જીવન-ઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર-જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું
***
તમારો ઈશારો મને ઓળખે છે
કહું શું? બહારો મને ઓળખે છે
હ્રદયનું તમે દાન આપી ચૂક્યાં છો
તમારા વિચારો મને ઓળખે છે
***
પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી
– મનહરલાલ ચોકસી
હવે એકલવ્ય પ્ણ હુ છુ અને દ્રોણ પણ હુ જ છુ એ પક્તિ બહુ ગમી.
સરસ મુક્તકો માટે મારા સુરતના કવિશ્રી મનહરલાલ ચોકસીને સલામ , આપનો આભાર……………..
હવે રસ્તા બધા પાછાં વળે છે
ચરણ પણ રાહદારી ઓગળે છે
ઉતારા વૃદ્ધ થઇ આડા પાડીને
વસીયત જે લખેલી, સાંભળે છે
ફરી કૂંપળ નવેલી નીકળે છે
ઉગમણે આભ આખું ઝળહળે છે
જનમપત્રી લખી ઝાકળને કિત્તે
હરેક પુષ્પે ખુમારી સળવળે છે
ઉપર વાળો સતત ચાદર વણે છે
કદી તાણે, કદી વાણે ફળે છે
અરે માનવ, થાકી તારા સદા એ
જીવન મૃત્યુ પરસ્પર સાંકળે છે