનો સથવારો

મમ્મીના હાલરડાંનો હું જ રાજા
પપ્પાના સપનાનો હું જ બાદશાહ

‘ગીત ગગનનાં….”

‘ઓપિનિયન’ મત, વલણ, વિચાર, અભિપ્રાય ઇ.ઇ. માટે ય ચાલે. ખરું ને ? રજત તો silverનો એક શબ્દાર્થ પણ છે. પચ્ચીસી લઈ શકાયું હોત; પણ ટાળ્યું. યુવાનીને આપ ણો સમાજ ક્યાં સાંભળે છે ? તે તો મનમાની જ કરે છે ! તેથી રજત અને તેમાં જોડ્યું ‘રાણ’. તેનો એક અર્થ રાજા કે રાણા પણ થાય છે. અને બીજો અર્થ રાણનું વૃક્ષ. અને આ વૃક્ષ તો રાયણ જેવું મજેદાર ફળ પણ આપે જ છે. તેથી રજત રાણ. અને તેને પડાવે, તેને છાંયડે પડાવ. એવા એવા એવા પડાવે આ ઓપિનિયન. … બોલો, કંઈ કહેવું છે ??

વારુ, કાકાસાહેબ કાલેલકરે (‘કાલેલકર ગ્રંથાવલિ ૬ [સમાજ અને સંસ્કૃતિ]; પૃ.06) કહ્યું છે તેમ, ‘ … કલ્પના પ્રમાણે તહેવારો અને ઉત્સવોને જીવનમાં વિશિષ્ટ અને મહત્ત્વનું સ્થાન છે. તહેવારો દ્વારા જ આપણે સંસ્કૃતિનાં કેટલાંક અંગો સારી રીતે જાળવી અને ખીલવી શકીએ છીએ; વિશિષ્ટ પ્રસંગો અને તેમનું મહત્ત્વ સ્મરણમાં રાખી શકીએ છીએ; ઋતુના ફેરફાર પ્રમાણે જીવનમાં અમુક ફેરફારો યથાકાળે સંકલ્પપૂર્વક શરૂ કરી શકીએ છીએ; અને સામાજિક જીવનમાં પરસ્પર સહકાર સાથે એકતા આણી શકીએ છીએ.’
અહીં બીજા સપ્તાહઅંતના બે અવસરોની વિગતો પૂરીએ છીએ.

શનિવાર, 10 ઍપ્રિલ 2021ના દિવસે 6.30 સાંજે IST ‘ગીત ગગનનાં … …’ છે અને તેને અમરભાઈ ભટ્ટને કંઠે ગીત, સંગીત માણતાં માણતાં મોજના દરિયામાં આનંદવાનું છે.
ઝૂમ લિન્કઃ https://zoom.us/j/95478965815 (Meeting ID: 954 7896 5815)

તમે ફેસબુક ઉપર લાઈવ પણ માણી શકશો https://www.facebook.com/groups/opinionmagazine

રવિવાર, 11 ઍપ્રિલ 2021ના દિવસે ‘અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલ’ સરીખા પેચદાર વિષય મિષે ચર્ચા મંડાવાની છે.
ઝૂમ લિન્કઃ : https://zoom.us/j/92733813395 (Meeting ID: 927 3381 3395)

बिजली चमके बरसे मेहरवा

स्वर : ओमकार नाथ ठाकुर

.

बिजली चमके बरसे,
मेहरवा आई बदरिया,
गरज गरज मोहे अतही डरावे ॥

गर गरजे घन बिजली चमके,
पपीहा पिहू पिहू टेर सुनावे,
का करूं कित जाऊं,
मोरा जियरा तरसे ॥

મારો નાવલિયો – પ્રહલાદ પારેખ

સ્વર : દેવયાની ઓઝા ,સ્વાતિ પાઠક
સંગીત : ચિંતન

.

દીઠો ઝાકળિ યે,મારો નાવલિયો ! નાવલિયો રે

ઉંચે તે આભ જેવો ગાજે મેહુલિયો,
નીચે બોલે છે એવો સીમે નાવલિયો;
વીજની આભે એની, સીમમા, આવી એની
છૂટે છે વેગીલી ગલોલ રે !

મોલે મઢેલો એનો, દેહનો ડુંગર શોભે
શોભે ખેતરેની કાયે રે
પંખીડા આવી આવી માથે કિલ્લોલી જાયે
મોરલા બોલ એના ગાયે રે !

પાયની પાસે એના મોલ બનીને ઝૂલું ?
પંખી બનીને શિરે ગઊં રે ?
કેમ કરીને, આજે હૈયું અધીરું પુછે,
જૈને એ દિલમા સમાઉ રે !
– પ્રહલાદ પારેખ

વ્હાલના વારસદાર – સાંઈરામ દવે અને ઓસમાણ મીર સાથે! (USA – April 3rd / India April 4th)

વ્હાલ, પ્રેમ અને પ્રેરણાના પ્રતિક સમા વ્હાલા પૂજ્ય પ્રતાપભાઈના જીવન કવનની ઉજવણીનું પ્રથમ સોપાન સાંઈરામ દવે અને ઓસમાણ મીર સાથે! Do NOT Miss!

શ્રી સાઈં લક્ષ્મી ફોઉન્ડેશન અને પુસ્તક પરબ દ્વારા પ્રિય પૂજ્ય પ્રતાપભાઈના જન્મદિન ની ઉજવણી – સાઈરામ દવે અને ઓસમાન મીર સાથે.
અમેરિકા : એપ્રિલ ૩, સાંજે ૭.૩૦ વાગે
India : એપ્રિલ ૪, સવારે ૮ વાગે
Watch Live : shorturl.at/cyGNR
Event lovingly supported by ગ્રન્થ-ગોષ્ટી, Javanika, Tahuko Foundation and આપણું આંગણું organizations.

સૂરમાં શક્તિ વહાવ તું – માધ્વી મહેતા

અત્યારે ચાલી રહેલા કપરાં સમયમાં સમગ્ર વિશ્વ્ માટે સુંદર આરાધના લઈને આવ્યા છે માધ્વી મહેતા અને અસીમ મહેતા….
એટલી સુંદર સરસ્વતિ વંદના છે કે બસ સાંભળ્યા જ કરીએ…તમે પણ માણો…

સ્વર:માધ્વી મહેતા ,અસીમ મહેતા

.

એમની યુટ્યુબ ચેનલ ઉપર એમણે મુકેલ વિડિઓ

હિન્દીમાં

માં,સરસ્વતિ
સૂરમાં શક્તિ વહાવ તું ,માં સરસ્વતિ
સૂરથી આરાધના, સૂરથી ભક્તિ
માં તુજને મારી છે વિનંતી

વિશ્વ્ સમગ્રને સ્વસ્થ સ્વાસ્થ્ય દે ,
ભ્રમિત ચલિત મનને વિશ્વાશ દે ,
હે માં,તું તારી દે માં સરસ્વતિ

લોક રોગથી માંગે મુક્તિ,
સૂર શક્તિની લ્હેર લ્હેર થકી ,
હે માં…તું તારી દે માં સરસ્વતિ …
-માધવી મહેતા

મારે તમને મળવું છે – રિષભ મહેતા

સ્વર અને સ્વરાંકન : જીજ્ઞેશ કોટડીયા

.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.
– રિષભ મહેતા