વરસે ઝડી વર્ષાની વ્હાલમા – ભાસ્કર વ્હોરા

સ્વરાંકન : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : આરતી-સૌમિલ મુન્શી

વરસે ઝડી વર્ષાની વ્હાલમા
વ્હાલમા નીંદ ન આવે
પ્રણય ઘડી પાગલ થઈ સજની
સજની આમ સતાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વાદળીની વણઝારે વ્હાલમા
વ્હાલમા આભ ધ્રુજાવે રે
વીરહીણી એ થઇને સજની
સજની નીર વહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

વીજ બની ધનુ કામનું વ્હાલમા
વ્હાલમા ઉર મૂંઝાવે રે
એજ ધરાને મેઘની સજની
સજની પ્રીત સુહાવે રે
…વ્હાલમા નીંદ ન આવે

– ભાસ્કર વ્હોરા

6 replies on “વરસે ઝડી વર્ષાની વ્હાલમા – ભાસ્કર વ્હોરા”

  1. ટહુકો.કોમમાં ગીતો સાંભળ વાની મજા પડી ગઈ.વરસાદેી માહોલ બરાબર જામ્યો ચ્હે .

  2. ટહુકો.કોમમાં ગીતો સાંભળ વાની મજા પડી ગઈ.

  3. મુમ્બઇમા વરષા રુતુના માહોલમા આ ગીત સામ્બળવાની બહુ મઝા આવી.

  4. મીઠું મધુરું વર્ષાગીત,મુંબઈ માં આ વર્ષે વરસાદ વહેલો આવી ગયો ને ત્યારે જ ટહુકો પર આ ગીત- સાંભળવાની મઝા પડી ગઈ

  5. મધુર ગેીત
    સુમધુર અવાજ્ મા
    સમયોચિત
    ધન્ય્વાદ ————————————————————————————————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *