ગઈ કાલે કવિ શ્રી રમેશ પારેખ નો જન્મદિવસ હતો…. તો આજે એમના આ મુક્તકો માણી એમને શ્રધ્ધાંજલી અર્પીએ..!
****
પ્રસંગની શૂન્યતા જ પ્રસંગ લાગતી રહે
સ્વપ્ન ટૂટતા રહે ને આંખ જાગતી રહે
બારીઓ ખૂલે નહીં ને ભીંત ફરફરે નહીં
અને વસંતના પવનની ફાંસ વાગતી રહે
—-
આ હાથ અને હાથમાં કાગળનું રણ સફેદ
અહીં ઝાંઝવાં, મુકામ, તૃષા ને હરણ સફેદ
કઈ વેદનાએ શોષી લીધાં એનાં યે રુધિર
કે છે તો છે વસંતમાં ગુલમ્હોર પણ સફેદ
—-
ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે
– રમેશ પારેખ
ત્રણે મુક્તકો સરસ છે.
છ અક્ષરના કવિને છલાખ સલામ !!!!!!!!!!!!!
કવિશ્રી રમેશ પારેખને શ્રધ્ધાંજલી અને સલામ……
બ્હ્જ સરસ
વાહ્!!!
ત્રણેય મુક્તકો ની જે રચના છે…મારી સમજણ શક્તિ પ્રમાણે ખુબ શ્રેશ્થ રચનાઓ છે.
ત્રણેય મુક્તકો સ-રસ થયા છે…