વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

66660_wallpaper280.jpg

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

11 replies on “વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા”

  1. જયશીબેન,
    વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા By Jayshree, on March 14th, 2008 in ગઝલ , મનોજ ખંડેરિયા. આજે એક સુંદર યોગ સર્જાયો છે. અમદાવાદમાં શ્રી મનોજભાઈનું કાવ્ય પઠન છે અને એક વર્ષ પહેલાના આજ દિવસનું ગીત માણવા મળ્યું. આનંદ માં ઊમેરો થયો.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  2. સરસ, ખુબ સરસ
    મનોજભઇ તમારા સબ્દોનો સાચે જ વિકલ્પ નથિ

  3. ખૂબ સુંદર, જેનો વિકલ્પ નથી, તેવી ગઝલ
    તેમાં આ બે શેરો તો આપણે વાત વાતમાં વાપરીએ
    બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
    ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
    પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
    જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

  4. ગઝ્લ નો વિક્લ્પ નથી……..આભર ક વિ………ટૂહુકા નો વિક્લ્પ ન્ થી………

  5. કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
    કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

    ંમ્નોજનો વિકલ્પ નથી….
    Great Lines… Manoj will live for ever…..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *