બેડલું ઉતારો…

નવરાત્રી તો ગઇ જ, અને હવે તો દિવાળી પણ ગઇ… Thanksgiving & Christmas time is here.. પણ તો યે વિભા દેસાઇના કંઠે આ ગીત સાંભળીને એમ થશે કે – ‘ચાલો, જરા નાચી લઇએ..’

કવિ : ??
સંગીત : રાસબિહારી દેસાઇ
સ્વર : વિભા દેસાઇ

.

હે.. બેડલા માથે બેડલું, ને એને માથે મોર
હે, સામે ઉભો સાજનો, હે મારા ચિત્તડા તે કેરો ચોર

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટામાં લાજે મરું

હાલી આવું હું તો પનઘટના ઘાટથી
કેટલો જીરવાય ભાર અબળાની જાતથી
હાય નીતરતી ગાગરની ધારે મરું

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું

બેડલું ઉતારે તે થાય મન માન્યો
હોય ભલે જાણ્યો કે હોય અણજાણ્યો
કોઇની અણીયાણી આંખ્યું ને મારે મરું

બેડલું ઉતારો
હે હું તો ભરી રે ગાગરને ભારે મરું
બેડલું ઉતારો
કે ગગન ગાજે ને ઘુંઘટામાં લાજે મરું

બેડલું ઉતારો ..
બેડલું ઉતારો ..
બેડલું ઉતારો ..

8 replies on “બેડલું ઉતારો…”

  1. dur nagari teri dur nagri ………..dodti avu to mori gagar tuti jay………………………………………evergreen…………….

  2. “બેડલુ ઊતારો…”ગીત ના શબ્દ અન સ્વર શ્રી અવિનાશ વ્યાસ ના અને કંઠ વિભા દેસાઈ નો છે. Ref: “….ને તમે યાદ આવ્યાં ” Audio Cassette

  3. ગિત તો કઇક અલગ જ વાગે ચ્
    madame please keep the original song.
    bedalu song is very nice. wanted to listen this song.

  4. સુંદર ગીત
    સુરેશ દલાલની આ પંક્તીઓ યાદ આવી
    મારી ગાગર ઉતારો તો જાણું
    કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
    હું તો ઘરે ઘરે જઇને વખાણું
    કે રાજ, તમે ઊંચક્યો ‘તો પહાડને !
    તેમણે જ આ ગીત લખ્યું હશે?

  5. homepage પરથી આ ગીતના બદલે ‘બસ એટલી સમજ મને પરવરદિગાર દે’ વાગે છે. આવું હમણાં ઘણી વાર થયું છે કે એકના બદલે બીજું ગીત સંભળાય. Individual post પર બરાબર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *