સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
સ્વરાંકન : શ્યામલ-સૌમિલ મુન્શી
ઓ મારા મન ઉપવનના માળી હું તો લજામણીની ડાળી.
મહિયરમાં મસ્તીમાં ઝૂમી મનગમતું મરજીથી ઘૂમી;
વગર ઓઢણે શેરી પાદર પવન પજવતો ચૂમી ચૂમી;
આજ હવે અણજાણ્યે આંગણ પ્રીત બની ગઈ પાળી.
મહિયરની માટીમાં મ્હોરી, શ્રાવણ ભીંજીમ, ફાગણ ફોરી;
કૈંક ટહુકતાં સ્મરણો ભીતર, ચૂનરી છોને કોરી કોરી;
સપનાં જેવી જિંદગી જાતે ગાળી અને ઓગાળી.
એક ક્યારેથી બીજે ક્યારે રોપાવું ને ઊગવું મારે;
મહિયરની માટી સંગાથે આવી છું હું આંગણ તારે;
સ્નેહથી લે સંભાળી સાજન વ્હાલથી લે જે વાળી.
– તુષાર શુક્લ
Wonderful
ગાળી અને ઉગાળી….. વાહ વાહ
તુષાર શુકલ ને ખૂબ ખૂબ અભિનંદન to bring out the nari samvedna
It’s a symbol of nice song and singer also music.
Awsome…love this song!
What a beautiful wording Tusharbhai !
Nicely done music by munshis.
I would love to inform you that I have written a song of a young girl , about to marry, ..a sweet dilemma between staying at father’s home for few more days and desire to go to the husband ‘s place..It is her last night .
.[ chhelli kunwaari aavi raat re.. ]
..Malove Divetia, our known composer[ son of Kshemoo Divetia ] has composed it..and it will be available on his gujarati Light Music CD..” Swar Kavan “..
It has a rich musical touch of Saumil Shyamal with modern musical arrangement and recording technique by Rakesh Rahul , the Munjaria Brothers.
અહિં તો ત્રીવેણી સંગમ થયો છે.સુંદર ગીત એટલું જ મધુર સ્વરાંકન અને કવિતાજી નો અવાજ ક્યા બાત હૈ!
એક નવ યૌવના ના મનના અરમાનો શ્રી તુશારભાઈ એ
બહુજ સુન્દર રીતે અભ વ્યક્ત કર્યા છે . અભિનન્દન અને
તેમાંય વળી કવીતાજી ના સ્વર માં સૌમીલ-શ્યામલ ના
સંગીત રચના એ ચાર ચાંદ લગવી દીધા.