રજૂઆત – જુલાઈ ૨૧, ૨૦૧૨ (Milpitas, CA)

 Bay Area ના જાણીતા અને ડગલો ટીમના સક્રિય સભ્ય ડીમ્પલ પટેલ
રજૂ કરે છે લેટેસ્ટ
ગુજરાતી ગીત-ગઝલ નો અનોખો કાર્યક્રમ…
રજૂઆત

Date – જુલાઈ ૨૧, ૨૦૧૨ – શનિવારે સાંજે ૬:૦૦ વાગે
Venue – BAYVP હવેલી
25 Corning Ave.,
Milpitas, CA 95035

for more inquiries…..
Contact – Dimple Patel – (408)646-0330 or email at tabla12@yahoo.com

છઠ્ઠી વર્ષગાંઠ Special : વરસાદી ગીતો

ટહુકોના એક ખાસ મિત્રએ થોડા દિવસ પહેલા એક ફરમાઇશ કરી.. કે જુન ૨૦મી એ અષાઢી બીજ આવે છે – ગરમ ગરમા ચા અને ભજીયા ખાતા ખાતા સાંભળવાની મઝા આવી જાય, એવું કોઇ મઝ્ઝાનું વરસાદી ગીત મુકજો..!

અમને થયું – ચા અને ભજીયાની મઝા કંઇ પાંચ મિનિટ માટે ઓછી હોય? એટલે એકને બદલે આ બધા જ ગીતો લઇ આવ્યા..!! અરે, ચા મુકવા માટે ગેસ ચાલુ કરો એ પહેલા આ નીચેના પ્લેયર પર ક્લિક કરતા જાવ..! (અને speaker નો volume વધારતા જાવ). પછી ચા મુકાય, ભજીયા માટે કાંદા – બટાકા – રતાળુ એવું બધું કપાય, અને ભજીયા તળાય અને ખવાય – ત્યા સુધી આ મઝાના વરસાદી ગીતો સાંભળો..!!

આ આષાઢી સાંજનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો વરસાદી ગીતો….  Hours of our favorite music without interruption..!! :)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ આવ રે વરસાદ… – સંજય વિ. શાહ

૦૨ અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

૦૩ ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

 

Continue reading →

છઠ્ઠી વર્ષગાંઠ Special: ગમતા ગીતો

૧૨મી જુન ૨૦૧૨ એ ટહુકો.કોમની છટી વર્ષગાંઠ ગઈ. ખૂબ બધી શુભેચ્છાઓ અને અભિનંદન આવ્યા. આમારા તરફથી ટહુકો.કોમ ના બધા ચાહકોનો આભાર..!

થોડી મોડી મોડી તો યે – આ છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરીએ..! ટહુકોની ઉજવણીમાં દર વર્ષની જેમ જ – આ વર્ષે પણ થોડા ગમતા ગીતો/ગઝલો/ભજનો એવું બધું….! એમ નહીં કહું કે આ શ્રેષ્ઠ ગીતો છે – પણ આ એવા ગીતો છે કે જે આજે બીજા ગીતો કરતા પહેલા યાદ આવ્યા છે..! … થોડી એવી રચનાઓ જે વારંવાર સાંભળવી – મમળાવવી ગમે છે – અને સાથે ફરી એકવાર વહેંચવી પણ ગમે છે..!!

આશા છે – કે આવનાર વર્ષોમાં પણ આપ સૌનો એટલો જ પ્રેમ-સાથ-સહકાર મળતો રહે – અને ટહુકો આમ જ ટહુકતો રહે..!!

આ મોરપીંછનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો ‘જયશ્રી-અમિત’ના ગમતા ગીતો..  Hours of our favorite music without interruption..!! 🙂

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


૦૧ સખી! મારો સાયબો સૂતો – વિનોદ જોષી

૦૨ તમારા સમ – મુકુલ ચોક્સી

૦૩ કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો – ડૉ. વિવેક મનહર ટેલર

Continue reading →

‘સિલ્વર જ્યુબિલી’ નાટક…. Not to be missed..!!

સ્નેહભિની આંખે હસાવતું
ર૫ વર્ષના લગ્નજીવનના ડાયરીના પાનામાંથી વહેતું

નાટકના ફ્લાયરમાં આ શબ્દો વપરાયા છે.. પણ જોતી વખતે એવું અનુભવાય કે જાણે ડાયરીના પાનામાંથી નહીં – પણ ક્યાંક ને કશેક – આપણે જીવેલી ક્ષણો, અનુભવેલા સંવેદનો, હોઠથી સરી ગયેલા કે હોઠ સુધી આવીને અટકી ગયેલા શબ્દો – એ બધુ લઇને – આપણી સાથે જ વહેતું નાટક છે આ..!!

હું અને અમિત – અમે સાથે જોયેલું આ પહેલું નાટક. અને આમ ભલે અમારે સિલ્વર જ્યુબિલી ઉજવવાને ઘણી વાર છે – પણ ‘પ્રિયા અને પરમ’ ના કેટલાય સંવાદો પર અમે – એકમેક સામે જોઇ ને મલક્યા છે. અને સાથે જ મેં અમિતનો ખભો પણ કેટલો ભીનો કર્યો..! 🙂

અને નાટકના કોઇ એક મજબૂત પાસાની વાત કરવી શક્ય જ નથી..! દરેક કલાકારનું એકદમ powerful performance , કાજલબેનની એટલી જ દમદાર કલમ, વિરલભાઇનું Award Winning Direction, કવિ શ્રી મનોજ જોશી ‘મન’ ના હ્રદયસ્પર્શી ગીતો અને શૌનક પંડ્યાનું સાંભળતાજ ગમી જાય એવું સંગીત..!

 

Continue reading →

હેપ્પી બર્થ ડે, ટહુકો.કોમ…

OLYMPUS DIGITAL CAMERA

*

જન્મે કે સંસ્કારે ગુજરાતી હોય અને ઇન્ટરનેટ સાથે થોડો પણ ઘરોબો હોય એ માણસે ટહુકો.કોમ પર પોતાની મનગમતી કવિતાઓ વાંચી-સાંભળી ન હોય એવું બને તો એ મહા આશ્ચર્યની વાત છે… છેલ્લા છ વરસથી શબ્દ અને સૂરને તાણાવાણાની જેમ એકમેકમાં ગૂંથીને વિશ્વગુર્જરીના ઘરે ઘરે પહોંચાડવાનો નિઃસ્વાર્થ ભેખ લેનાર ટહુકો.કોમ આજે છ વર્ષ પૂરા કરી સાતમા વર્ષમાં પ્રવેશે છે એ દરેકેદરેક કળા-સંગીતરસિક ગુજરાતીઓના પોતાના ઘરે કેક કાપવા જેવો મહોત્સવ છે કેમકે આ સૂરનગરના રસિયાઓ વિના તો આ દિવસ આવવો શક્ય જ ક્યાં હતો?

જયશ્રી અને અમિત વતી ટહુકો.કોમની આ વર્ષગાંઠે હું ટહુકો.કોમના સમસ્ત ચાહકવૃંદનું સવિનય અભિવાદન કરું છું, આભાર માનું છું અને સૂર-શબ્દની જેમ જ એકાકાર બની ગયેલી જયશ્રી-અમિતની જોડીને ટહુકો.કોમની વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું..

વર્ષગાંઠ મુબારક હો, વહાલા ટહુકા !

*

કોઈનીય સાડીબારી રાખ્યા વિના
સમય
સતત ચાલે છે –
એકધારી ગતિથી.
એની સાથે સાથે
ફક્ત
ઝાડ જ વધે,
ડાળો લંબાય,
પાંદડાઓ ફૂટે,
ફળ પાકે
ને ફૂલો જ મહોરે એવું નથી.
ઝાડની જીભ પણ વિકસતી હોય છે…

બહાર પણ અને અંદર પણ
એક ટહુકો
સતત ખુલતો રહે છે –
એકધારી ગતિથી…

– વિવેક મનહર ટેલર
(૧૨-૦૬-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA

કાનુડો શું જાણે મારી પીડ – મીરાંબાઈ

સ્વર : દમયંતિ બરડાઇ

સ્વર : રેખા ત્રિવેદી

કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….

જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….

વૃંદા રે વનમાં વ્હાલે રાસ રચ્યો ને,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરરર રે….
કાનુડો શું જાણે….

જમુનાને કાંઠે વ્હાલો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી, ભાગ્યા ઢોર, ભાગ્યાં હરરરર રે….
કાનુડો શું જાણે….

હું વૈરાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરર રે….
કાનુડો શું જાણે….

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાખ, રાખ ઉડી ખરરરર રે….
કાનુડો શું જાણે….

– મીરાંબાઈ

~ – કાજલ ઓઝા-વૈદ્ય

મેં સૂરજમુખી માગવા માટે
ડરતાં ડરતાં લંબાવેલા હાથમાં
તેં
આખેઆખો સૂરજ મૂકી દીધો છે !

વેંત જેટલી જગ્યા માગી હતે – મેં,
તારી અંદર – ક્યાંક – કોઈક ખૂણે
અને તેં –
મને ઘસડીને, તારી રગરગમાં વહેતી કરી નાખી છે.

પાંખ ફફડાવવા જેટલા અવકાશની માગણીના બદલામાં
ગણતરીના શ્વાસ ઉછીના માગ્યા હતા મેં તો
ને તું ?
બ્ર્હ્માંડ લઇ આવ્યો, તારા બાહુપાશમાં !

બે સ્મિત – ચાર ખુશીની પળો ચાહી હતી મેં તો –
માત્ર
ને તેં ?
‘સુખ’નો ઢગલો કરી દીધો – મારા ખોળામાં,
તું ક્યાં હતો ?
તું કેમ મને વહેલો ન મળ્યો ?

– કાજલ ઓઝા-વૈદ્ય

તારા વિનાનું મારું પહેલું ચોમાસું – એષા દાદાવાળા

બીજું તો કંઈ નહીં ખાસ
મારે તને આટલું જ કહેવાનું
તારા વિનાનું મારું પહેલું ચોમાસું…!

વરસાદી ટીપાં એમ સ્પર્શતા મને
જાણે તારી આંગળીઓનો જાદુ
ધોધમાર વરસાદ ને છત્રી જો એક
એક છત્રીમાં બેઉ કેમ માશું?
વાછટના સ્પર્શે એમ થાતું મને કે હવે આવીને અડકે છે તું…..!

અંદરથી ઉકળાટ થાતો મને
ને તોય આંખથી વરસે ના પાણી
તારા વિના આ વરસાદે પલળુમ
તો લાગું રાજા વિનાની કોઈ રાણી
આવી તું જાય તો ભીનાશ ઉકેલતાં એકમેકને સમજાશું….!

સૂની પથારી, બે-ચાર તમરાં ને
કાળું આકાશ બિવડાવે…
બ્હારથી રાખે મને સાવ કોરી
ને ભીતરે આખી પલળાવે
જલ્દી તું આવે એ આશાએ મેં તો ઊંધું મૂક્યું છે પવાલું…!

– એષા દાદાવાળા