આલ્બમ: હવે બોલવું નથી
ગાયક અને સ્વરકાર : હરીશ સોની
.
આંખોમાં છલકતો કૈફ હશે,હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું,પણ હોઠે તમારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
મેં લાખ ગુનાઓ કીધાં છે,પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે,પણ સ્વર્ગમાં મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
હું તુજને કરી દઉં માફ ભલે,પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને,એ માર્ગ પર મારું નામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે…..
હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’,હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો,આરામ હશે આરામ હશે.
આંખોમાં છલકતો કૈફ હશે….
~ અમર પાલનપુરી
ખુબ સરસ ગઝલ અમલ પાલનપુરી સાહેબ
મારે પણ મારી આવી કોઈ રચના મુકવી હોય તો શું કરવુ પડ્શે સર….જરા મને જણાવશો.
તમે એ રચનાનું લખાણ, ઓડિયો કે વિડિઓ મને ઈમેલ દ્વારા મોકલી શકો
dipal@tahuko.com or write2us@tahuko.com આભાર
સુંદર શબ્દો, સ્વરાંકન અને સ્વર. ગાતા રહેજો.