તમે જો છેલ્લા એક મહિનામાં ટહુકો.કોમની મુલાકાત લીધી હોય, અથવા તમને ટહુકો.કોમની નવી પોસ્ટના Notifications આવ્યા હોય, તો તમને ખબર જ હશે કે છેલ્લા એક મહિનાથી ટહુકો.કોમ Website ICU માં હતી એમ કહી શકાય. થોડા દિવસ તો વેબસાઇટ ખુલી જ નહી. Hosting Company એ Serve બદલવા માટે બધુ upgrade કર્યું એમાં કઈક તો એવુ થયુ કે પહેલા Audio Plugin માં તકલીફ પડી અને ગીતો સંભળાતા બંધ થઇ ગયા. અને એને સુધાર્યુ ત્યારે દરેક ગુજરાતીમાં લખાયેલો શબ્દ Junk Character અથવા ??????? ????? દેખાવા લાગ્યો.
તો આજે તમે આ પોસ્ટ વાંચી શકો છો – ટહુકો પર છેલ્લા ૧૩ વર્ષમાં મુકાયેલી દરેક પોસ્ટ વાંચી અને સાંભળી શકો છો – એનો યશ જાય છે – દિપલ પટેલ ને!! જે એક Engineer છે અને ટહુકો માટે એની Doctor બની ને એને સાજો કર્યો!
એક મહિના સુધી અલગ અલગ લોકો સાથે વાત કરી, કેટકેટલા કલાકો ટહુકોની વેબસાઇટ ફરી સાજી કરવાના પ્રયત્નો કરી જોયા અને આજે ફરીથી ટહુકો ટહૂકતો થયો. સાથે સાથે એણે કવયિત્રી પન્ના નાયકની વેબસાઇટ – www.pannanaik.com – એને પણ સાજી કરી. આજે દિપલની સાથે એ દરેક મિત્રોનો આભાર માનું છું જેમણે ટહુકોને ફક્ત આ વખતે જ નહિં, પણ દરેક વખતે ટહુકોને મદદ કરી છે.
અને તમે ટહુકો પર વારંવાર ગીત સાંભળતા કે કવિતાઓ માણતા હો, તો દિપલનું નામ અજાણ્યુ નહી હોય તમારાથી.. છેલ્લા ૨-૩ વર્ષથી ટહુકો પર અવારનવાર નવી પોસ્ટ મુકવાનું કામ તો દિપલ કરે જ છે, અને આજ સુધી માં ૧૦૮ ગીતો-કવિતાઓ એ તમારા સુધી લઇ આવી છે.
પણ આ ૩૦ વર્ષની છોકરી ફક્ત એક સારી Engineer કે ટહુકોની સંચાલક નથી. એ છે એક વૂક્ષિકા – જેણે ૨૧ વર્ષની ઉંમરે – પોતાના ગલ્લામાંથી ૨૨,૦૦૦ ખર્ચીને નડિયાદમાં પોતાના ઘરની બાજુના રસ્તે ૫૦ (Yes, 50) છોડવાઓ જાતે રોપ્યા જે આજે ઘટાદાર વુક્ષો બની ને કેટલાય લોકો અને પંખી-પ્રાણીઓ ને છાંયો અને આશરો આપે છે. વધુ વિગતો તમે અહીં એના પોતાના શબ્દોમાં વાંચો.
https://dipalsblog.wordpress.com/
અને આ જ છોકરી – ફકત ૨૧ વર્ષનીં ઉંમરે – ૧૨૦ વિદ્યાર્થિનીઓ – જે એનાથી આમ તો બસ ૨-૩ વર્ષ નાની હશે – એમની હોસ્ટેલ રેક્ટર પણ રહી ચૂકી છે. દિપલના જ શબ્દોમાં એ વિષે પણ અહીં વાંચી શકો છે.
https://dipalsblog.wordpress.com/2020/11/27/hostelrectorexperiences/
દિપલ ના અમેરિકા ફરવાના અનુભવો, World tour (which got cut short due to Covid) ની વાતો, એણે બનાવેલી વાનગીઓ, એના painting અને Art work, એણે વાંચલી ચોપડીઓ વિષેની વાતો.. એવું ઘણું બધુ તમને એના બ્લોગ પર મળશે.
અમેરિકામાં થોડા વર્ષો રહ્યા પછી દિપલ અને અનુજ હમણાં બેંગ્લોરમાં છે – દિપલ ટહુકોને મદદ કરવાની સાથે સાથે – વિચરતા સમુદાય સમર્થન મંચ (https://www.vssmindia.org/) – સાથે જોડાયેલી છે, અને હા, શિર્ષાશન કરતા કરતા Dance કરી શકે એટલી સરસ Yoga Teacher પણ છે!
દિપલ આમ તો ૧૩-૧૪ વર્ષની હતી ત્યારથી ટહુકો સાંભળે છે, પણ એ મને ક્યાં મળી અને કેવી રીતે? એની વાત પણ વાંચો અહિં..
https://dipalsblog.wordpress.com/2020/12/02/tahuko/
દિપલ, તું ટહુકો પરિવારની જ છે, પણ આજે બધા સાથે તારી Official ઓળખાણ કરાવતા આનંદ થાય છે.
[…] ટહુકોની ડોક્ટર – દિપલ પટેલ – યાદ છે…? એની જ અથાગ મહેનતથી આ ટહુકો ની યુટ્યુબ ચેનલ પર ટહુકો આયોજિત કાર્યક્રમોનું રેકોર્ડિગ જોવા અને સાંભળવા મળશે. […]
[…] ટહુકોની ડોક્ટર – Engineer દિપલ પટેલ […]
ઘણાં વખતથી ટહુકો નહોતો સંભળાતો એટલે વતાતરણ શાંત હતું. હવે ચોમેર આનંદ, આનંદ !!
તમારી થકી કોઇને સુખ મળે એ તમારી signeture છે પરંતુ
તમારા થકી કોઇને આનંદ મળે એ તમારો autograph છે
બેન દિપલનો સમગ્ર ટહુકો પરિવાર વતી ખુબ ખુબ આભાર અને શુભેચ્છા.
ાહ દેીપલ, ખૂબ ખૂબ આભાર અને અભિનંદન!
દિપલ બેન…. તમારા થકી , ટહુકો , ‘ તાડાસાન ‘ માં રહેશે ….! સ સ્નેહ …ગૌતમ . વડોદરા .
Congratulations………………..
Congrates Dipal….Zakamzol….
Nadiadi rocks….
ટહુકો સાંભળવાની એક આદત બની ગઈ છે.
દિકરી સમાન બેન દિપલ તારો ખુબ ખુબ આભાર .
નવિન કાટવાળા
આપને અભનદન અને દિપલબેનનો ખુબ ખુબ આભાર.
આભાર બેન નો….
ટહુકો ને પુનર્જન્મ આપવા બદલ બહેન તમારો ખૂબ ખૂબ આભાર
ટહુકો ડૉટ કોમને સંજીવની આપી પુનર્જિવન બક્ષનાર દિપલને ખૂબ ખૂબ સ્નેહાભિનંદન અને મબલખ અઢળક આભાર…
દિપલની પૉસ્ટ તો લાંબા સમયથી જોઈ રહ્યો છું, પણ એના વિશે આટલી બધી અને આવી જાણકારી આજે પહેલીવાર મળી. સાનંદાશ્ચર્ય. સલામ, દોસ્ત! લાખ લાખ સલામ…
સિતારોં સે આગે જહાઁ ઓર ભી હૈ…
આપને અભનદન અને દિપલબેનનો ખુબ ખુબ આભાર…..
આપને અભિનદન અને દીપલબેનનો ખુબ્,ખુબઆભાર…….
Kudos Deepal for breathing life back into TAHUKO with your expertise and doing social work. Grateful.
ખૂબ ખૂબ આભાર….
ટહુકાને સજિવન કરવા અને તેને ઉછેરવા દિપલ પટેલને તથા તમને ઘણા ઘણા વંદન!
પ્રસ્તુત છબી દિપલની જ છે, ખરું ને! ફુલની સુગંધ અસીમ હોય છે.