આ પહેલા ૨૦૦૭ માં ફક્ત શબ્દો સાથે ટહુકો પર મુકેલું આ ગીત – આજે પાર્થિવ ગોહિલના સ્વર-સંગીત સાથે ફરી એકવાર..! શબ્દો એવા મઝાના છે, કે વારંવાર મમળાવવા ગમશે. અને અહીં જે બીજી કળી લખી છે, એના કરતા પાર્થિવભાઇએ કંઇક અલગ શબ્દો ગીતમાં લીધા છે. અંકિતભાઇ બસ થોડા દિવસમાં અહીં બે એરિયા આવવાના જ છે, ત્યારે પૂછી લઇશ એમને 🙂
સ્વર-સંગીત = પાર્થિવ ગોહિલ
*******************
Posted on Oct 26, 2007
એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…
ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે
ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…
તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું…
ગિત ઘનુજ સુન્દર સે.લગેકે હજુ યુવનિ હોતતો અને મનગમતુ પત્ર હોતતો કદાચ સુવાલિ ચાદર ઓધિને સુન્દર સપના જોવાનો આવકાશ જરુર મલ્યો હોત પનઆ……હાહાહા….આ હાહાહા સપનનો સન્ચાર…..સપનાનિ ઝ્ન્જરિ જગાદિ જાય પન ?
સર્સ્સ … ઝુરાપો ..શબ્દપસન્દગી
પાર્થિવ ગોહિલ અને અંકિત ત્રિવેદી એટલે પૂછવાનું હોય! આ ગીત લઇ આવવા માટે ટહુકાનો આભાર!
સુન્દર che…..
માજા aavi………
હુ આ નિયમિત વન્ચુ ચ્હુ
અરે યાર મઝા આવી ગઈ….મન હળવું થઈ ગયું…
‘મુકેશ’
બહુજ સરસ, મોજ…… આવિ ગઈ.
વાહ…ખુબ સરસ કવિતા છે..
વાહ, શાયર સાહેબ,
ખુશ કરિ દિધો. આભાર.
આદમ ટંકારવી ની યાદ આવી ગઈ આ કાવ્ય વાંચીને.મને તો ગમ્યું.
not good… પરાણે બેસાડેલો પ્રાસ
VERY NICE.
VERY NICE. I NEED ANKIT’S MOB NO. WE ARE SCHOOL FRIENDS. PLEASE, AVAIL ME.
i am not able to play some songs where there is no PLAY button. Can u please tell me what to do?
THANKS.
સરસ
બહુ જ મજાનુ song છે.
interesting
એકદમ જબરદસ્ત..હીંગ્લીશ વાંચીને વધારે મજા આવી.,,
સુરેશભાઈ દલાલ આવા મિશ્રણ ને ગુજરેજી કહેતાઃ ગુજરાતી અને અંગ્રેજી માથી બનેલો શબ્દ.
સુંદર સૉંગ ………..
comment પણ ગુજલીશમાં જ લખવી પડેને !!
સુંદર ગુજલીશ ગીત…
મજા આવી ગઇ….
ખુબ સરસ ગીત..
વાહ !! સરસ ગુજલીશ કવિતા (ગુજરાતી + ઈંગ્લિશ)
શુ વાત છે – એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે
really liked it
સરસ છે.
પહેલીવાર અંકિત ત્રિવેદી ને હ્ળ્વા મિજાજ મ ભાળ્યા ને માણ્યા!!
મઝા આવી.
ગુજરાતી અને અંગ્રેજી નું મિશ્રણ આનંદદાયક
વાહ ભઈ વાહ! જેટલું રમતિયાળ ગીત તેવું જ ફાંકડું તોફાની કમ્પોઝીશન! ભાવને ક્યાં ભાષા છે? મજા પડે એટલે પત્યું..બાકી બધી માથાકૂટ છોડો.. આરામખુરશીમાં, એસી ઓરડામાં બેસી, ન સમજાય તેવી ભાષામાં ભલેને લખી લખીને પી એચ ડી કર્યા કરે સાક્ષરો! છોકરાના સપનામામ કે છોકરીને પ્રેમ કરવામાં એ સાક્ષર નડવાના નથી જ.