Category Archives: મુક્તક

મુક્તક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તકદીર ખુદ ખુદાએ લખી - જલન માતરી
.... તો કવિ રમેશ પારેખ દસ વર્ષ વધુ જીવ્યા હોત !
આદમથી શેખાદમ સુધી - શેખાદમ આબુવાલા
આશા… ઉત્સાહ… ખુમારી… પુરુષાર્થ….
એક ખોબો ઝાકળ
ઓગળે છે - રઇશ મનીઆર
કરે લાચાર જે મનને - હિમાંશુ ભટ્ટ
ખરા છો તમે - કૈલાસ પંડિત
ખુદા તારી કસોટીની પ્રથા - બરકત વિરાણી 'બેફામ'
ગઝલ - ડો. રશીદ મીર
જિંદગી - ખલિલ ધનતેજવી
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ - અમૃત ‘ઘાયલ’
દરબાર 'શૂન્ય'નો
દરિયો…
ધીરે ધીરે લખ્યું - રઇશ મનીઆર
નથી મળતા - નાશાદ
બસ ઓ નિરાશ દિલ... - મરીઝ
બસ તું જ છે - હિતેન આનંદપરા
માનવને મારી - અમૃત ઘાયલ
મારી પાસે આવ - દિલીપ મોદી
મુક્તક - આદિલ મન્સૂરી
મુક્તક - ‘મરીઝ’
મુક્તક - એસ.એસ.રાહી
મુક્તક - બકુલેશ દેસાઇ
મુક્તક - ભરત ભટ્ટ 'તરલ'
મુક્તક - સુરેન ઠક્કર 'મેહુલ'
મુક્તકો
મુક્તકો - કૈલાસ પંડિત
મુક્તકો - રમેશ પારેખ
મુક્તકો - ગની દહીંવાલા
મુક્તકો - બરકત વિરાણી 'બેફામ'
મુક્તકો - મનહરલાલ ચોક્સી
મુક્તકો - મુકુલ ચોકસી
મુક્તકો - રઇશ મનીઆર
મુક્તકો - રમેશ પારેખ
મુલાકાત પહેલી હતી - શોભિત દેસાઇ
વર્ષગાંઠ મુબારક હો, જયશ્રી !
વ્યથા હોવી જોઈએ -’મરીઝ’
વ્યથા… વેદના… ઉદાસી… દર્દ…
શું કરું – મનોજ ખંડેરિયા
સંદેશ આપે છે - ઇજન ધોરાજવી
સંબંધ - રમેશ પારેખ
સમંદરપારના પંખી - ઉદયન ઠક્કર
સમજી જા - સૈફ પાલનપુરી
સમય - કુતુબ ‘આઝાદ’
સમય - હરીન્દ્ર દવે
હું કશુંક પી ગયો છું.... - ગની દહીંવાલામુક્તકો – મનહરલાલ ચોક્સી

જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

***

તમારો ઈશારો મને ઓળખે છે
કહું શું? બહારો મને ઓળખે છે
હ્રદયનું તમે દાન આપી ચૂક્યાં છો
તમારા વિચારો મને ઓળખે છે

***

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

– મનહરલાલ ચોકસી

શું કરું – મનોજ ખંડેરિયા

ડગમગે છે એવી ક્ષણને શું કરું:
ઓગળી જાતાં ચરણને શું કરું.
કાળમીંઢી શક્યતા પલળે નહીં,
તો ભીનાં વાતાવરણને શું કરું.

– મનોજ ખંડેરિયા

મુક્તક – આદિલ મન્સૂરી

ભાષાના અધિકારની વાત જ ક્યાં છે ?
ને શબ્દના વ્હેવારની વાત જ ક્યાં છે ?
છે મિત્રના જેવો જ અનુભવ ‘આદિલ’
આ અર્થના વ્યાપારની વાત જ ક્યાં છે ?

– આદિલ મન્સૂરી

મુક્તકો – મુકુલ ચોકસી

ઉપલબ્ધ એક જણની અદા શી અજબ હતી
એ પણ ભૂલી જવાયું કે શેની તલબ હતી
પાસે જઈને જોઉં તો કાંઈ પણ હતું નહીં
રેતી ઉપર લખ્યું હતું કે અહીં પરબ હતી !

***

એક ઠંડી નજરથી થીજે છે
જે ન થીજ્યાં’તાં હિમપ્રપાતોમાં
સાત સાગર તરી જનારા પણ
છેવટે લાંગર્યા અખાતોમાં

***

કિસ્સો કેવો સરસ મઝાનો છે,
બેઉં વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને;
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

***

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

***

તારાથી સર્વ ત્યજી દઈને જો આવી ન શકાય,
બીજી રીતે તો મને તારો બનાવી ન શકાય;
સઢ ગમે તેટલા બાંધો તે છતાં હોડીને
એકસાથે બેઉ કાંઠે તો તરાવી ન શકાય.

– મુકુલ ચોકસી

( આભાર – લયસ્તરો.કોમ)