ઓગળે છે – રઇશ મનીઆર

અચાનક લગાતાર, બસ, ઓગળે છે
સઘન રાતનું,  આ તમસ ઓગળે છે
કરે કો’  ટકોરો   સ્મરણના બરફ  પર
ને  વચ્ચે  રહેલાં  વરસ  ઓગળે  છે

– રઇશ મનીઆર

9 replies on “ઓગળે છે – રઇશ મનીઆર”

  1. સરસ રચના, રઈશભાઈને અભિનદન…………

  2. જીવન માં “ગતિ” કાયમ છે,કોઈ પણ રૂપમાં… …..સમય અને તેની સાથે શાશ્વત અતિ સુક્ષ્મ મંથર ગતિ જીવનના આ બે અમીટ તત્વો…આ દ્વન્દ્વતા જ જીવનના મૂળમાં છે ને? પણ ” કઈન્ક ”
    કરવું =પુરુષાર્થ..ટકોરો મારવાનો પણ અતિ જરુરી!
    -લા’ કાન્ત / ૬-૫-૧૨

  3. કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
    ને વચ્ચે રહેલાં વરસ ઓગળે છે.
    અર્થ સભર લાઘવ, બહુ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *