અડધી રાતલડીએ મને રે જગાડી

સ્વર – મુકેશ, ઉષા મંગેશકર
સંગીત – દિલીપ ધોળકિયા
ગુજરાતી ફિલ્મ – મેના ગુર્જરી

અડધી રાતલડીએ મને રે જગાડી
છંછેડી મન વીણીના તાર, આ તે કોણ રે !

મનના મંદિરીયામાં કોણ મહેમાન આવ્યું
કોની ઓળખાણ આવ્યું, પ્રિતના પુરાણ લાવ્યું
એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !

દલનો દરિયો હિલોળે, ચઢયો રે આજે ચકડોળે
મરજીવો થઇને આજે, કોણ મોતીડા ખોળે
એવા મોંઘા મોતીનો મૂલવનાર, આ તે કોણ રે !

ડગલે ને પગલે મને એના ભણકારા વાગે
ભવભવથી ઓળખું હું, એવું મારા મનમાં લાગે
ઝાંખો ઝાંખો આવે છે અણસાર, આ તે કોણ રે !

51 replies on “અડધી રાતલડીએ મને રે જગાડી”

  1. Very sweet song – hee in our country (Kenya) we hardly have chance to enjoy such Gujrati songs

  2. ખરેખર હવે આવુ ગિત બને જ નહિ જે હુ તોઆ ગિત હાલતા ને ચાલતા વર્સો થિ ગાતો રહ્યો છુ

  3. આ ગીત સાઁભળવા માટે કેટલા વખતથી ઝઁખના હ્તી, તો આજે પૂરી થઇ. મારી કિશોરવસ્થા દરમ્યાન ખૂબ જ પ્રચલિત હતુઁ. ખૂબ જ આભાર!

  4. આવુ ગેીત ….શબ્દો નથિ મલ્તા કે વખહાન કરિ શકિએ…શુ રચના ચ્હે?…વાહ્. વાહ્…

  5. વાહ! ઘણા સમય પછી સાભળ્યુ. ખુબ સરસ રોમેન્ટીક ગીત છે.

    આ ગીત ફીલ્મ મેનાગુર્જરી નું છે.
    ઉષા મંગેષકરજી ના સ્વર મા ગવાયેલું છે.

    લાંબા સમય પછી ( કદાચ ૩૦ વરસ ) ગીત સંભાળીને મઝા આવી ગઈ.

  6. i just found out this tahuko.com i fall in love. PREM KARU CHHU TANE heard atleasat ten time. very very good collection of all the gurjarati collection. thanks a lot.

  7. ….એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !… “આ તે કોણ રે !” પ્રશ્ન પુછવામાં પણ મજા અને જવાબ માં પણ મજા…

  8. ખુબજ સરસ રચના આજે સુવળ ગુજરાત ના દિવસે આ ગીત સાભળવાનો લ્હાવો મલ્યો. આભાર જયસ્રિબેન

  9. ઓહ આ સોંગ લગભગ ૪૦ વર્ષ પછી થી સાંભળું છું ખરેખર ખુબજ મજા આવી ……સરસ રોમેન્ટિક ગીત છે ……આભાર

  10. thnk u so much………….I was so eager 4 this song…..I like this song very much….thnx again….

  11. લાંબા સમય પછી ( કદાચ ૩૦ વરસ ) ગીત સંભાળીને મઝા આવી ગઈ.

  12. વાહ શુ સુન્દર ગીત છે? મજા આવી ગઈ.
    ધન્યવાદ.
    આવુ સુન્દર કાર્ય ચાલુ રાખજો
    તેજસ.

  13. આખરે….!!!
    ઘણા સમય ની શોધ પુરી થઈ….
    એકાદ વાર, ઝી-ગુજરાતી પર આ ગીત સાંભળેલુ, કંઈક ૫-૭ વરસ પહેલા….

    ઘણી વાર google દેવ ને પ્રાર્થના કરી પણ વાત ના બની….
    શુ ખબર અહિં પેલા કોશિશ કરી હોત તો મળી જાત….

    ખુબજ આભાર.

  14. અડધી રાતલડીએ મને રે જગાડી …..
    ફિલ્મ મેના ગુર્જરી {૧૯૭૫ }
    સ્વર — લતામંગેશકર અને દિલીપ ધોળકિયા
    સંગીતકાર – દિલીપ ધોળકીયા
    ગીતકાર – રમેશ ગુપ્તા
    ફિલ્માંકન -મલ્લિકા સારાભાઈ અને રાજીવ
    રમેશ સરવૈયા સુરત

  15. ખુબ જ સરસ ગીત
    ઘના સમય થી શોધતો હતો …… આજે સાભળવા મળ્યુ…
    ‘”ટહુકો’” ઘણુ જીવો……

  16. ખુબ જ સરસ ગીત
    ઘના સમય થી શોધતો હતો …… આજે સાભળવા મળ્યુ…
    ‘”ટહુકો'” ઘણુ જીવો……

  17. ખુબ્જ સુન્દેર અને કર્ન્પ્રિય ગેીત અને અત્લુજ સુન્દેર સન્ગેીત ઘન સમયે આ ગેીત સાન્ભલ્વા મલ્યુ.ખુબ ખુબ આભાર્.

  18. ખુબ સુન્દર ગિત … પણ મુકેશ નુ નામ ગાયકમા કેમ ન લખ્યુ ?

  19. એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !…
    …Sundar savar thai gai…maru khubj gamtu geet!!!very nice voice!!!

  20. very nice but geet was uncomlplet so try to put whole geet in tahuko ithink last four liiti was missing

  21. આમ તો દરેક ને ખબર જ હોય છે કે એમને પોતાને “કોણ” જગાડે છે (કે સુવા જ નથી દેતું ?!!) પણ “આ તે કોણ રે !” પ્રશ્ન પુછવામાં મજા જ અનેરી છ મોજ આવિ….

    • આજ ના યુગ ના યુવાનો કયા ખબર છે કે ગુજરાતી ગીતો કેવા હોવા જોઇએ સવાર મા ખુબ આનંદ આવ્યો ધન્યવાદ આવા લેખકો (ગીત લખનારા) ને સાત્યકિસિહ ઝાલા રાજકોટ

  22. Beautiful!

    It is a pleasure to Wake up all of a sudden in the middle of the night and start thinking, about the loved one!!!!!!!! tossing and turning in the bed But…

    Everything has its time !

    It is totally a different feeling after certain age .

    So young generation! Enjoy while you can!

    Joyce Solanki

  23. Thank to post this lovely song.
    This song is from film “Mena Gurjary”.
    Mallika sarabhai act in this movie.
    Another great song from this film is,
    Hu re mahiyaran aavi, mithada goras laavi, ji re koi goras lyo”.also nice composition.
    Keep it up very good work.

    Regards.
    Mona from singapore.

  24. આમ તો દરેક ને ખબર જ હોય છે કે એમને પોતાને “કોણ” જગાડે છે (કે સુવા જ નથી દેતું ?!!) પણ “આ તે કોણ રે !” પ્રશ્ન પુછવામાં મજા જ અનેરી છે.

  25. અડધી રાતલડીએ મને રે જગાડી
    છંછેડી મન વીણાના તાર, આ તે કોણ રે !

    આ પંક્તિનું સ્વર સંયોજન અને અને અવાજ અડી ગયાં.

  26. એને ઝંખે છે હૈયું વારંવાર, આ તે કોણ રે !……

    ગીત ખૂબ ગમ્યું.
    આભાર

  27. જો મારી ભૂલ ના થતી હોય તો આ ગીત ગુજરાતી ફીલ્મ મેના ગુર્જરી માં હતું. ખરેખર સરસ ગીત છે.

  28. ખુબ જ સુંદર સ્વરો છે.
    આ ગીત ફીલ્મ મેનાગુર્જરી નું છે.
    ઉષા મંગેષકરજી ના સ્વર મા ગવાયેલું છે.
    આટલી સરસ રચના માટે આપનો ખુબખુબ આભાર.

  29. વાહ! ઘણા સમય પછી સાભળ્યુ. ખુબ સરસ રોમેન્ટીક ગીત છે.

    ખુબ ખુબ ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *