રમેશ પારેખ – ભરત વિંઝુડા

આજે ૨૭ નવેમ્બર, ગુજરાતના લાડીલા કવિ શ્રી રમેશ પારેખનો જન્મદિવસ.. મોટેભાગે તો કવિને શ્રધ્ધાંજલી આપવા એમની કવિતા મુકું છું – પરંતુ આજે રમેશ પારેખને વાંચીએ કોઇ અન્ય કવિના શબ્દોમાં. કોઇ એક કવિએ બીજા કવિ વિષે લખી હોય, એવી કવિતાઓ આમ તો મેં ઘણી ઓછી વાંચી છે, પરંતુ એટલું કહી શકું કે કદાચ એમાંથી સૌથી વધુ કવિતાઓ રમેશ પારેખ માટે હતી..!!


એક પછી એક ઊંચકે પરદા રમેશ
રોજ વહેંચે છે નવા સપનાં રમેશ

શું કહ્યું, સમજ્યો નહીં, સૉરી સનમ
મારા મનમાં ચાલે છે હમણાં રમેશ

મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે
એમ કાગળ પર કરે દરિયા રમેશ

દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને
જીવ કરતો પેટમાં જલસા રમેશ

આ સદીમાં હોવું યાને ધન્યતા
આ સદીની ગુજરાતી ઘટના રમેશ

(રમેશ પારેખની કવિતાઓ – ટહુકો પર, લયસ્તરો પર)

8 replies on “રમેશ પારેખ – ભરત વિંઝુડા”

  1. તે કેમ વિચારયુ આટલુ તારા વિશે રમેશ,
    તુ પડી ગયો તો તારા પ્રેમમાં રમેશ.

  2. ર પાના જન્મદિને મધુરી યાદ અંજલી
    દુ:ખ ઘણાં દાઢી વધ્યા જેવાં અને
    જીવ કરતો પેટમાં જલસા રમેશ

    આ સદીમાં હોવું યાને ધન્યતા
    આ સદીની ગુજરાતી ઘટના રમેશ
    ભાવવાહી…

  3. મસ્ત્ય માફક આંખ એમાં ઊતરે
    એમ કાગળ પર કરે દરિયા રમેશ

    આ સદીમાં હોવું યાને ધન્યતા
    આ સદીની ગુજરાતી ઘટના રમેશ

    – ર.પા.ને સ-રસ રીતે યાદ કર્યા… આભાર…

  4. This is my first site (sight) love

    Thanks for all so good and descent songs with handsome information

    By the way

    એક ગીત ક્યાંક સાંભળ્યું હતું

    કોની રચના છે એ તો ખબર નથી પણ બોલ સરસ છે

    ખુલ્લી આંખ માં સુતો માણસ
    બંધ આંખ માં જાગે છે…………

    જો ક્યાંક મળે please put it

    Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *