શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૧)

આજે માણીએ ‘અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા’ જેવા અમર શબ્દો ગુજરાતી કવિતાને આપનાર કવિ-ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાના થોડા શેરનું સંકલન.. કવિએ કવિના શબ્દને અલગ અલગ ગઝલોમાં જે રીતે પેશ કર્યો છે એની એક નાનકડી ઝલક…

રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

*

અહીં તો સૂવાનું રહ્યું ભીષ્મ માફક
નીચે શબ્દનાં તીક્ષ્ણ ભાલાં અને હું
*

શ્વાસમાં થોડો ઘણો સૂનકાર દે
જન્મ શબ્દોનો થવા આધાર દે
*
મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

*

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
*

સપનાં નહીં જ હોય અને ક્ષણ નહીં જ હોય
આ શબ્દની પછી તો કશું પણ નહીં જ હોય
*

જતું કોણ હળવેથી કાગળ ઉપરથી
અહીં રહી જતી એના પગની જ રેણુ

નહીંતર મને આમ વ્યાકુળ ન રાખે
હશે શબ્દનું પણ ગયા ભવનું લેણું
*

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

*

ગીતની પંક્તિનો પ્રવાસી છું
જુગજૂની જીવતી ઉદાસી છું

તું ઋતુ જોઈ જોઈ મ્હોરે છે
શબ્દની હું તો બારમાસી છું
*

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

*

શબ્દો ખુશ્બૂ અસલી જાણે
ડોલર ફૂલની ઢગલી જાણે

કોણ ગયું કાગળના રસ્તે
અક્ષર – રહી ગઈ પગલી જાણે
*

અહીં આપણે આપણા શબ્દ ગાવા
જમાનો તો બીજું ય માગ્યા કરે છે

*

શબ્દની સરહદ સુધી પ્હોંચાય ક્યાં
આ જગત ક્યારેય ક્યાં નાનું હતું.
*

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

*

શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
લોક સહુ માને છે ગંજેરી મને
*

આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ
શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ

*

લાખ ગજ ટૂંકા પડ્યા જે માપવા –
અંતરો એક શબ્દથી માપી દીધાં

– મનોજ ખંડેરિયા

21 replies on “શબ્દ અને મનોજ ખંડેરિયા (શેર સંકલન – ભાગ ૧)”

  1. ગીત ની પ્ંકિત નો પ્રવાસી છુ,
    જૂગ જુની જીવતી ઉદાસી છુ,
    તુ ઋતુ જોઇને મ્હોરે છૅ,
    શબ્દ્ની હું તો બાર્માસી છુ

    ક્યા બાત હૈ,,,,બહોત ખુબ્

  2. Manojbhai the very first line is very attractive and sensitive. kamal ka sher hai.shabdo nu sankalan khubaj saras chhe.

  3. પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને
    ને હાથ આખે આખો બળે એમ પણ બને

    તુ ઢાળ ઢોલિયો ને હુ ગઝલ નો દિવો કરુ
    પછિ અન્ધારુ ઘર ને ઘેરિ વળે એમ પણ બને

    શોધવામા જેને જિવન પસાર થૈ જાય
    એજ વસ્તુ હોય તમારા પગ તળે એમ પણ બને

    મનોજભાઇ નિ ગમતિ સૌથિ પ્રિય રચના

    એક કવિ તરિકે બિજા કવિ નિ સૌથિ વધારે ઇર્શ્યા થતિ હોય તો તે છે, મનોજભાઇ.

  4. રેઅલ્લ્આ, આ તો શબ્દોનુ સમ્નુ અને સમનન શબ્દો અહ હ હા અહ્હ અહ્હ અહ્હ અહ્હ અહ્હ અહ્હ્
    બેસ્ત બેસ્ત બેસ્ત બેસ્ત સુપેર બેસ્ત

  5. સવાર સુધરી ગઈ…

    “શબ્દની ફૂંક્યા કરું છું હું ચલમ
    લોક સહુ માને છે ગંજેરી મને”…

    આ શેર બહુ ગમ્યો..

    ‘મુકેશ’

  6. વાહ,ફરી એક વાર શબ્દો ની ગઝલ.નવી નવી રીતે નવા નવા શબ્દો ને ગોઠવો અને એક નવી કવિતા મળે.હર કોઈ એ કરી શકે નહિ એ માટે તો કવિ હોવું જરૂરી છે.-મમ્મી

  7. મનોજભાઈને મુબઈંમા
    કોફીંમેટસના કાર્યક્રમમા સાંભળેલા.
    દોઢ કલાકના કાર્યક્રમની કેસેટ પણ
    પછીથી લીધેલી. ખુબ સરસ રીતે
    ગઝલોનુ પઠન કરેલુ.જયારે પણ પાછા વાંચીએ ત્યારે નવો જ અર્થ
    નીકળે.શબદો એમના કહ્યામા હોય
    એવી રીતે એમણે કામ લીધુ છે.

  8. જયશ્રીબેન, તમે મનોજ ખંડૅરીયાની શબ્દોની શક્તિ અને ભક્તિ નુ સરસ સંકલન કરી સરસ રજુઆત કરી છે

  9. Dear Jayshreeben,
    I have been receiving regular KAVITA POSTING FROM YOU.Thank for the same.From 1965 LAKHABHAIGHDVI,and many more Gujarati artist have visited Chennai,like Pranlal bhai,Veljibhai,Praful Dave etc. Allmost all artis were invited by my father at our recidence and opportunity to listen and enjoy CHARAN KANYA
    ANDHLIMANO KAGAL,All our old Gujarartis folk songs and other kavyas are are immortal,still fresh in our memories.
    I have sent you my CD Devotional Songs.No feed back you from you kindly sent your valued opinion and recipt of the same.
    With Kind Regards,
    Devdatt B.Dave.

  10. બધાજ શેર માણવાની ખૂબજ મજા પડી.

  11. શબ્દ સમજાય તો સરળ છે નહી તો મૌન ને પણ વાચા હોય છે.

  12. એ બાળપણ…એ મનોજકાકા….ફરી યાદ આવી ગયા..

    શ્બ્દ તારામાં સ્ફુરે છે એ રીતે
    કેમ જાણે વૃક્ષ હો તું શબ્દનું….

    થેન્ક્સ ટહુકો…..

  13. જયશ્રી બેન આ શબ્દોની રમત સરસ માંડી છે ને… મજા આવી …

    મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા
    ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *