લો કરું કોશિશ ને ફાવે તો કહું – રાજેન્દ્ર શુક્લ

ટહુકો પર પહેલા મુકેલી આ ગઝલ, આજે એક નવા સૂર-સંગીત સાથે ફરી એકવાર.. રાજેન્દ્ર શુક્લની આ સદાબહાર ગઝલ ફરી સાંભળવી ગમશે ને?

સ્વર ઃ જયદીપ સ્વાદિયા (Read more about Artist)

.

શ્યામલભાઈ અને સૌમિલભાઈના યુગલ સ્વરમાં મહેફિલમાં કરેલ પ્રસ્તુતિ અને એમના ‘રજૂઆત’ આલ્બમમાં પણ શામેલ છે, જે એકલ સ્વરમાં છે. (વલસાડથી વીરલ ગાંધીનો આભાર ઓડિયો મોકલી આપવા બદલ) , બંને પ્રસ્તુતિઓ ,
સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી

.

સ્વર : શ્યામલ સૌમિલ મુન્શી

.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!

38 replies on “લો કરું કોશિશ ને ફાવે તો કહું – રાજેન્દ્ર શુક્લ”

  1. આભાર અને અભિનંદન સર્વે સંબંધિત કલાકારોને…શેરિંગ આપનામાં કંઈક ઉમેરી આપે છે! એમ હું માનું છૂ !

    કહેવાને માટે “પૂર્વ-શરત’ છે!પોતાને ફાવવાની, ઇપ્સિત ને શબ્દ પૂરી તરાહથી વર્ણવે તો…,એની { પ્રિય જન ની }આંખોમાં દેખાય તે અને તો ….,કોઈના પ્રતિભાવ અને આપલે હોય તો જ મઝા આવે… {હલચલ-ખળભળ},કોઈ રીસ્પોન્સ વગર કહેવાનો કોઈ અર્થ ખરો??? .,હળવેકથી કાનમાં કહેવાની વાત …મોટા અવાજે કહેવાય ની એટલી શિસ્ત પણ અભિપ્રેત છે?, કાન દઈ શકે કોઈ…ઈચ્છા બતાવે તોજ કહેવાયને?
    અંગત ગોશ્તીની વાત ગમી ગઈ ..એક અલગ જ અંદાઝ પોતાની વાત કહેવાનો…લિજ્જત આવવી ગઈ બીજું રેકોર્ડીંગ વધુ સારું …
    લા’કાન્ત / ૨૩-૭–૧૨

  2. છેલ્લી બે પંક્તિઓ એ તો રૂવાડા ઉભા કરી દીધા….
    ખુબ સરસ…

    પ્રતિક અમલાણી

  3. જયશ્રીજી આ ગઝલ પણ શ્રી સુધીર ઠાકર સાહેબે ગાઈ છે. તેનુ આ આલ્બમ નામ “મસ્તી” જે ટી સીરીઝ દ્વારા લોન્ચ થયુ હતુ અને આ આલ્બમ ૧૯૯૮માં પ્રગટ થયુ હતુ

  4. કયારેક દિલની લાગણી કહેવા શબ્દો શોધવા મુશ્કેલ બની જાય છે..

  5. લો કરું કોશિશ ને ફાવે તો કહું,
    શબ્દ જો એને સમાવે તો કહું!

    ક્યારેક મનની ઊર્મિ વ્યક્ત કરવા માટે શ્બ્દો સાથ ના પણ આપે..સુન્દર ગઝલ

  6. Respected Jayshriben

    Thanks for all these. Can we not have Jaydip Swadia’s “He Gurudev (esnips) …..and Hun Ne Chandu…….?
    Thanks,

  7. Dear Jagdipbhai, Jay swaminarayan. I had the opportunity to be your audience at our Parsipanny and Clifton harimadirs. PLEASE, PLEASE arrange for He Gurudev……… and Hun Ne Chandu………. JS

  8. રાજેન્દ્ર શુક્લ મારા પ્રિય કવિ ચ્હે તેમના અવાજમાઁ જે ઉપલ્બ્ધ હોય તે જરુર સમ્ભળવશો.

  9. this gazal was recited by Bapu(R.S.) during shyam sadhu’s sanman.at junagadh. this voiceand comp isbySudheer thaker.I thin when i did Gazal Giranar thi. might have.also can get this cassattes set from tanya book shop Ahmedabad.

  10. શાત જળ મા એકપણ લહેરિ નથિ.કોઇ થોડૂ ખળભળાવે તો કહુ…REALL EXTRA SHER 6..SHERIYAT NU BIJU NAM ATLE RAJENDRA SHUKLA….

  11. કિર્તિભાઇ,
    બંને compositions અહીં છે જ. If possible, open the page in firefox to see both the players.

  12. જયશ્રિબેન,
    આ પહેલા તમે જે કમ્પોઝિશન મુકેલ તે ફરિથિ મુકવા વિન્તિ

  13. રાજેન્દ્ર અંકલને મુખે ગઝલને માણવાની મજા જ અલગ છે. જાણે શબ્દોને અવાજ ફૂટે…. !!

    સુંદર સ્વર અને સંગીત !!

  14. સરસ ગઝલ અને એટલી જ સુંદર સંગીતમય રજૂઆત.
    અભિનંદન, જયદીપભાઈ સ્વાદિયાને.
    સુધીર પટેલ, શાર્લોટ, NC, USA.

  15. પ્રસન્ન કરી દે તેવી ગાયકી
    તત્વજ્ઞાનની દ્રુષ્ટિએ મન જ્યારે સ્થિતપ્રજ્ઞ સ્થિતિમાં હોય ત્યારે કંઈ કહેવાની કે સાંભળવાની ઈચ્છા જ હોતી નથી.
    શાંત જળમાં એક પણ લહેરી નથી
    કોઈ થોડું ખળભળાવે તો કહું
    અને
    ખૂબ જ ગુઢ આ શેર
    કોઇને કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!
    એમાં પણ એ સંવાદને ઉંચાઈ પર લઈ જાય છે.સંવાદમાં શબ્દની જરૂર પડે પણ જ્યારે ખાસ વ્યક્તિની વાત હોય જેની સાથે શબ્દોના સંવાદનું સ્તર તો પસાર થઈ ગયું છે પછી તો નજરથી જ સંવાદ થતો હોય છે!!

  16. શાંત જળમાં એક પણ લહરી નથી,
    …થોડું ખળભળાવે તો કહું!..
    ….કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!…
    Very Nice…

  17. …લો કરું કોશિશ ને ફાવે તો કહું,
    શબ્દ જો એને સમાવે તો કહું!

    શાંત જળમાં એક પણ લહરી નથી,
    કોઇ થોડું ખળભળાવે તો કહું!

    કોઇને કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!…

    …very nice!!!!

  18. aa avaj to jaydeepbhai no che kavi nathi…a aapani jaan khatar…..sundar aavaj sathe sundar rachana sambhali a mate aabhar….pls. jaydeepbhai na vadhare geeto mukva mate vinanti che….fari ek var khub khub aabhar….

  19. શાંત જળમાં એક પણ લહરી નથી,
    કોઇ થોડું ખળભળાવે તો કહું!

    બહુ સુંદર…ખરેખર ખળભળાવી દીધા……

    ‘મુકેશ’

  20. ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
    ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
    અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
    સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

    ~રાજેન્દ્ર શુક્લ

  21. બહુજ સરસ ગઝલ છે.

    કોઇને કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!

  22. ક્યાં ને ક્યારે સાંભળી યાદ નથી પણ કવીશ્રીના કંઠે અદભુત માહોલ રચતી રચના

  23. very nice gazal…Panchambhai ! It is very easy for you to record a voice of your uncle….so that we all can enjoy!!

  24. nice gazal !

    આપની નજરો જે ફરમાવી રહી,
    એ ગઝલ જો યાદ આવે તો કહું!

  25. વિવેકભાઇ, કવિના સ્વરમાં એમની ગઝલ – હું મળીશ જ – આપણે ટહુકો પર જલ્દી સાંભળશું.

  26. સુંદર ગઝલ છે… પંચમભાઈ ! કવિના સ્વરમાં સાંભળવાની અલગ મજા છે કહીને શા માટે દિલ જલાવો છો? એક સીડી કે કેસેટ પર રેકોર્ડિંગ કરીને મોકલાવો તો આખું નેટ-જગત એનો લ્હાવો ન લઈ શકે?

  27. આ ગઝલ સાંભળવાની મજા પડી… આ જ રચના કવિના પોતાનાં અવાજમાં સાંભળવાની એક અલગ મજા છે.

  28. હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
    એકદમ નજદીક આવે તો કહું!

    કોઇને કહેવું નથી, એવું નથી,
    સહેજ તૈયારી બતાવે તો કહું!
    Wonderful..!! Very Nice.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *