તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’

સમી સાંજે ઝૂકી આંખે બગીચે બાકડે બેસી અને એકાંત પી જાવું… તને મોડેથી સમજાશે
સમયસર ચાલવા જાવુ. ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું… તને મોડેથી સમજાશે

અજાણી આ સફર વચ્ચે અરીસાના નગર વચ્ચે ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,
મળીને જાતને સામે જરા અમથુ હસી લઈને ખુદીને છેતરી જાવું … તને મોડેથી સમજાશે

ઘણાં વરસો પછી એવું બને ગમતી ગલીમાથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ
પછી મનગમતો ત્યાંથી સાદ આવે યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું… તને મોડેથી સમજાશે

લઈ તીરાડ ચહેરા પર ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને
સફેદી થઈ અરીસે જઈ ધરીને મૌન હોઠો પર નજરથી કરગરી જાવું … તને મોડેથી સમજાશે

13 replies on “તને મોડેથી સમજાશે – જિગર જોષી ‘પ્રેમ’”

  1. Outstanding creation.. evryone can connect.. beautiful.. Many congratulations!! It has become one of my favourite..!! 🙂

  2. લઈ તીરાડ ચહેરા પર ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખુશ્બૂ સતત આ શ્વાસમાં લઈને
    સફેદી થઈ અરીસે જઈ ધરીને મૌન હોઠો પર નજરથી કરગરી જાવું … તને મોડેથી સમજાશે…

    શણગારી શબ્દો ને વેદના રજુ કરી આબેહુબ..દરેક વ્રુધ્ધના મનની ને શરીરની વેદના..ખુબ સુન્દર રચના.

  3. આવી વેદના સભર ગઝલ પહેલી વખત વાચી મારા જેવા વ્રુધ્ધો ના મનની વાત લાગે છે

  4. શબ્દો ને શનગારવા અને લોકો સુધેી અર્થસભર રેીતે રજુ કરવાનેી સાથે સાથે વિશય ને પુરતો ન્યાય આપેી અને સન્વેદના વ્યક્ત સાવ હલવેી રેીતે
    કરવા બદલ હાર્દિક અભિનન્દન્

    સુરેન્

  5. TANE MODE THI SAMJASHE TANE CHAAHI GAYO TO HUN,
    TANE MODE THI SAMJASE TANE PAAMI GAYO TO HU.

    Absolute honest expression of feelings. Simply supurb

  6. જિગર જોષીની વેદના જેમા ટપકે તેવિ ગઝાલને વાહ.. વાહ..કેમ કહુ??

  7. મઝાની ગઝલ
    ઘણાં વરસો પછી એવું બને, ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ,
    પછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું…તને મોડેથી સમજાશે.
    જાણે ઘણાની અનુભવવાણી
    કાગળ વિશે કલમ વિશે તો કેટલું કહ્યું,
    હસ્તાક્ષરો વિશે તો કશી ટીપ્પણી કરો !
    એક આ દીવાસળી પેટાવવા,
    કેટલો અંધાર મે ભેગો કર્યો.
    કોઈ “દરિયા” જેમ બોલાવે અને,
    જાતથી “ખળખળ” થવાતું હોત તો ?
    દિલને ગમશે એજ કરવાનો છું હું,
    તું સલાહો આપવાનું બંધ કર.
    આજ એ વરસ્યો ફરી માંઝા મૂકી,
    આજ પાછી સ્કૂલથી છુટ્ટી મળી !
    નજર ફેરવીને ઋજૂ સ્મિત લઈને,
    મને કોઈ શોધે જુદી રીત લઈને !
    આખાયે ઓરડાનો ખાલીપો પી જાવો એકાદા ખૂણામાં જઈ

    ત ને મો ડે થી સ મ જા શે

    ભઈ !

  8. પછી મનગમતો ત્યાંથી સાદ આવે યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું… તને મોડેથી સમજાશે
    AAj jivan nu kadvu satya chhe,..ke …mode thi samjase…….its tooooo late then….mode thi samjase…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *