વગડા વચ્ચે.. આટલા શબ્દો સાંભળીને તમને કયું ગીત યાદ આવે? મને સૌથી પહેલા તો ‘વગડાની વચ્ચે તળાવ.. મનનો માનેલો મારો રસિયો, ગાગરડી મારી ફોળે છે..’ એ યાદ આવે..!! પણ જેમણે અવિનાશ વ્યાસનું આલ્બમ ‘અમર સદા અવિનાશ’ સાંભળ્યું હશે – એને તો ‘વગડાની વચ્ચે વાવડી ને વાવડ્ીની વચ્ચે દાડમળી’ – એ મસ્તીભર્યું ગીત યાદ ન આવે તો જ નવાઇ..!!
પરંતું આપણા ‘Senior Citizen’ મિત્રોને તો સૌથી પહેલા આ ગીત આવે એની guarantee..!
આજે ૨૭ નવેમ્બર, ગુજરાતના લાડીલા કવિ શ્રી રમેશ પારેખનો જન્મદિવસ.. મોટેભાગે તો કવિને શ્રધ્ધાંજલી આપવા એમની કવિતા મુકું છું – પરંતુ આજે રમેશ પારેખને વાંચીએ કોઇ અન્ય કવિના શબ્દોમાં. કોઇ એક કવિએ બીજા કવિ વિષે લખી હોય, એવી કવિતાઓ આમ તો મેં ઘણી ઓછી વાંચી છે, પરંતુ એટલું કહી શકું કે કદાચ એમાંથી સૌથી વધુ કવિતાઓ રમેશ પારેખ માટે હતી..!!
એક પછી એક ઊંચકે પરદા રમેશ
રોજ વહેંચે છે નવા સપનાં રમેશ
નવરાત્રી તો ગઇ જ, અને હવે તો દિવાળી પણ ગઇ… Thanksgiving & Christmas time is here.. પણ તો યે વિભા દેસાઇના કંઠે આ ગીત સાંભળીને એમ થશે કે – ‘ચાલો, જરા નાચી લઇએ..’
આજે ૨૫ નવેમ્બર.. પોતાના domain – www.tahuko.com – પર આવ્યાને ૨ વર્ષ પૂરા થયા આજે.. પરંતુ આજે તમારા માટે નવું કશું નથી લાવી… (વિચારો તો ઘણા કર્યા, અને કોશિશ પણ કરી, પણ જે ભેટ લાવવી હતી એ અધુરી છે હજુ..)
તો મને થયું – ચલો, તમને ટહુકોની હમણા સુધીની સફરની એક ઝલક જ બતાવી દઉં… નીચેના ગીતોમાંથી કઇં સાંભળવાનું ચૂકી ગયા હોય તો આજે સરસ મોકો છે..!! (આખી સફર તમને અહીં જોવા મળશે : કક્કાવાર અનુક્રમણિકા)
ખુલ્લા આકાશનીચે ચાંદનીમાં પાટીવાળો ખાટલો નાખીને સૂવાની મઝા તમારામાંથી કોઇએ લીધી છે? હું વર્ષો પહેલા એકવાર માસીને ત્યાં વેકેશનમાં રહેવા ગયેલી, ત્યારે એવી મઝા મેં તો લીધી છે. અને ‘ઘાટા’ (વ્યારા પાસે) ગામમાં એ રાતે મેં જેટલા તારાઓ જોયા છે, એટલા પછી કોઇ રાતે જોવા નથી મળ્યા.. !!
લાવો રે, કાચની લખોટીઓ લાવો
લાવો, દૂરબીન આભ જોવા.
કેટલાં વર્ષે હું આવ્યો છું ગામ
મારું બળબળતું શહેર અહિ ખોવા.
જાતાં મેં ભમ્મરડે વીંટી’તી દોરી,
એ દોરીની છાપ હજી હાથમાં
કેટલા કચુકાઓ શેકીને ખાવાના
વાવ્યા’તા કાતરાઓ જાતમાં
આજે ફરી એક એવું ગીત જે વારંવાર સાંભળ્યા જ કરો, સાંભળ્યા જ કરો.. અને તો યે દર વખતે એટલી જ મઝા આવે. થોડીવાર માટે જાણે આપણે ય કોઇ સાગર-કિનારે પહોંચી જઇએ, એટલું સરસ સંગીત પીરસ્યું છે જયદીપભાઇએ, અને સાથે એટલા જ મધુરા સ્વરમાં આપણા સુધી પહોંચાડ્યું છે..! (જયદીપભાઇને થોડા વધુ ઓળખો ઃ http://jaydeepswadia.com/ )
સ્વર – સંગીત : જયદીપ સ્વાદિયા
भगवान….
हैया हो….. हैया… हैया रे हैया..
हैया हो, हैया रे हैया… (४)
माझी रे…. माझी रे….
भगवान,मोरी नैया… पार लगा देना
अब तक तो नीभाया है,
आगे भी नीभा देना…
भगवान,मोरी नैया… पार लगा देना
हैया हो, हैया रे हैया…
संभव है, झंझटोंमें, मै तुझको भूल जाउं
पर नाथ, कहीं तुम ना मुझको भूला देना
भगवान,मोरी नैया… पार लगा देना
हैया हो, हैया रे हैया…
तुम इष्ट, में उपासक, तुम पूज, में पूजारी
यह बात अगर सच है तो, तो सच करके दिखा देना
भगवान,मोरी नैया… पार लगा देना
हैया हो, हैया रे हैया…
————————
અને હા.. જયદીપભાઇને રૂબરૂમાં સાંભળવા હોય તો Milpitas (California) ના સ્વામિનારાયણ મંદિરમાં શુક્રવારે સાંજે ૮.૦૦ વાગે એમનો પ્રોગ્રામ છે.
Admission is Free…
Time : 8.00Pm
Place:BAPS Swaminarayan Temple
1430 California Cir.
Milpitas CA 95035
For more Info. about shows…Contact Dimple Patel 408-515-0185