આજે જુન ૧૨.. ટહુકો.કોમ શરૂ થયાને સાત વર્ષ થયા..! Happy Birthday to Darling tahuko.com ..!! આ સાત વર્ષોમાં ટહુકો એ ઘણું ઘણું આપ્યું. અને આ સફર આમ જ ચાલુ રહેશે એની ખાત્રી છે – કારણ કે ટહુકો જે ઘણું આપ્યું – એમાં સૌથી ટોચ પર કંઇક આવતું હોય તો એ છે મિત્રો..! અને આપ સૌ મિત્રોનો પ્રેમ અને સહકાર જ આ સફર આગળ ધપાવશે..!
અને ટહુકોની સફર ભવિષ્યમાં નવા માઇલસ્ટોન્સ સર કરશે જ. iPhone, iPad, Android phones માં ટહુકો બરાબર વંચાતો નથી – સંભળાતો નથી – એનું મને ધ્યાન છે – અને આવતા વર્ષમાં એ ઉપણ દૂર થઇ જ જશે. એ પછી પણ ટહુકોની iPhone app, iPad app, Android app વગેરે પર કામ કરવાનું છે.
આ બધું થશે.. બસ થોડી વધુ રાહ જોવી પડશે. હું CPA, અને અમિત Architect/Construction Manager… એટલે ટહુકોને technologically advanced કરવા માટે in-house resources પૂરતા નહીં થાય, outsourcing કરવું પડશે. 🙂
ચલો, બાકીની વાતો પછી… આજે તો સાતમા જન્મદિવસની ખુશીઓ મનાવીએ..! કેવી રીતે? અરે… ગીતો સાંભળીને ..! સાંભળો આ થોડાં અમને ગમતાં ટહુકાઓ…!! અને for-a-change – અહી મુકેલા ગીતો-ગઝલો તમારા iPhone, iPad, Android phones, Android tablets માં પણ સાંભળાશે..!! કેવી લાગી આ birthday gift ?? 🙂
ઝાઝું વિચારવું જ નહી.
મારું કે તારું કંઈ ધાર્યું ના થાય એના કરતા તો ધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.
રહેવા મળે તો ક્યાંક તરણાની ટોચ ઉપર પળભર પણ ઝળહળ થઇ રહેવું,
વહેવા મળે તો કોક કાળમીંઢ પથ્થરને ભીંજવવા આરપાર વહેવું,
આવી ચડે ઈ બધું પાપણથી પોખવું ને મનને તો મારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.
ઘુવડની આંખ્યુંમાં ચોટેલું અંધારું કુમળા બે કિરણોથી ધોત,
આગિયાના ગામમાંથી ચૂંટાયો હોત ને તો આજે તો સુરજ હું હોત,
સ્મરણો તો હંમેશા આ રીતે પજવે ,તો કંઈ પણ સંભારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.
સરનામાં પૂછી પૂછીને જે વર્ષે ઈ વાદળ નહી બીજા છે કોક,
ભીંજાવા માટે પણ પાસવર્ડ માંગે ઈ ચોમાસા કરવાના ફોક,
છાંટો યે હેતથી ના વરસી શકાય એના કરતા અંધારવું જ નહી.
ઝાઝું વિચારવું જ નહી.
સંતોની સંગ મારે કરવો સત્સંગ,
ભલે આખો મેવાડ રહે જોઇ,
હૈયામાં દખ અમે રાખ્યું છે એમ,
જેમ સાચવે ઘરેણાં કોઇ,
ચિત્તે તો ક્યારનું છોડ્યું ચિત્તોડજી,
હવે બાકીમાં ગોપી છે શેષ.