Bay Area, California માટે ગૌરવની વાત છે કે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરને ગુજરાત તરફથી શ્રધ્ધાંજલી રૂપે એક અનોખું આલ્બમ – ‘રવીન્દ્ર ગુર્જરી’ નું આજે જુન ૩૦ ના દિવસે લોકાર્પણ થઇ રહ્યું છે. Bay Areaના જ માધ્વી-અસીમ મહેતાની આગેવાનીમાં તૈયાર થયેલા આ આબ્લ્મમાં અહીંના જ બીજા કલાકારો સાથે મળીને એમણે ૧૨ રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓના ગુજરાતી ભાવાનુવાદોની – રવિન્દ્ર સંગીત શૈલીમાં રજૂઆત કરી છે. તમે પણ જો અહીં નજીકમાં રહેતા હો તો ‘ICC Milpitas’ માં થનાર આ વિમોચન પ્રસંગે આ જ બધા કલાકારોને પ્રત્યક્ષ માણવાનો ફરી લ્હાવો મળશે.
આ આબ્લમ ‘રવિન્દ્ર ગુર્જરી’ મેળવવા માટેની માહિતી ટૂંક સમયમાં ટહુકો પર જરૂર મળશે.
વૃન્દ – માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ, મીનૂ પુરી
પ્રસ્તાવના : માધ્વી મહેતા
ત્યાં સુધી તો આજે પ્રસ્તુત આ ગીત માણો. આ પહેલા પણ થોડા ગીતો ટહુકો માટે માધ્વીબેન-અસીમભાઇ પાસેથી મળ્યા છે – જે અહીં ક્લિક કરવાથી સાંભળી શકશો.
સ્વર – અસીમ મહેતા
સ્વરાંકન – રવીન્દ્રનાથ ટાગોર
આલબમ – રવીન્દ્ર ગુર્જરી
વિત્યા દિનોની એ સહુ વાતો
ભૂલી હાય, શેં ભૂલાય
નજર નજરથી કરેલી વાતો
કદિયે શું ભૂલાય?
આવને ફરી એકવાર સખા
પ્રાણોમાં સમાઇ જા
આવ સુખદુઃખની કરીએ વાતો
હ્રદય ભરાઇ જાય .. વિત્યા દિનોની…
આપણ વ્હેલી સવારે ચૂંટતાં ફૂલો
ઝુલા પર ઝૂલ્યાં
બાંસુરી સાથે ગીત ગાતાં’તાં
બકુલ છાંય તળે
હાર રે કેવી રીતે અધવચ્ચે
વિખૂટાં થઇ ગયાં
હવે ફરી જો મળીએ સખા
પ્રાણમાં સમાઇ જા ..
– રવિન્દ્રનાથ ટાગોર (અનુ. મેઘલતા મહેતા)
Where and how can I buy this Album CD? What is the cost of the CD for order from Long Island, NY?
[…] સ્વર : અમીષ ઓઝા અનુવાદ : પિનાકીન ત્રિવેદી આલબમ : રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ) અનુવાદ : મેઘલતા મહેતા આલબમ : રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : નેહા પાઠક રવિન્દ્ર છાયા ગીત આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : દર્શના ભુતા શુક્લ, મીનૂ પુરી અનુવાદ : કૃષ્ણા હાઝરા આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ) અનુવાદ : પિનાકિન ત્રિવેદી આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : દર્શના ભુતા શુક્લ અનુવાદ : ડૉ. નલીની મડગાવકર આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : વૃંદ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલાતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ) અનુવાદ : મેઘલતા મહેતા આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] આલબમ – રવિન્દ્ર ગુર્જરી […]
[…] સ્વર : વૃન્દ (માધ્વી મહેતા,અસીમ મહેતા,દર્શના ભુતા શુક્લ, અમીષ ઓઝા,નેહા પાઠક,ગૌરાંગ પરીખ,રત્ના મુન્શી ,પરિમલ ઝવેરી,નરેન્દ્ર શુક્લ,અંજના પરીખ,રશ્મિકાન્ત મહેતા,મેઘલતા મહેતા,સંજીવ પાઠક,રાજ મુનિ) અનુવાદ : મહાદેવ દેસાઈ આલબમ:રવિન્દ્ર ગુર્જરી […]
[…] આલબમ – રવિન્દ્ર ગુર્જરી […]
રવિન્દ્રનાથજીની કવિતા જાણે ઝાકળના મોતી………
વાહ, ખૂબ સરસ. રવીન્દ્ર શૈલીમાં કાવ્યનાસંગીતનું સરળ અને કુદરતીપણું સરસ ઝીલાયું છે. વારંવાર સાંભળવું/માણવું ગમે એવું. મેઘલતાબહેન, અસીમભાઈ અને માધ્વીબહેનને મારા ખાસ અભિનંદન પાઠવવા વિનંતિ.
ધન્ય્વાદ્ ધન્ય્વાદ !અસિમ મહેતા, શુ સરસ , શુ મિઠુ મિઠુ ગાયુચ્હે. રવિન્દ્રનાથ નુ ગિત્ ધન્ય્વાદ મેઘલતા બેન નેપણ્ આવો સુન્દર અનુવાદ ક્ર્યો. સન્ગિત નિ ધુન પણ મધુરિ! ધન્ય્વાદ જય્શ્રિબેન ના ટહુકા ને પણ્ બન્સિ પારેખ્ ૦૭-૦૨-૨૦૧૩. ૨-૦૦ બપોરે.
જયશ્રી-અમીતજીને સાવ તાજું..લીલ્લુંછમ્મ..રવિન્દ્રસંગીત ગુજરાતીમાં આપવા માટે..ખૂબ જ મધુર..અસીમભાઈનો ઘેરો..ઘૂંટાયેલો..નાભિમાંથી પ્રગટતો નાદ બ્રહ્મ જાણે! રવિન્દ્ર ગુર્જરીને લાખ લાખ અભિનંદન..